Venkaiah Naidu: પાર્ટી બદલવામાં કંઈ ખોટું નથી પરંતુ તે માત્ર સત્તા ખાતર ન કરવું જોઈએ: ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ

|

Sep 29, 2021 | 7:07 AM

જોધપુર આઈઆઈટીના વિદ્યાર્થીઓ સાથેની વાતચીતમાં નાયડુએ સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં ઘટતા ધોરણોને ટાંકીને મૂલ્ય આધારિત રાજકારણની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો

Venkaiah Naidu: પાર્ટી બદલવામાં કંઈ ખોટું નથી પરંતુ તે માત્ર સત્તા ખાતર ન કરવું જોઈએ: ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ
Vice President Venkaiah Naidu

Follow us on

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ (Venkaiah Naidu) એ મંગળવારે કહ્યું કે પાર્ટી બદલવામાં કંઈ ખોટું નથી પરંતુ તે માત્ર સત્તા ખાતર ન કરવું જોઈએ. જોધપુર આઈઆઈટીના વિદ્યાર્થીઓ સાથેની વાતચીતમાં નાયડુએ સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં ઘટતા ધોરણોને ટાંકીને મૂલ્ય આધારિત રાજકારણની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.

નાયડુએ કહ્યું કે યુવાનોએ રાજકારણમાં જોડાવું જોઈએ પણ “રાજકીય ખેલ” માટે નહીં. તમારી પસંદગીની પાર્ટીમાં જોડાઓ, એક ટીમ તરીકે કામ કરો, સ્પર્ધાની ભાવના બનાવો અને મૂલ્ય આધારિત રાજકારણ કરો, એમ તેમણે જણાવ્યું હતું.

તેમણે કહ્યું, “આપણે જોઈએ છીએ કે લોકો ઘણી વખત પાર્ટીઓ બદલે છે, જેમ કે બાળકો તેમના કપડાં બદલે છે. પક્ષો બદલવામાં કંઈ ખોટું નથી પણ તમારે સત્તા ખાતર પક્ષો ન બદલવા જોઈએ. આવું જ થઈ રહ્યું છે અને તે ચિંતાનો વિષય છે. ”

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

રાજકારણમાં 4 C (4 C in Politics)
તેમણે કહ્યું કે રાજકારણમાં 4C – Charachter (પાત્ર), Capacity (ક્ષમતા ), Conduct (આચરણ) અને Caliber (યોગ્યતા) ની જરૂર છે. કમનસીબે, આપણી રાજકીય વ્યવસ્થામાં કેટલાક લોકોએ આ 4C ને (Cast) જાતિ, (Community) સમુદાય, (Cash)રોકડ અને (Criminality) ગુનાહિતતામાં રૂપાંતરિત કર્યા છે. તેમણે યુવાનોને કેરેક્ટર, કેપેસિટી, કંડક્ટ અને કેલિબર આધારે ઉમેદવાર પસંદ કરવા હાકલ કરી હતી અને માત્ર એટલા માટે નહીં કે તે ચોક્કસ સમુદાયના છે.

‘આપણે જાતિ અને ધર્મને ધ્યાનમાં લીધા વગર લોકોના કલ્યાણ વિશે વિચારવું જોઈએ’
તેમણે કહ્યું, “કોઈ પણ નેતા એક સમુદાયની સેવા કરી શકે નહીં. ઘણા સમુદાયો છે અને તમારે સમુદાય નહીં પણ લોકોના નેતા બનવાની આકાંક્ષા હોવી જોઈએ. “રાષ્ટ્રવાદનું વર્ણન કરતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે તે માત્ર એક સૂત્ર નથી. તેમણે કહ્યું કે, આપણે રાષ્ટ્રીય દ્રષ્ટિ વિકસાવવી જોઈએ, જેનો અર્થ જાતિ, પંથ, લિંગ અને ધર્મને ધ્યાનમાં લીધા વગર લોકોનું કલ્યાણ કરવું જોઈએ.

દિવસની શરૂઆતમાં, નાયડુએ રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રાના પુસ્તક “બંધારણ, સંસ્કૃતિ અને રાષ્ટ્ર” નું અનાવરણ કર્યું. એક મીડિયા રિપોર્ટ મુજબ નાયડુએ દરેકને બંધારણનું પાલન કરવા અને તેના વિશે લોકોમાં જાગૃતિ લાવવા હાકલ કરી હતી.

બંધારણને સર્વોચ્ચ ગણાવતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે તે લોકોને અધિકારો અને ફરજો આપે છે તેમણે બંધારણને શાસ્ત્રો તરીકે પવિત્ર ગણાવ્યું અને તેના પ્રત્યે વફાદાર રહેવા બધા પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે ભારતીય સંસ્કૃતિ વૈવિધ્યસભર છે જેમાં જાતિ, સંપ્રદાય, ભાષા અને ધર્મના આધારે કોઈ ભેદભાવ નથી.

આ પણ વાંચો: Vadodara ગોત્રી દુષ્કર્મ કેસમાં પોલીસે આરોપી રાજુ ભટ્ટના પરિવારજનોને રાઉન્ડ અપ કર્યા

આ પણ વાંચો:  Horoscope Today: દૈનિક રાશિફળ, મેષ 29 સપ્ટેમ્બર: આ રાશિના જાતકો માટે આજનો દિવસ સકારાત્મક રહેશે અને ભાવનાત્મક સ્વભાવથી લોકો પ્રભાવિત થશે

Next Article