INDIA FIGHTS COVID-19: મહામારીના આ સમયમાં તબીબી ઉપકરણોનું દાન કરવા સરકારે લોકોને કરી અપીલ

|

May 03, 2021 | 12:46 PM

ભારત હાલ COVID-19 મહામારીનો સામનો કરી રહ્યું છે. ભારત સરકાર લોકોને સમયસર આરોગ્ય સારવાર અને જરૂરી દવાઓ મળી રહે તે માટે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યું છે.

INDIA FIGHTS COVID-19: મહામારીના આ સમયમાં તબીબી ઉપકરણોનું દાન કરવા સરકારે લોકોને કરી અપીલ
તબીબી ઉપકરણોનું દાન કરવા સરકારે લોકોને કરી અપીલ

Follow us on

ભારત હાલ COVID-19 મહામારીનો સામનો કરી રહ્યું છે. ભારત સરકાર લોકોને સમયસર આરોગ્ય સારવાર અને જરૂરી દવાઓ મળી રહે તે માટે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યું છે. મેડિકલ સ્ટાફ, પેરા મેડિકલ સ્ટાફ, ડોકટરો અને તબીબી વ્યાવસાયિકો સહિતના બધા જ ફ્રન્ટલાઈન વર્કર્સ દર્દીઓનું જીવન બચાવવા માટે દેશની હોસ્પિટલોમાં સતત કાર્યરત છે.

મહામારીના આ કપરા સમયમાં દેશના ઘણાં નાગરિકો અને સંગઠનો લોકોની મદદ કરવા માટે આગળ આવ્યા છે. આવા લોકો દર્દીઓની જરૂરિયાતના તબીબી ઉપકરણો જેવા કે, ઓક્સિજન કન્સન્ટ્રેટર્સ, ઓક્સિજન સિલિન્ડર વગેરેનું દાન કરી શકે છે. ભારત સરકારના આ પ્રયાસમાં જોડાવાની ઇચ્છા ધરાવતા લોકો આ લીંક https://self4society.mygov.in/indiafightscovid19/ પર જઈ યોગદાન આપી શકે છે. દાન કરી શકાય તેવી ચીજોની સૂચક સૂચિ નીચે આપેલ છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Medical Equipment List

સંસ્થાઓ અને વ્યક્તિઓને આગળ આવવા અને તબીબી સાધનોનું દાન કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ માહિતી આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય અને રાજ્ય સરકારો સાથે શેર કરવામાં આવશે, જેથી દાન કરવામાં આવતી વસ્તુઓ ઝડપથી એકત્રિત કરી સંબંધિત જગ્યાઓ પર પહોચાડી શકાય.

Next Article