Maharashtra માં અનલોક પર ઠાકરે સરકારનો યુ- ટર્ન, ક્હ્યુ હજુ લોકડાઉન હટાવવા પર કોઇ નિર્ણય નહિ

|

Jun 03, 2021 | 10:32 PM

Maharashtra માં અનલોક પર ઠાકરે સરકારનો યુ- ટર્ન લીધો છે. જેમાં Maharashtra  સરકારમાં પ્રધાન વિજય વડેટ્ટીવારે આજે રાજ્યમાંથી ધીમે ધીમે અનલોક દૂર કરવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે સરકારે આ માટે 5-લેવલ અનલોક યોજના તૈયાર કરી છે. જો કે સીએમઓ કાર્યાલયે સ્પષ્ટ કર્યું છે કે હજુ લોકડાઉન ખોલવા અંગે કોઇ નિર્ણય લેવાયો નથી.

Maharashtra માં અનલોક પર ઠાકરે સરકારનો યુ- ટર્ન, ક્હ્યુ હજુ લોકડાઉન હટાવવા પર કોઇ નિર્ણય નહિ
મહારાષ્ટ્રમાં માં અનલોક પર ઠાકરે સરકારનો યુ- ટર્ન

Follow us on

Maharashtra  સરકારમાં પ્રધાન વિજય વડેટ્ટીવારે આજે રાજ્યમાંથી ધીમે ધીમે અનલોક( Unlock)  કરવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે સરકારે આ માટે 5-લેવલ અનલોક યોજના તૈયાર કરી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે આવતીકાલથી લેવલ-1 માં સમાવિષ્ટ 18 જિલ્લાઓમાં લોકડાઉન સંપૂર્ણપણે હટાવવામાં આવશે. જો કે તેમના નિવેદન બાદ ઠાકરે સરકારે યુ-ટર્ન લીધો છે. મુખ્ય પ્રધાન કચેરીએ કહ્યું છે કે વિવિધ ક્ષેત્રની પરિસ્થિતિ અનુસાર પ્રતિબંધોમાં રાહત અંગે વિચારણા કરવામાં આવી રહી છે. પરંતુ અત્યારે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

આ અગાઉ Maharashtra ના મંત્રીએ કહ્યું હતું કે, લેવલ- 1 માં આવતા જિલ્લાઓને  અનલોક( Unlock)  કરવામાં આવશે . જેમાં  થાણે સહિત લેવલ -1 માં કુલ 18 જિલ્લાઓ છે. દેશની આર્થિક રાજધાની મુંબઈને લેવલ -2 માં સ્થાન આપવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ, કોરોના( Corona)ની બીજી લહેરમાં મહારાષ્ટ્ર(Maharashtra) ને સૌથી વધુ અસર કરી છે. હવે અહીં સ્થિતિ ધીરે ધીરે સારી થઈ રહી છે. દરરોજ નોંધાયેલા કેસોની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. તેની સાથે રિકવરી દરમાં પણ વધારો થયો છે. આ સાથે લોકોને ઝડપથી રસી પણ અપાઇ રહી છે. જો કે હવે  પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

તેથી લોકડાઉન(Lockdown)  ને હળવું  કરવાની તૈયારી પણ કરવામાં આવી રહી છે. જેથી આજે મહારાષ્ટ્ર સરકારે 5-લેવલના અનલોક(Unlock)નો નિર્ણય લીધો છે.

જેમાં લેવલ-1 માં આવતા જિલ્લાઓમાંથી લોકડાઉન સંપૂર્ણપણે દૂર કરી શકાય છે. જેમાં થાણે સહિત લેવલ -1 માં કુલ 18 જિલ્લાઓ છે. દેશની આર્થિક રાજધાની મુંબઈને લેવલ -2 માં સ્થાન આપવામાં આવ્યું છે. મુંબઇમાં ખૂબ જ ઝડપથી કોરોના ઇન્ફેક્શનથી સર્જાયેલી સ્થિતિને નિયંત્રણમાં લાવવામાં આવી હતી.

મહારાષ્ટ્રના મંત્રી વિજય વડેટ્ટીવારે આજે કહ્યું કે અમે રાજ્ય માટે પોઝિટિવિટી રેટ અને જિલ્લાઓમાં ઓક્સિજન બેડની સ્થિતિના આધારે 5-લેવલ અનલોક(Unlock)ની યોજના તૈયાર કરી છે. સૌથી ઓછા પોઝિટિવિટી રેટ ધરાવતા જિલ્લાઓમાં કોઈ નિયંત્રણો રહેશે નહીં.

અનલોક લેવલ- 1માં 18 જિલ્લાઓને સામેલ કરાયા છે. જેમાં નાગપુર,નાંદેડ, નાસિક, ઔરંગાબાદ, ભંડારા, બુલઢાણા, ચંદનાપુર, ધૂલે, ગોંદિયા, જાલના, પરભણી, થાણે, વર્ધા, વાશીમ ,યવતમાલ અને લાતૂર સામેલ છે.

Next Article