ચીની કંપનીઓ સાથેની મિલીભગત, 400થી વધુ CA પર મોટી કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે કેન્દ્ર સરકાર

|

Jun 20, 2022 | 12:09 AM

કોર્પોરેટ અફેર્સ મંત્રાલય (MCA) એ છેલ્લા બે મહિનામાં ફાઇનાન્સિયલ ઇન્ટેલિજન્સ એજન્સી પાસેથી ઇનપુટ મેળવ્યા બાદ પગલાં લેવાની ભલામણ કરી હતી. જો કે, મંત્રાલયના પ્રવક્તાએ આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી.

ચીની કંપનીઓ સાથેની મિલીભગત, 400થી વધુ CA પર મોટી કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે કેન્દ્ર સરકાર
Symbolic Image

Follow us on

કેન્દ્ર સરકારે 400 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (Chartered Accountants) અને કંપની સેક્રેટરીઓ સામે શિસ્તભંગના પગલાં લેવાની માંગ કરી છે. તેમના પર આરોપ છે કે તેઓ તમામ મેટ્રો શહેરોમાં નિયમોનો ભંગ કરીને ચીની સેલ કંપનીઓ (Chinese Shell Companies) સાથે સંકળાયેલા હતા. એક મીડિયા રીપોર્ટ અનુસાર કેન્દ્રની આ કાર્યવાહી 2020ની ગલવાન ઘટના બાદ ભારત સરકાર દ્વારા ચીન અને ચીની કંપનીઓ વિરુદ્ધ ઉઠાવવામાં આવેલા પગલાઓનો એક ભાગ છે. ગલવાનમાં ચીની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) સાથેની હિંસક અથડામણમાં 20 સૈનિકો માર્યા ગયા હતા.

એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે જે સીએ અને સીએસ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેઓએ  નિયમોનું પાલન કર્યા વિના મોટી સંખ્યામાં ચાઈનીઝ માલિકીની અથવા ચીન સંચાલિત શેલ કંપનીઓને સામેલ કરવામાં મદદ કરી હતી. કોર્પોરેટ અફેર્સ મંત્રાલય (MCA) એ છેલ્લા બે મહિનામાં ફાઇનાન્સિયલ ઈન્ટેલિજન્સ એજન્સી પાસેથી ઈનપુટ મેળવ્યા બાદ પગલાં લેવાની ભલામણ કરી હતી. જો કે, મંત્રાલયના પ્રવક્તાએ આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી.

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ચીનની કંપનીઓ સાથે મિલીભગત

ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI)એ એક વૈધાનિક સંસ્થા છે, જે દેશમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્સીના વ્યવસાયનું નિયમન કરે છે. ICAI વતી એવું કહેવામાં આવ્યું હતું કે શિસ્ત નિર્દેશાલયને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઈન્ડિયાની વિવિધ રજિસ્ટ્રાર ઑફિસમાંથી ચીની કંપનીઓ સાથેની મિલીભગતના અહેવાલો મળ્યા છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ આધાર પર વ્યવસાયિક અને અન્ય ગેરવર્તણૂક અને કેસોના આચરણમાં તપાસ માટેની કાર્યવાહી નિયમો, 2007 હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે આ પહેલા ગત વર્ષે ઓક્ટોબરથી અત્યાર સુધીમાં ટેક્સ ચોરી અને અન્ય મામલાઓ જેમ કે, ટેલિકોમ, ફિનટેક અને ઉત્પાદનમાં સામેલ લગભગ અડધો ડઝન ચાઈનીઝ કંપનીઓ પર આવકવેરાના અધિકારીઓએ દરોડા પાડ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, થોડા દીવસો પહેલા ઈકોનોમિક ટાઈમ્સના રીપોર્ટ મુજબ, એવા કેટલાક મામલા સામે આવ્યા છે જેમાં ચીનની કંપનીઓ ભારતીયોનો અંગત ડેટા એકત્ર કરી રહી હતી. અખબારના અહેવાલ મુજબ, ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના કેટલાક વરિષ્ઠ સભ્યો પણ આ કંપનીઓના વાસ્તવિક લાભાર્થીઓમાં સામેલ છે. ઓનલાઈન સટ્ટાબાજી, ડેટિંગનો પ્રચાર કરતી એપ્સ અને ચાઈનીઝ નાગરિકોની માલિકીની શેલ કંપનીઓના અહેવાલો બહાર આવ્યા બાદ રજિસ્ટ્રાર ઑફ કંપનીઝએ ડેટા ચોરીના કેસોની તપાસ કરવા માટે સમગ્ર ભારતમાં સેલની સ્થાપના કરવાનો નિર્ણય લીધો છે.

Published On - 11:51 pm, Sun, 19 June 22

Next Article