સરકાર લેશે ગૌ વિજ્ઞાન પરીક્ષા જાણો કેવું હશે પરીક્ષાનું માળખું અને ક્યારે લેવાશે પરીક્ષા

|

Jan 06, 2021 | 3:30 PM

રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્વારા એલાન કરવામાં આવ્યું છે કે દેશભરમાં ગાયથી થનારા ફાયદા અને તેના પ્રચાર માટે  એક પરીક્ષાનું આયોજન કરવામાં આવશે.

સરકાર લેશે ગૌ વિજ્ઞાન પરીક્ષા જાણો કેવું હશે પરીક્ષાનું માળખું અને ક્યારે લેવાશે પરીક્ષા

Follow us on

રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે દેશભરમાં ગાયથી થનારા ફાયદા અને તેના પ્રચાર માટે  એક પરીક્ષાનું આયોજન કરવામાં આવશે . આ પરીક્ષાનું નામ ‘કામધેનુ ગૌ વિજ્ઞાન પરીક્ષા’ હશે.  જણો પરીક્ષા ક્યારે થશે , શું ઇનામ મળશે અને પરીક્ષા કોણ આપી શકશે.

કામધેનુ આયોગના અધ્યક્ષ વલ્લભભાઇ કથીરિયાએ મંગળવારે પરીક્ષા અંગે જાણકારી આપી અને જણાવ્યું કે પરીક્ષા એક જ દિવસ આયોજિત કરવામાં આવશે અને તેના માટે રજિસ્ટ્રેશન પ્રકિયા પણ શરુ થઇ ચુકી છે. જો તમે પણ આ પરીક્ષામાં ભાગ લેવા ઇચ્છો છો તો કામધેનુ આયોગની ઓફિશિયલ વેબસાઇટ પર જઇ અપ્લાઇ કરી શકો છો. આયોગે પણ પરીક્ષાને લઇ અનેક કેટેગરી જનરેટ કરી છે. ત્યાં જઇ રજિસ્ટ્રેશન કરી શકાય છે.

ક્યારે લેવાશે પરીક્ષા 

આ પરીક્ષા કામધેનુ રાષ્ટ્રીય આયોગ દ્વારા લેવામાં આવશે. પરીક્ષા ઓનલાઇન માધ્યમથી 25 ફેબ્રુઆરી 2021એ આયોજિત કરવામાં આવશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

કોણ લઇ શકશે પરીક્ષામાં ભાગ 

આ પરીક્ષા ચાર સ્તર પર લેવામાં આવશે. આમાં પ્રાથમિક લેવલ (8માં ધોરણ સુધી) સેકેન્ડરી લેવલ (9થી12 ધોરણ સુધી ) કોલેજ લેવલ (12માં ધોરણ બાદ  અને એક જનરલ પબ્લિક કેટેગરી પણ છે.

ફી કેટલી હશે

આ પરીક્ષાના રજિસ્ટ્રેશન માટે કોઇ ફી નહીં હોય

પરીક્ષામાં કેવા હશે સવાલો

પરીક્ષામાં પૂછાનારા સવાલોને લઇ આયોગે પોતાની વેબસાઇટ પર અભ્યાસક્રમ અને સ્ટડી મટીરીયલ પણ શેયર કર્યુ છે.

ક્યારે આવશે પરીક્ષાનું પરિણામ

પરીક્ષાનું પરિણામ એ જ વખતે આપવામાં આવશે અને જીતનારા ઉમેદવારનું એલાન 26 તારીખે કરવામાં આવશે.

શું હશે ઇનામ 

પરીક્ષામાં સફળ થનારા ઉમેદવારને કેશ પ્રાઇઝ અને સર્ટિફિકેટ આપવામાં આવશે. તેના માટે એક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવશે.

કેવું હશે પરીક્ષાનું માળખું

આ પરીક્ષા એક કલાકની હશે જેમાં મલ્ટીપલ ચોઇસ સવાલ પૂછવામાં આવશે. પરીક્ષામાં કોઇ નેગેટીવ માર્કિગ નહીં હોય. પરીક્ષાનું આયોજન અંગ્રેજી,હિંદી, ગુજરાતી, સંસ્કૃત, પંજાબી , મરાઠી , મલયાલમ,તમિલ,તેલુગુ, ઉડિયા ભાષામાં કરવામાં આવશે. સાથે જ દરેક કેટેગરીમાં પરીક્ષા માટે સમય પણ અલગ અલગ છે. મોબાઇલ અને લેપટોપથી પરીક્ષામાં ભાગ લઇ શકાશે. પરીક્ષામાં ભાગ લેનારા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઇટ પર 5 જાન્યુઆરીથી લઇ 18 ફેબ્રુઆરી સુધી રજિસ્ટ્રેશન કરાવી શકશે

 

Next Article