INS વિરાટ મામલે સરકાર નિષ્ક્રિય રહી અને હવે અડધુ ભંગાઈ ગયા બાદ સુપ્રીમનો સ્ટે

|

Feb 11, 2021 | 12:58 PM

નૌસેનાની આન બાન અને શાન રહેલા INS વિરાટને હાલમાં જ મુંબઇની એક શિપબ્રેક કંપની શ્રી રામ ગ્રૃપે હરાજી દરમિયાન સાડા 38 કરોડ રૂપિયામાં ખરીદ્યુ હતુ

INS વિરાટ મામલે સરકાર નિષ્ક્રિય રહી અને હવે અડધુ ભંગાઈ ગયા બાદ સુપ્રીમનો સ્ટે
INS VIRAT

Follow us on

નૌસેનાની આન બાન અને શાન રહેલા INS વિરાટને હાલમાં જ મુંબઇની એક શિપબ્રેક કંપની શ્રી રામ ગ્રૃપે હરાજી દરમિયાન સાડા 38 કરોડ રૂપિયામાં ખરીદ્યુ હતુ. ત્યાર બાદ તેને ગુજરાતના અલંગમાં સ્થિત શિપબ્રેકિંગ યાર્ડમાં લાવવામાં આવ્યુ આ યુદ્ધ જહાજની હરાજીના સમયથી જ એ માંગ થઇ રહી હતી કે તેને તોડવાને બદલે મ્યૂઝિયમ અથવા વૉર મેમોરિયલમાં ફેરવાવામાં આવે. પરંતુ ડિસેમ્બર મહિનાથી તેની સ્ક્રેપિંગ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં શરૂ થઇ ગઇ હતી.

28,700 ટન વજન ધરાવતા આ જહાજને કાપવા માટે બસોથી વધુ મજૂરોની જરૂર પડી છે, શ્રી રામ ગ્રૃપના ચેરમેન મુકેશ પટેલે ટીવી9 ભારતવર્ષ સાથે વાતચીત દરમિયાન જણાવ્યુ કે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આશ્ચર્યચકિત કરનાર છે કારણકે હમણા જે અવસ્થામાં આ શીપ છે તેને મ્યૂઝિયમમાં ફેરવવુ મુશ્કેલ છે સાથે જ આ શિપનો 40 થી 50 ટકા ભાગ કાપી નાંખવામાં આવ્યો છે. છેલ્લા બે અઢી મહિનાથી મજૂરો તેને તોડવામાં લાગ્યા છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ અમને ભારે નુક્શાન થઇ રહ્યુ છે કારણકે શીપને કાપવાનું કામ વચ્ચે અટકી ગયુ છે

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

તમને જણાવી દઇએ કે શ્રી રામ ગ્રૂપ દ્વારા આ યુદ્ધ જહાજની ખરીદી કરવામાં આવી ત્યારથી જ સતત તેને સંગ્રહાલયમાં ફેરવવાની માંગ ઉઠી રહી છે. મુંબઇ સ્થિત એક કંપનીએ આ શિપને શ્રીરામ ગ્રૂપ પાસેથી 100 કરોડમાં ખરીદવાનો પ્રસ્તાવ પણ મોકલ્યો હતો, પરંતુ સમયસર પેપરવર્કના અભાવને લીધે તેને કાપવામાંથી રોકી ન શકાયુ. આઈએનએસ વિરાટને તોડવાનું કામ બે મહિના પહેલા ગુજરાતમાં અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે શરૂ થયું હતું, અત્યાર સુધી તેનો મોટો ભાગ કાપવામાં આવ્યો છે પરંતુ આ દરમિયાન સુપ્રીમ કોર્ટે હવે આના પર સ્ટે મુક્યો છે અને હવે પછીના અપડેટ સુધી તેને તોડવામાં નહી આવે.

Next Article