Supreme Court માં હવે સપ્તાહમાં બે દિવસ કરાશે ફિઝિકલ સુનાવણી, 20 ઓક્ટોબરથી લાગુ પડશે નિયમ

|

Oct 08, 2021 | 6:35 AM

Supreme Court Physical Hearing: કોરોના મહામારીને કારણે ગયા વર્ષે માર્ચથી વિડીયો-કોન્ફરેન્સના માધ્યમથી કરી સુનાવણી કરી રહયા છે. જેથી વકીલો માંગ કરી રહ્યા હતા કે કોર્ટરૂમમાં સુનાવણી તાત્કાલિક ફરી શરૂ કરવામાં આવે.

Supreme Court માં હવે સપ્તાહમાં બે દિવસ કરાશે ફિઝિકલ સુનાવણી, 20 ઓક્ટોબરથી લાગુ પડશે નિયમ
Supreme Court

Follow us on

Supreme Court : કોર્ટરૂમમાં ફિઝિકલ સુનાવણી (Physical Hearing) ફરી શરૂ કરવા તરફ એક પગલું ભરતા સુપ્રીમ કોર્ટે ગુરુવારે કહ્યું કે 20 ઓક્ટોબરથી બુધવાર અને ગુરુવારે સૂચિબદ્ધ તમામ બાબતોની સુનાવણી વકીલો અને વાદીઓની સીધી હાજરીમાં કરવામાં આવશે.

કોરોના (Covid-19) મહામારીને કારણે ગયા વર્ષે માર્ચથી વિડીયો-કોન્ફરેન્સના માધ્યમથી કરી સુનાવણી કરી રહયા છે. જેથી વકીલો માંગ કરી રહ્યા હતા કે કોર્ટરૂમમાં સુનાવણી તાત્કાલિક ફરી શરૂ કરવામાં આવે. મોડી સાંજે જારી કરવામાં આવેલી નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) માં, સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ નિર્ણય બાર તરફથી મળેલા પ્રોત્સાહક પ્રતિભાવ અને સીધી ચેનલ દ્વારા સુનાવણીને વધુ સરળ બનાવવા માટે લેવામાં આવ્યો છે.

વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટ કાર્યવાહીમાં ભાગ લેવાનો મૂળભૂત અધિકાર જાહેર કરવાની માંગ પર સુપ્રીમ કોર્ટે નોટિસ જારી કરી હતી. અરજદારોએ વિવિધ હાઈકોર્ટના વહીવટી આદેશોને પડકાર્યા હતા, જે અંતર્ગત કોર્ટને સામાન્ય સુનાવણી માટે ખોલવામાં આવી હતી. અરજદારે કહ્યું કે વીડિયો કોન્ફરન્સિંગ સુનાવણી સંપૂર્ણપણે બંધ ન થવી જોઈએ. અદાલતની કાર્યવાહી મિશ્ર રીતે ચાલવી જોઈએ.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

હાઈકોર્ટની કાર્યવાહી સંપૂર્ણપણે સામાન્ય
એસોસિએશન ઓફ ઓલ ઇન્ડિયા જ્યુરિસ્ટ્સ એન્ડ એડવોકેટ્સે 16 ઓગસ્ટના ઉત્તરાખંડ હાઇકોર્ટના વહીવટી આદેશને પડકાર્યો હતો. આ અંતર્ગત 24 ઓગસ્ટથી હાઈકોર્ટની કાર્યવાહી સંપૂર્ણપણે સામાન્ય થઈ ગઈ હતી. સંસ્થાએ કહ્યું કે કોરોના હજુ પણ સંપૂર્ણ રીતે સમાપ્ત થયો નથી. આ સિવાય વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સાંભળવાના ઘણા ફાયદા છે. તેથી, તે ચાલુ રાખવું જોઈએ. જ્યારે વકીલો સામે ઉભા હોય, તો જ વધુ સારી સુનાવણી થઈ શકે. સિનિયર વકીલોને સાંભળીને જુનિયર વકીલો પણ શીખે છે.

સંક્ષિપ્ત સુનાવણી બાદ કોર્ટે આ મામલે ઉત્તરાખંડ, બોમ્બે, MP અને કેરળ હાઇકોર્ટની રજિસ્ટ્રીને નોટિસ આપી હતી. કોર્ટે આ મુદ્દે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનને નોટિસ પણ જારી કરી હતી.

આ પણ વાંચો: હવે સ્વીગીના કર્મચારીઓને મળશે કમાણીની તકો, કંપની લાવ્યું છે આ ખાસ ઓફર

આ પણ વાંચો: Ahmedabad: ‘અબ કી બાર પેટ્રોલ 100 કે પાર’, બેનર્સ સાથે કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓએ કર્યું વિરોધ પ્રદર્શન

Next Article