Terrorist Attack: જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં સુરક્ષાદળોના કાફલા પર આતંકી હુમલો, એક પોલીસકર્મી શહીદ અને 4 ઘાયલ

|

Feb 11, 2022 | 7:24 PM

Terrorists attack in Jammu-Kashmir: જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં સુરક્ષા દળોની સંયુક્ત ટીમ પર થયેલા આતંકવાદી હુમલામાં ચાર જવાન ઘાયલ થયા છે અને એક શહીદ થયો છે.

Terrorist Attack: જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં સુરક્ષાદળોના કાફલા પર આતંકી હુમલો, એક પોલીસકર્મી શહીદ અને 4 ઘાયલ
Security Forces

Follow us on

જમ્મુ-કાશ્મીર (Jammu_kashmir) ના બાંદીપોરા (Bandipora)માં સુરક્ષાદળોની સંયુક્ત ટીમ પર આતંકીઓએ હુમલો (Terrorist Attack in Jammu-Kashmir) કર્યો હતો. આ હુમલામાં ચાર જવાન ઘાયલ થયા છે અને એક પોલીસ જવાન શાહિદ થયો છે. જમ્મુ-કાશ્મીર પોલીસે આ જાણકારી આપી છે.સૂત્રોના જણાવ્યા અનુસાર આ હુમલામાં એક જવાનની હાલત ગંભીર છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે હુમલાખોરોની શોધમાં સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તેમની શોધખોળ શરૂ કરી છે.

જમ્મુ-કાશ્મીર પોલીસ અને ભારતીય સેના (Indian Army) બંનેએ છેલ્લા કેટલાક મહિનાઓથી આતંકવાદીઓ વિરુદ્ધ આતંકવાદ વિરોધી અભિયાન ચલાવ્યું છે. જેના કારણે આતંકીઓની અંદર ગુસ્સો જોવા મળી રહ્યો છે. આતંકવાદીઓએ હવે છુપાઈને હુમલા કરવાનું શરૂ કરી દીધું છે. તાજેતરના દિવસોમાં આતંકવાદીઓએ પોલીસના વાહનો પર ગ્રેનેડ ફેંકવાનું શરૂ કર્યું છે. આ સિવાય સુરક્ષાદળોના કાફલા પર ફાયરિંગની પણ ઘટના બની છે. જો કે ભારતીય સેના અને પોલીસ દળના જવાનો આતંકીઓને જડબાતોડ જવાબ આપી રહ્યા છે.

ડિસેમ્બરમાં બે પોલીસકર્મીઓની હત્યા કરવામાં આવી હતી

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

આ પહેલા ઉત્તર કાશ્મીરના બાંદીપોરામાં ડિસેમ્બરમાં આતંકીઓએ કાયરતાપૂર્ણ કૃત્ય કર્યું હતું. આતંકવાદીઓના કાયરતાપૂર્ણ હુમલામાં બે પોલીસકર્મીઓ શહીદ થયા હતા. એક અધિકારીએ જણાવ્યું કે 10 ડિસેમ્બરની સાંજે ગુલશન ચોક પર આતંકવાદીઓએ પોલીસ ટીમ પર ગોળીબાર કર્યો હતો. ગોળીબારમાં બે પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. આ હુમલા બાદ જમ્મુ અને કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) દિલબાગ સિંહે કહ્યું હતું કે આતંકવાદીઓને શોધીને તેમને પતાવી દેવામાં આવશે.

DGP દિલબાગ સિંહે કહ્યું હતું કે આનાથી આતંકવાદીઓ અને પાકિસ્તાની તત્વોને દુઃખ થાય છે અને જ્યારે કોઈ સ્થાનિક લોકો અને આતંકવાદીઓ વચ્ચે આવે છે ત્યારે તેઓ પરેશાન થઈ જાય છે. ડીજીપીએ કહ્યું, પોલીસ લોકોને આતંકવાદીઓથી બચાવવા માટે કામ કરી રહી છે. પોલીસ અને આર્મીના આપણા જવાન, BSF (બોર્ડર સિક્યુરિટી ફોર્સ), CRPF (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ) સંયુક્ત રીતે આતંકવાદીઓને દૂર રાખી રહ્યા છે. આ તેમની (આતંકવાદીઓની) નિરાશા છે જેના કારણે આ હત્યાઓ થઈ રહી છે. અમે તેમને જવાબ આપીશું.

આ પણ વાંચો: Rajkot : કથિત પોલીસ કમિશન કાંડમાં સામે આવ્યો મોટો ખુલાસો

આ પણ વાંચો: IRCTC દ્વારા ગુજરાતથી શ્રી રામાયણ યાત્રા ટૂરિસ્ટ ટ્રેનનું બુકિંગ શરૂ થયું

Published On - 5:48 pm, Fri, 11 February 22

Next Article