Supreme court on live-in relationships: સુપ્રીમ કોર્ટે આપ્યો નિર્ણય, અરજી સાંભળવાની કરી મનાઈ, વાંચો કયા કેસને ધ્યાને લેવાયો

|

Mar 20, 2023 | 3:49 PM

લિવ-ઈનમાં રહેતા લોકોની સંખ્યા વિશે માહિતી એકત્ર કરવી જોઈએ. આ માહિતી ત્યારે જ મળશે જ્યારે લિવ ઇન રિલેશનનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવશે.

Supreme court on live-in relationships: સુપ્રીમ કોર્ટે આપ્યો નિર્ણય, અરજી સાંભળવાની કરી મનાઈ, વાંચો કયા કેસને ધ્યાને લેવાયો
Image Credit source: Google

Follow us on

સુપ્રીમ કોર્ટે લિવ-ઈન રિલેશનશિપની નોંધણીની માંગને ફગાવી દીધી છે. કોર્ટે તેને અવ્યવહારુ ગણાવ્યું છે. અરજીમાં શ્રદ્ધા વાલ્કર અને નિક્કી યાદવ હત્યા કેસનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે ગોપનીય રીતે ચાલતા આવા સંબંધો જઘન્ય અપરાધોનું કારણ બની રહ્યા છે.

આ પણ વાચો: Shraddha Murder Case : 5 દિવસમાં બનાવી નવી ગર્લફ્રેન્ડ, તે ઘરે આવે ત્યારે શ્રદ્ધાના શરીરના ટુકડા ફ્રિજમાંથી કાઢી સંતાડી દેતો, મર્ડર મીસ્ટ્રીનો સૌથી મોટો ખુલાસો

જ્યારે આ મામલો ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જેબી પારડીવાલાની બેંચ સમક્ષ આવ્યો ત્યારે તેમણે તેના પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. ચીફ જસ્ટિસે કહ્યું કે, આ તે કેવા પ્રકારની માંગ છે? તમને કેવી રીતે લાગે છે કે લોકો આવા સંબંધની નોંધણી કરાવવા માંગશે? આવી અરજીને ફાઈન લગાવીને ફગાવી દેવી જોઈએ.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

મુખ્ય ન્યાયાધીશે વકીલને પૂછ્યું

મુખ્ય ન્યાયાધીશે અરજદાર તરફથી હાજર રહેલા વકીલને પૂછ્યું કે તે શું ઈચ્છે છે. લિવ ઇન રિલેશનશિપની નોંધણી ક્યાં થશે? વકીલે કહ્યું કે, કેન્દ્ર સરકારે આ માટે વ્યવસ્થા કરવી જોઈએ. આ પછી કોર્ટે સુનાવણી કરવાનો ઇનકાર કરતા અરજીને ફગાવી દીધી હતી.

જ્યારે નોંધણી ફરજિયાત કરવામાં આવે

સુપ્રીમ કોર્ટના વકીલ મમતા રાની દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, લિવ-ઈન પાર્ટનરની સુરક્ષા માટે પોલીસ પાસે તેમના સંબંધોની માહિતી હોવી જરૂરી છે. લિવ-ઈનમાં રહેતા લોકોની સંખ્યા વિશે માહિતી એકત્ર કરવી જોઈએ. આ માહિતી ત્યારે જ મળશે જ્યારે લિવ ઇન રિલેશનનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવશે.

અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે લિવ-ઈન રિલેશનમાં રહેતા લોકોને સુરક્ષા આપી છે, જેઓ ઘણા આદેશોમાં જોખમનો સામનો કરી રહ્યા છે. આવા સંબંધોને મૂળભૂત અધિકારોના દાયરામાં ગણવામાં આવે છે. પરંતુ હાલમાં આવા સંબંધોની નોંધણી માટેની કોઈ વ્યવસ્થા નથી.

શ્રદ્ધા મર્ડર કેસ

દિલ્હીના ચર્ચીત શ્રદ્ધા મર્ડર કેસના આરોપી આફતાબ વિરુદ્ધ પોલીસને અનેક પુરાવા મળ્યા છે. જેમાં પોલીસે ચોંકાવનારો ખુલાસા કરતા કહ્યું હતુ કે આફતાબે શ્રદ્ધાના મર્ડર બાદ બીજી ગર્લ ફ્રેન્ડ પણ બનાવી લીધી હતી. તે જ્યારે તેને મળવા તેના ફ્લેટમાં આવતી ત્યારે આફતાબ ફ્રિજમાંથી શ્રદ્ધાના મૃતદેહના ટુકડા કાઢીને રસોડામાં સંતાડી દેતો હતો, જ્યારે ગર્લફ્રેન્ડ પાછી ફરતી ત્યારે તે શ્રદ્ધાના શરીરના ટુકડાને પાછા ફ્રીજમાં મૂકી દેતો હતો. તેમજ આફતાબે એ વાત સ્વીકારી છે કે તેણે શ્રદ્ધાના હાડકાં પીસીને તેનો પાવડર બનાવી દીધો હતો.

Published On - 3:27 pm, Mon, 20 March 23

Next Article