ઉદયપુર હત્યાકાંડ સાથે 26/11નું શું છે કનેક્શન? જાણો કન્હૈયાના હત્યારાએ આ બાઈક નંબર માટે કર્યો હતો કેટલો ખર્ચ

|

Jul 01, 2022 | 9:56 PM

પોલીસે હત્યારાઓની બાઈક જપ્ત કરી લીધી છે, પરંતુ તપાસ એજન્સીઓ (Udaipur Murder) બાઈક નંબર પાછળની હકીકતો અને સ્ટોરી ભેગી કરવામાં લાગી છે. હાલ કોર્ટે બંને આરોપીઓને અજમેર હાઈ સિક્યોરિટી જેલમાં મોકલી આપ્યા છે.

ઉદયપુર હત્યાકાંડ સાથે 26/11નું શું છે કનેક્શન? જાણો કન્હૈયાના હત્યારાએ આ બાઈક નંબર માટે કર્યો હતો કેટલો ખર્ચ
Udaipur Murder

Follow us on

Udaipur Murder: ઉદયપુરમાં (Udaipur) ટેલર કન્હૈયાલાલની હત્યા સાથે જોડાયેલા કેસમાં એક નવો ખુલાસો સામે આવ્યો છે. કન્હૈયાલાલની હત્યા એક વિચારેલું કાવતરું હતું અને હવે આ આખા કેસમાં આરોપીઓની વિચારસરણીનો પણ ખુલાસો થયો છે. રિયાઝની નફરતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેની બાઈકનો નંબર 2611 હતો. આ નંબર મુંબઈ આતંકી હુમલાની તારીખ સાથે જોડાયેલો છે. રિપોર્ટ્સ મુજબ 2611 નંબર (Bike Number) મેળવવા માટે રિયાઝે RTOમાં 5000 રૂપિયાની લાંચ પણ આપી હતી. આ બાઈક પર તે ગૌસ સાથે કન્હૈયાલાલની હત્યા કરવા પહોંચ્યો હતો. આવામાં બાઈકનો નંબર દર્શાવે છે કે તે મુંબઈ આતંકી હુમલાથી પ્રભાવિત થયો હતો.

હત્યાના આરોપી રિયાઝે 2013માં આ બાઈક ખરીદી હતી. કહેવામાં આવી રહ્યું છે કે RJ 27 AS 2611 નામની આ બાઈક સાથે રિયાઝને ખૂબ લગાવ હતો, તેથી તે મર્ડર કરવા માટે તે જ બાઈક પર ગૌસ સાથે આવ્યો હતો. આ પછી બંને એક જ બાઈક પર ફરાર થઈ ગયા હતા. પરંતુ પોલીસે હવે બાઇક જપ્ત કરી લીધી છે, પરંતુ તપાસ એજન્સીઓ આ નંબર પાછળની હકીકતો અને વાર્તાઓ ભેગી કરવામાં બિઝી છે. હાલ કોર્ટે બંને આરોપીઓને અજમેર હાઈ સિક્યોરિટી જેલમાં મોકલી દીધા છે.

રિયાઝનો ઈરાદો સ્પષ્ટ કરે છે બાઈક નંબર 2611

કન્હૈયાલાલની ઘાતકી હત્યાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ વીડિયો 28 જૂનની સાંજે 6.30 વાગ્યાનો છે, જ્યારે રિયાઝ અને ગૌસે દુકાનમાં ઘૂસીને કન્હૈયાલાલની નિર્દયતાથી હત્યા કરી હતી. આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે રિયાઝ અને ગૌસ કન્હૈયાલાલના ઘરમાં તેને મારી નાખવાના ઈરાદે ઘૂસી રહ્યા છે. હત્યાની બે મિનિટ પહેલાનો આ વીડિયો છે. પીળા ટી-શર્ટમાં દેખાતો છોકરો નાઝીમ છે. એ જ નાઝીમ કે જેના પર કન્હૈયાલાલ વિરુદ્ધ ષડયંત્ર રચવાનો આરોપ છે, જ્યારે કાળા શર્ટમાં દેખાતો છોકરો વસીમ છે. વીડિયોમાં નાઝીમ ઈશારો કરે છે અને પછી રિયાઝ અને ગૌસ કન્હૈયાલાલની હત્યા કરે છે.

આ પણ વાંચો

હત્યા કર્યા બાદ બંને ત્યાંથી બાઇક પર ફરાર થઇ ગયા હતા જે બાઈકને તપાસ એજન્સીએ જપ્ત કરી લીધું છે. આ બાઈક રિયાઝના નામે રજીસ્ટર્ડ છે. આ બાઈકના નંબરમાં જ રિયાઝના ઇરાદાનો સ્પષ્ટ થઇ રહ્યો છે કારણ કે આ બાઇકનો નંબર 2611 છે.

ISISને આદર્શ માનતા હતા રિયાઝ અને ગૌસ

આ બંને આરોપીઓ ISISને પોતાના આદર્શ માનતા હતા. બંને અવારનવાર ISIS અને તાલિબાનના વીડિયો જોતા હતા. તેઓ હિંદુઓને નાસ્તિક સમજે છે અને તેમનામાં ગભરાટ ફેલાવવાના હેતુથી જ્યારે નુપુર શર્માના નિવેદન પછી દેશના ઘણા ભાગોમાં પથ્થરમારો કરવામાં આવ્યો, ત્યારે તેમને લાગ્યું કે તેમના ધર્મના હીરો બનવાની આ તેમના માટે સુવર્ણ તક છે. કન્હૈયાલાલ દ્વારા નુપુર શર્માની પોસ્ટ પર આપેલી પ્રતિક્રિયા બાદ તેણે કન્હૈયાને સૌથી સરળ ટાર્ગેટ સમજ્યો હતો. પરંતુ તેમના નિશાના પર ઘણા મોટા લોકો હતા, પરંતુ ત્યાં સુધી તેમનું પહોંચવું સરળ ન હતું.

બંને આરોપીઓને તેમના કરેલી કૃત્ય માટે નથી કોઈ પસ્તાવો

સૂત્રોના જણાવ્યા મુજબ જ્યારે પોલીસની કસ્ટડીમાં તેમની પૂછપરછ કરવામાં આવી હતી, ત્યારે તે બંનેને તેમના કૃત્ય માટે કોઈ પસ્તાવો નથી. બંને હજુ પણ પોલીસની સામે પોતપોતાના ધર્મને લઈને પોતાનો હેતુ પૂરો કરવાનો દાવો કરી રહ્યા છે. તેઓ કહે છે કે ભલે તેઓ તેમના ધર્મ માટે બલિદાન આપી દે, પરંતુ તે પછી પણ તેમના ગ્રુપના ઘણા લોકો એવા છે જેઓ હવે ભારતને ઈસ્લામિક દેશ બનાવવા માટે લાગેલા છે અને આવનારા દિવસોમાં કપટ કરનારાઓનું પરિણામ કન્હૈયાલાલ કરતા પણ ખરાબ આવશે.

લાંબા સમયથી સ્લીપર સેલની જેમ એક્ટિવ હતા રિયાઝ અને ગૌસ

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપી 2014માં ટ્રેન દ્વારા 45 દિવસ માટે પાકિસ્તાન ગયો હતો, જ્યાં તે મોટાભાગે એવા લોકોના સંપર્કમાં હતો, જેઓ કોઈને કોઈ રીતે વિવિધ આતંકવાદી ગ્રુપ સાથે સંકળાયેલા હતા. પાકિસ્તાનના આકાઓના આદેશ પર છેલ્લા કેટલાય સમયથી રાજસ્થાનમાં રહેતા બંને સ્લીપર સેલની જેમ કામ કરતા હતા. ઘણા સમયથી તેના આકાઓનો તે અલગ-અલગ એપ દ્વારા સંપર્ક કરતો હતો. તેમનો હેતુ કન્હૈયાલાલની હત્યા કર્યા પછી અજમેર જવાનો હતો.

Next Article