ચાર છોકરા સાથે ઘરેથી ભાગી છોકરી, લગ્ન કોની સાથે કરવા તેની થઈ મુંઝવણ, પછી લેવાયો આ નિર્ણય

|

Mar 04, 2021 | 11:39 AM

ઉત્તર પ્રદેશમાં અજીબોગરીબ ઘટના બની છે. એક યુવતી પહેલા તો ચાર છોકરાઓ સાથે ભાગી ગઈ, અને પછી લગ્ન કરવામાં મૂંઝાઈ ગઈ. ત્યાર બાદ આ રીતે પંચાયત બેસાડીને લેવાયો નિર્ણય.

ચાર છોકરા સાથે ઘરેથી ભાગી છોકરી, લગ્ન કોની સાથે કરવા તેની થઈ મુંઝવણ, પછી લેવાયો આ નિર્ણય
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

ઉત્તર પ્રદેશના આંબેડકરનગરના ટાંડા વિસ્તારમાં એક અજીબોગરીબ ઘટના બની છે. આ વિસ્તારમાં ચાર છોકરાઓ સાથે ભાગીને રહેતી એક યુવતી મૂંઝવણમાં મુકાઈ ગઈ હતી. એની મૂંઝવણ હતી કે ચારમાંથી કોની સાથે લગ્ન કરવા. તે એ નક્કી નહોતી કરી શકી કે ચારમાંથી કયો છોકરો વધુ પસંદ છે. ત્યારબાદ મામલો પંચાયતમાં ગયો અને આખરે ચિઠ્ઠી ઉપાડીને નિર્ણય લેવો પડ્યો.

આ કેસ આંબેડકર નગરના ટંડા કોટવાલીના અજીમનગર પોલીસ સ્ટેશન વિસ્તાર સાથે સંબંધિત આ ઘટના છે. સમગ્ર જિલ્લામાં તેની ચર્ચા થઈ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર યુવતીની મૂંઝવણ એટલી વધી ગઈ કે પંચાયત બેસાડવામાં આવી. અને ત્યારબાદ ચિઠ્ઠી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો. પાંચ દિવસ પહેલા યુવતી આ ચાર છોકરાઓ સાથે ઘરેથી ભાગી ગઈ હતી. છોકરાઓએ છોકરીને તેના સંબંધીઓના ત્યાં બે દિવસ છુપાવી રાખી હતી પરંતુ તેઓ બાદમાં પકડાઈ ગયા હતા. છોકરીના પરિવારે છોકરાઓ સામે કેસની તૈયારી શરૂ કરી હતી, તે દરમિયાન આ મામલો પંચાયતમાં ગયો હતો. પંચાયતે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. જ્યારે યુવતીને પૂછવામાં આવ્યું કે કોની સાથે લગ્ન કરશે, ત્યારે તે નક્કી કરી શકી નહીં.

પંચે ત્રણ દિવસની મંત્રના બાદ નિર્ણય કર્યો

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

બીજી તરફ છોકરાઓ પણ તેની સાથે લગ્ન કરવા તૈયાર નહોતા. ચાર છોકરામાંથી એક પણ તેની પોતાની મરજીથી લગ્ન કરવા માંગતા ન હતા પરંતુ પંચાયતના કહેવાથી તેઓએ ચિઠ્ઠી ઉછળીને આવેલા નિર્ણયને સ્વીકાર કરવો પડ્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે પંચોએ ત્રણ દિવસ સુધી બંધ રૂમમાં આ સમસ્યામાં સલાહ લીધા બાદ લગ્ન કરવાના નિર્ણયની આ પદ્ધતિ અપનાવી હતી.

બાળકે ઉપાડી ચિટ્ઠી

પંચાયતના નિર્ણય બાદ ચારેય છોકરાના નામની ચિટ્ઠી બોટલમાં મુકવામાં આવી હતી. પછી એક નાના બાળકને તેમાંથી એક ચિઠ્ઠી કાઢવાનું કહેવામાં આવ્યું. બાળકે ચિઠ્ઠી ઉપાડી અને ત્યાર બાદ મામલો થાળે પડ્યો હતો. છોકરીના લગ્ન તે છોકરા સાથે નક્કી કરવામાં આવ્યા, જેના નામની ચિઠ્ઠી નીકળી હતી.

Next Article