સુપ્રીમ કોર્ટની યુટ્યુબ ચેનલ થઈ હેક, ઓપન કરતા જ ચાલ્યો અમેરિકાનો Video

|

Sep 20, 2024 | 2:53 PM

દેશની સર્વોચ્ચ અદાલતની સત્તાવાર યુટ્યુબ ચેનલ હેક થઈ છે. સુપ્રીમ કોર્ટની યુટ્યુબ ચેનલને કોઈકે હેક કરી લીધી છે. ચેનલ ઓપન કરતા જ તેના પર અમેરિકી ક્રિપ્ટોકરન્સી XRPની એડ વાગવા લાગે છે. સુપ્રીમ કોર્ટની સંવેધાનિક પીઠો સમક્ષ સૂચિબદ્ધ કેસો અને જનહિત સાથે જોડાયેલા કેસોની સુનાવણીના લાઈવ સ્ટ્રીમિંગ માટે આ યુટ્યુબ ચેનલનો ઉપયોગ થાય છએ.

સુપ્રીમ કોર્ટની યુટ્યુબ ચેનલ થઈ હેક, ઓપન કરતા જ ચાલ્યો અમેરિકાનો Video

Follow us on

દેશની સુપ્રીમ કોર્ટની સત્તાવાર યુટ્યુબ ચેનલનને હેક કરાઈ હોવાના ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છએ. ચેનલને ઓપન કરતા જ અમેરિકી ક્રિપ્ટોકરન્સી XRPની એડનો વીડિયો પ્લે થઈ જાય છે. તેના પર અમેરિકી કંપની રિપલ લેબ્સની ક્રિપ્ટોકરેન્સી XRPની એડ વીડિયો શો કરી રહ્યો છે.

સુપ્રીમ કોર્ટની યુટ્યુબ ચેનલને કોઈકે હેક કરી લેતા તેમા રહેલા સુનાવણીના તમામ વીડિયો ગાયબ છે. ચેનલ ઓપરન કરતા જ તેના પર અમેરિકાનો વીડિયો પ્લે થઈ જાય છે. અમેરિકી કંપની રિપલ લૈબ્સને ક્રિપ્ટોકરેન્સી XRPનો એડ વીડિયો શો કરી રહ્યો છે. વીડિયો ઓપન કરતા તેના પર કંઈ જોવા મળતુ નથી.

વીડિયોની નીચે લખેલુ હતુ, “બ્રેંડ ગાર્લિંગહાઉસ રિપલ રેસપોન્ડ્સ ટુ ધ એસઈસી 2 બિલિયન ડૉલર ફાઈન ! XRP પ્રાઈઝ પ્રેડિક્શન” સર્વોચ્ચ ન્યાયાલય સંવિધાન પીઠ સમક્ષ સૂચિબદ્ધ મામલાઓ અને જનહિત સાથે જોડાયેલા કેસની સુનાવણીના લાઈવ પ્રસારણ માટે યુટ્યુબ ચેનલનો ઉપયોગ થાય છે. સર્વોચ્ચ અદાલતે 2018માં બંધારણની પીઠ સમક્ષ તમામ કેસોનું લાઈવ પ્રસારણ કરવાનો નિર્ણય કર્યો હતો.

ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન
શ્રાદ્ધમાં આ સરળ ટીપ્સની મદદથી બનાવો દૂધપાક
આજનું રાશિફળ તારીખ : 20-09-2024

સુપ્રીમ કોર્ટની યુટ્યુહ ચેનલ હેક

હાલમાં જ સુપ્રીમ કોર્ટે કોલકાતાના આરજીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ટ્રેઈની ડૉક્ટર સાથે થયેલા રેપ અને ત્યારબાદ તેની હત્યાના કેસની સુનાવણીનું લાઈવ સ્ટ્રીમિંગ કર્યુ હતુ. પરંતુ આ વીડિયો પણ હાલ યુટ્યુબ ચેનલ પરથી ગાયબ છે અને અન્ય વીડિયો પણ ગાયબ છે. ચેનલને કોણે હેક કરી અને ક્યાંથી કરી તેની હાલ કોઈ જાણકારી પ્રાપ્ત નથી થઈ. તેની તપાસ કરવામાં આવી રહી છે.

આ દિવસોમાં, હેકર્સ મોટા પાયે લોકપ્રિય યુટ્યુબ ચેનલોને નિશાન બનાવી રહ્યા છે. હેકર્સને તેના સીઈઓ બ્રાડ ગાર્લિંગહાઉસનું નકલી એકાઉન્ટ બનાવવાથી રોકવામાં નિષ્ફળ રહેવા બદલ રિપલે પોતે યુટ્યુબ પર દાવો માંડ્યો છે. તત્કાલિન CJI UU લલિતની અધ્યક્ષતામાં પૂર્ણ અદાલતની બેઠકમાં, મુખ્ય સુનાવણીનું લાઇવ સ્ટ્રીમિંગ કરવાનો સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અંતર્ગત સુપ્રીમ કોર્ટે 2018માં નિર્ણય લીધો હતો કે તમામ બંધારણીય બેંચની સુનાવણી યુટ્યુબ ચેનલ પર લાઈવ-સ્ટ્રીમ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટની કાર્યવાહીનું લાઇવ સ્ટ્રીમિંગ પહેલીવાર 27 સપ્ટેમ્બર 2022ના રોજ થયું હતું, જ્યારે તત્કાલીન CJI NV રમન્નાએ તેમની નિવૃત્તિના દિવસે 5 કેસમાં ચુકાદો આપ્યો હતો.

 દેશના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article