MSP પર સરકાર દ્વારા અત્યાર સુધીમાં સૌથી વધુ ખરીદી, લાખો ખેડૂતોને થયો ફાયદો

|

Jan 16, 2021 | 3:16 PM

MSP એટલે પાકના લઘુત્તમ ટેકાના ભાવ, જેના આધારે સરકાર ખેડૂતો પાસેથી ખરીદી કરે છે.MSP ને જાહેરાત સરકાર દ્વારા વર્ષમાં બે વાર રવિ પાક અને ખરીફ પાકની ખરીદી વખતે કરવામાં આવે છે. .MSP એટલા માટે નક્કી કરવામાં આવે છે કે ખેડૂતોને કોઈ પણ સ્થિતિમાં પાકનો ઓછામાં ઓછો ભાવ મળી રહે છે.

MSP પર સરકાર દ્વારા અત્યાર સુધીમાં સૌથી વધુ ખરીદી, લાખો ખેડૂતોને થયો ફાયદો
14 જાન્યુ. 2021 સુધી રૂ. 4772.45 કરોડની કપાસની 84,69,173 ગાંસડી ખરીદી

Follow us on

દર વર્ષની જેમ આ વર્ષે પણ ખરીફ સીઝન દરમિયાન સરકારે જાહેર કરેલા MSP – લઘુત્તમ ટેકાના ભાવે ખેડૂતો પાસેથી પાકની ખરીદી કરવામાં આવી રહી છે. ચાલુ વર્ષ દરમિયાન ટેકાના ભાવે ધાનની પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, તેલંગાણા, ઉત્તરાખંડ, તમિલનાડુ, ચંદીગઢ, જમ્મુ-કાશ્મીર, કેરલ, ગુજરાત, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ઓડીશા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ખરીદી સુચારુ રૂપે કરવામાં આવી રહી છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, તેલંગાણા, આંધ્રપ્રદેશ. ઓડીશા અને કર્ણાટકમાંથી સરકાર ટેકાના ભાવે કપાસની ખરીદી કરી રહી છે. 14 જાન્યુઆરી 2021 સુધી કપાસની 84,69,173 ગાંસડીની ખરીદી કરી જેની કિંમત 24772.45 કરોડ રૂપિયા થાય છે. ટેકાના ભાવે કપાસની ખરીદીથી 1725459 ખેડૂતોને લાભ થયો છે.

MSP પર ધાનની રેકોર્ડબ્રેક ખરીદી
સરકારે ગતવર્ષે ટેકાના ભાવે 439.52 લાખ મેટ્રિક ટન ખરીદી કરી હતી, જેની તુલનામાં આ વર્ષે 14 જાન્યુઆરી સુધીમાં સરકારે 558.88 લાખ મેટ્રિક ટન ખરીદી કરી છે. આ વર્ષે ટેકાના ભાવે ધાનની ખરીદી ગત વર્ષ કરતા 27.15% વધુ થઇ છે. ટેકાના ભાવે ધાનનું કુલ 558.88 લાખ મેટ્રિક ટન ખરીદીમાં એકલા પંજાબમાંથી 202.77 લાખ મેટ્રિક ટન ખરીદી કરવામાં આવી છે.

દાળ, તેલીબીયા અને ટોપરાની ખરીદી
ચાલુ વર્ષે ખરીફ સીઝનમાં સરકાર દ્વારા ધાન ઉપરાંત ટેકાના ભાવે દાળ, તેલીબીયા અને ટોપરાની ખરીદી કરવામાં આવી. તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, તેલંગાણા, ગુજરાત, હરિયાણા ઉત્તરપ્રદેશ, ઓડીશા, રાજસ્થાન અને આંધ્રપ્રદેશમાંથી મુલ્ય સમર્થન યોજના-PMS અંતર્ગત 51.66 લાખ મેટ્રિક ટન દાળ અને તેલીબીયાની ખરીદી કરવામાં આવી છે. આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ અને કેરલ જેવા રાજ્યો.માંથી 1.23 લાખ મેટ્રિક ટન ટોપરાની ખરીદી કરવામાં આવી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

MSP પર દાળની રેકોર્ડબ્રેક ખરીદી
14 જાન્યુઆરી 2021 સુધીમાં સરકારે નોડલ એજેન્સી મારફત ટેકાના ભાવે 1560.23 કરોડ રૂપિયાની મગ, અડદ, મગફળી અને સોયાબિનની 291566.35 લાખ મેટ્રિક ટનની રેકોર્ડબ્રેક ખરીદી કરી. ટેકાના ભાવે દાળની આ ખરીદીમાં તમિલનાડુ, મહારાષ્ટ્ર ગુજરાત, હરિયાણા અને રાજસ્થાનના 1,54,980 ખેડૂતોને લાભ થયો.

Next Article