આતંકવાદ મુદ્દે બેવડા ધોરણો ના હોઈ શકે, મોદીનુ નેતૃત્વ ભારતને વૈશ્વિક પ્રસિદ્ધિ અપાવી રહ્યું છે રશિયાના રાજદૂત

પહલગામ હુમલાને રશિયાના એમ્બેસેડરે ખૂલીને વાત કરી હતી. રશિયાના એમ્બેસેડર ડેનિસ અલીપોવે પીએમ નરેન્દ્ર મોદીના પણ વખાણ કર્યા હતા. જાણો રશિયાના એમ્બેસેડર ડેનિસ અલીપોવે પહલગામ હુમલાને લઈને શું-શું કહ્યું. 

આતંકવાદ મુદ્દે બેવડા ધોરણો ના હોઈ શકે, મોદીનુ નેતૃત્વ ભારતને વૈશ્વિક પ્રસિદ્ધિ અપાવી રહ્યું છે રશિયાના રાજદૂત
Image Credit source: Photos Credit: IANS
| Updated on: May 28, 2025 | 6:24 PM

પહલગામ આતંકવાદી હુમલા પર રશિયાના એમ્બેસેડર ડેનિસ અલીપોવ કહે છે કે, “તમે જાણો જ છો કે પહલગામમાં જે બનાવ બન્યો એ જઘન્ય ગુનો હતો. 22 એપ્રિલના રોજ થયેલો આ એક ભયંકર હુમલો હતો અને તેની ઘણી નિંદા કરવામાં આવી હતી. હુમલા બાદ રશિયા સહિત તમામ લોકો ભારતના સપોર્ટમાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ પુતિને આ દુર્ઘટના વિશે જાણ થતાં જ પ્રતિક્રિયા આપી અને વડાપ્રધાન મોદીને એક ખાસ સંદેશ મોકલ્યો હતો. એમ પણ કહ્યું કે, અમે અપેક્ષા રાખીએ છીએ કે ગુનેગારોને શોધવામાં આવશે અને તેમને કડક સજા આપવામાં આવશે. અમે હંમેશા કહ્યું છે કે, આતંકવાદ પર કોઈ બેવડા ધોરણો હોઈ શકે નહીં, પછી ભલે તે સરહદ પારનો હોય કે અન્ય કોઈ પ્રકારનો…”

રશિયન એમ્બેસેડર ડેનિસ અલીપોવે વધુમાં કહ્યું કે, “બ્રહ્મોસ મિસાઇલ ભારતમાં બનાવવામાં આવે છે અને તે એક ભારતીય ઉત્પાદન છે. બ્રહ્મોસ મિસાઇલ ભારત અને રશિયાના સંયુક્ત સહયોગથી બનાવવામાં આવી છે. અમારી પાસે આ મિસાઇલની ડિઝાઇન છે અને અમે આ સહયોગના પરિણામથી ખૂબ જ સંતુષ્ટ છીએ. અમે આ દિશામાં હજુ આગળ વધવા માંગીએ છીએ અને બીજા ઘણા મુદ્દાઓમાં માટેનું પણ આયોજન ચાલી રહ્યું છે.”


ડેનિસ અલીપોવે પીએમ નરેન્દ્ર મોદી વિશે જણાવતા કહ્યું કે, “મને નથી લાગતું કે દુનિયામાં ક્યાંય પણ કોઈ એવું હોય કે જે પીએમ મોદીની વિશ્વસનીયતા પર શંકા કરે. તેમનું મજબૂત નેતૃત્વ જ દેશને વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધિ અપાવી રહ્યું છે.”

દેશના વિભિન્ન પ્રાંતના સમાચાર જાણવા માટે આપ અમારા ટોપિક પર ક્લિક કરો.

Published On - 5:44 pm, Wed, 28 May 25