ઝારખંડમાં ત્રીજા તબક્કાનું મતદાન શરૂ, 309 ઉમેદવારનું ભાવિ EVMમાં થશે કેદ

|

Dec 12, 2019 | 3:41 AM

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન સવારે 7 વાગ્યે શરૂ થઈ ગયું છે. આ તબક્કામાં પ્રદેશના 8 જિલ્લામાં 17 વિધાનસભા સીટ પર 309 ઉમેદવારનું ભાવિ EVMમાં કેદ થશે. તેમાં 32 મહિલાઓ પણ સામેલ છે. રાંચી, હટિયા, કાંકે, રામગઢ અને બરકટ્ટા વિધાનસભામાં મતદાન સાંજે 5 વાગ્યા સુધી ચાલુ રહેશે. જ્યારે બાકી 12 સીટ પર મતદાન બપોરે […]

ઝારખંડમાં ત્રીજા તબક્કાનું મતદાન શરૂ, 309 ઉમેદવારનું ભાવિ EVMમાં થશે કેદ

Follow us on

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન સવારે 7 વાગ્યે શરૂ થઈ ગયું છે. આ તબક્કામાં પ્રદેશના 8 જિલ્લામાં 17 વિધાનસભા સીટ પર 309 ઉમેદવારનું ભાવિ EVMમાં કેદ થશે. તેમાં 32 મહિલાઓ પણ સામેલ છે. રાંચી, હટિયા, કાંકે, રામગઢ અને બરકટ્ટા વિધાનસભામાં મતદાન સાંજે 5 વાગ્યા સુધી ચાલુ રહેશે. જ્યારે બાકી 12 સીટ પર મતદાન બપોરે 3 વાગ્યા સુધી ચાલુ રહેશે.

ભાજપથી અલગ થઈ મેદાનમાં ઉતરેલી ઓલ ઝારખંડ સ્ટૂડન્ટ યૂનિયન (આજુસ) માટે ત્રીજા તબક્કાનું મતદાન ખુબ મહત્વનું છે. આજુસના અધ્યક્ષ સુદેશ મહતોથી લઈ પાર્ટીના બીજા મોટા નેતાઓની રાજકીય સફર આ તબક્કામાં નક્કી થવાની છે. તે આ તબક્કામાં 13 સીટ પર ચૂંટણી લડી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

વડાપ્રધાન મોદીએ પણ ટ્વીટ કરીને મતદાતાઓને વધુમાં વધુમાં મતદાન કરવા માટે અપીલ કરી છે. તેમને ખાસ કરીને યુવા મતદાતાઓને મતદાન કરવા માટે અનુરોધ કર્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ઉલ્લેખનીય છે કે ઝારખંડની 81 વિધાનસભા સીટ માટે 5 તબક્કામાં મતદાન થવાનું છે. પ્રથમ તબક્કાનું મતદાન 30 નવેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 7 ડિસેમ્બરે થઈ ગયુ છે. ત્રીજા તબક્કાનું મતાદન આજે થઈ રહ્યું છે. ચોથા તબક્કાનું મતદાન 16 ડિસેમ્બરે અને પાંચમાં તબક્કાનું મતદાન 20 ડિસેમ્બરે થશે અને 23 ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article