વધી રહેલી ગરમીના વાતાવરણ વચ્ચે, ટ્રેન રદ થવા પર રેલ્વેએ આપ્યો ધુમ્મસનો તર્ક

|

Feb 28, 2021 | 2:17 PM

પૂર્વ મધ્ય રેલ્વેએ જુદી જુદી તારીખે પાંચ ટ્રેનોને રદ કરી છે. આ માટે કારણ જણાવ્યું છે કે અત્યારે ધુમ્મસ વધુ છે. જ્યારે અહેવાલ મુજબ વધી રહેલી ગરમીમાં ધુમ્મસનું પ્રમાણ ઘણું ઘટી ગયું છે.

વધી રહેલી ગરમીના વાતાવરણ વચ્ચે, ટ્રેન રદ થવા પર રેલ્વેએ આપ્યો ધુમ્મસનો તર્ક
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

ગરમી દિવસે દિવસે વધી રહી છે. અહેવાલ અનુસાર બિહારની રાજધાની પટણા સહિત રાજ્યમાં ક્યાંય ધુમ્મસની સ્થિતિ નથી જોવા મળી રહી. તેમજ બિહારની સરહદે પડોશી રાજ્યોમાં પણ ધુમ્મસ ઓછું થઇ ગયું છે. પરંતુ રેલ્વે બોર્ડના અધિકારીઓને હજી પણ ધુમ્મસ ટ્રેનોની કામગીરીમાં અડચણ ઉભી કરી રહ્યું છે. આ જ તર્ક સાથે પૂર્વ મધ્ય રેલ્વેએ પટના સહિત ઝોનના વિવિધ સ્ટેશનોથી આવતી ઘણી મહત્વપૂર્ણ ટ્રેનોને અલગ અલગ તારીખે રદ કરી દીધી છે. આ ટ્રેનો રદ થતાં એડવાન્સમાં રિઝર્વેશન કરનારા મુસાફરોની મુશ્કેલીઓમાં વધારો થયો છે.

પૂર્વ મધ્ય રેલ્વેએ જુદી જુદી તારીખે પાંચ ટ્રેનોને રદ કરી છે. પૂર્વ મધ્ય રેલ્વેના ચીફ પેસેન્જર મેનેજરે આ માહિતીને દૂર કરી દીધી છે. વિશેષ વાત એ છે કે જે ટ્રેનોના રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે તે બધી મહત્વપૂર્ણ ટ્રેનો છે, ખાસ કરીને પટણાથી નવી દિલ્હી સુધીની ક્રાંતિ અને પાટલીપુત્રથી આવતી કામાખ્યા આનંદ વિહાર એક્સપ્રેસનું નામ સામેલ છે.

ટ્રેનો રદ થવા અંગે બિહાર દૈનિક યાત્રી સંઘના મહામંત્રી શોએબ કુરેશીએ જણાવ્યું હતું કે રેલ્વે જાણી જોઈને મુસાફરોને મુશ્કેલીમાં મુકી રહી છે.

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

રેલ્વે તરફથી કહેવામાં આવ્યું છે કે મહત્વનું છે કે રેલ્વે બોર્ડના આદેશ પર ધુમ્મસના કારણે કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે. ડીડીયૂથી કાનપુર અને ઇટાવા વચ્ચે ધુમ્મસ છવાયેલ હોવાને કારણે ટ્રેનોના સંચાલનમાં તકલીફો આવી રહી છે. આથી જ ટ્રેનો રદ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે રાત્રે પણ બક્સર અને ડીડીયુ વચ્ચે ધુમ્મસની સ્થિતિ બની રહે છે.

આ અગાઉ પણ રેલ્વે મંત્રાલયે વધી રહેલા ભાડા પર કોરોનાનો તર્ક આપ્યો હતો. ઘણી જગ્યાએ બે ઘણું ભાડું થવા પર રેલ્વેએ કહ્યું હતું કે કોરોનામાં લોકો બિનજરૂરી મુસાફરી ના કરે તેના માટે ભાડું વધારવામાં આવ્યું છે.

 

Next Article