દેશની આ સૌથી મોટી કંપની શરૂ કરશે Corona Vaccination પ્રોગ્રામ- R-Surakshaa

|

Apr 24, 2021 | 10:59 AM

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા કર્મચારીઓ માટે વેક્સિનેશન પ્રોગ્રામ આર-સુરક્ષા (R-Surakshaa) જાહેરાત કરી છે. જેમાં 18 વર્ષથી ઉપરના બધા કર્મચારીઓ અને તેના પરિવારજનો1ને મેથી મફતમાં રસી આપવામાં આવશે.

દેશની આ સૌથી મોટી કંપની શરૂ કરશે Corona Vaccination પ્રોગ્રામ- R-Surakshaa
રિલાયન્સ

Follow us on

દેશભરમાં કોરોનાના સંક્ર્મણમાં વધારો થયો છે. દેશમાં વધતા જતા કોરોના સંક્રમણને જોતા દેશમાં કોરોના વેક્સિનેશનનો(Corona Vaccination) ચોથો તબક્કો 1 મેથી શરૂ થશે. આ તબક્કામાં 18 વર્ષથી ઉપરના લોકોને રસી આપવામાં આવશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા કર્મચારીઓ માટે વેક્સિનેશન પ્રોગ્રામ આર-સુરક્ષા (R-Surakshaa) જાહેરાત કરી છે. જેમાં 18 વર્ષથી ઉપરના બધા કર્મચારીઓ અને તેના પરિવારજનોને મેથી મફતમાં રસી આપવામાં આવશે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ના ચેરમેન અને એમડી મુકેશ અંબાણી અને ડિરેક્ટર નીતા અંબાણીએ રિલાયન્સ પરિવારના તમામ કર્મચારીઓને લખેલા પત્રમાં તેમને કહ્યું હતું કે તેઓને રસીકરણ વિના કોઈ વિલંબ કર્યા વિના લાભ લો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ચાલો આપણે જાણીએ કે દેશવ્યાપી રસીકરણ અભિયાન 16 જાન્યુઆરીએ શરૂ કરવામાં આવ્યું હતું. સ્વાસ્થ્યકર્મી માટે રસીકરણ 16 જાન્યુઆરીથી અને ફ્રન્ટલાઈન કામદારો માટે 2 ફેબ્રુઆરીથી શરૂ થયું હતું. 1 એપ્રિલથી 45 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે કોરોના રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું.
નોંધનીય છે શુક્રવારે એક જ દિવસે દેશમાં રેકોર્ડ 3,32,730 નવા કેસ નોંધાયા છે. આ સાથે, દેશમાં સંક્રમિતના કુલ કેસો વધીને 1,62,63,695 થઈ ગયા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર, 24 લાખથી વધુ લોકો હજી પણ સંક્રમિત છે જ્યારે 2,263 વધુ લોકોના મોત પછી મૃત્યુની સંખ્યા 1,86,920 પર પહોંચી ગઈ છે.

Next Article