હૈદરાબાદ પોલીસે (Hyderabad Police) મંગળવારે ભારતીય જનતા પાર્ટી (BJP)ના તેલંગાણા એકમના પ્રમુખની ધરપકડના વિરોધમાં પાર્ટી દ્વારા પ્રસ્તાવિત રેલી માટે પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો. આ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda) હૈદરાબાદ પહોંચી ગયા છે, જ્યાં તેમના સ્વાગત માટે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકઠા થયા હતા.
એરપોર્ટથી નીકળ્યા બાદ જેપી નડ્ડા એક મોટા કાફલા સાથે રવાના થઈ ગયા. તેણે કોરોના નિયમોનું (Corona Guidelines) પાલન કરીને રેલી યોજવાની વાત કરી છે. સાથે જ સરકારના આ પગલાને લોકશાહી વિરૂદ્ધ જણાવવામાં આવ્યું છે.
જેપી નડ્ડાએ કહ્યું કે, પોલીસના જોઈન્ટ સીપી તેમને મળ્યા છે. તેમને રેલી કરવાની મંજૂરી આપવામાં આવી નથી. તે લોકશાહીની વિરુદ્ધ છે. તેઓ કોવિડના નિયમોનું પાલન કરીને રેલી કાઢશે. હૈદરાબાદના પોલીસ કમિશનર સી.વી. આનંદે જણાવ્યું હતું કે, જાહેર મેળાવડા પર કોવિડ પ્રતિબંધોને ધ્યાનમાં રાખીને રેલીને મંજૂરી આપવામાં આવી ન હતી.
આનંદે કહ્યું, “GO MS-I ના અમલીકરણ સાથે, કોઈ રેલીને મંજૂરી આપી શકાતી નથી. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, બીજેપીના પ્રદેશ અધ્યક્ષ બંદી સંજય કુમારની ધરપકડ પછી, પાર્ટીએ મંગળવારે સિકંદરાબાદમાં ‘શાંતિ રેલી’ માટે હાકલ કરી હતી. સંજય કુમારની ધરપકડ બાદ સોમવારે તેમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.
જેપી નડ્ડાનું કહેવું છે કે, મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ હતાશામાં આ પગલા લઈ રહ્યા છે. પક્ષ દક્ષિણના રાજ્યમાં લોકપ્રિયતા મેળવી રહ્યો છે એટલું જ નહીં, પરંતુ તેણે તાજેતરમાં પેટાચૂંટણી જીતી છે, જેનાથી રાવ હતાશ થઈ ગયા છે. તેલંગાણા સરકારે કુમાર અને ભાજપના કાર્યકરો સાથે ‘અમાનવીય’ વર્તન કર્યું કારણ કે પોલીસે તેમને કસ્ટડીમાં લેતા પહેલા માર માર્યો હતો.
કરીમનગરના લોકસભાના સભ્ય કુમારને રવિવારે રાત્રે અટકાયતમાં લેવામાં આવ્યા હતા, જ્યારે તેમણે રાજ્ય સરકારના આદેશ (નં. 317) વિરુદ્ધ શિક્ષકો અને અન્ય સરકારી કર્મચારીઓ સાથે એકતામાં ‘જાગરણ’ વિરોધ કરવાની યોજના બનાવી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે, આ આદેશથી શિક્ષકો અને અન્યોની બદલીથી તેમના હિતોને નુકસાન પહોંચ્યું છે. રાજ્ય ભાજપ અધ્યક્ષની ધરપકડ શાસક ટીઆરએસ અને ભાજપ વચ્ચે ડાંગરની ખરીદી અને અન્ય મુદ્દાઓ પર ગયા વર્ષે નવેમ્બરથી ઉગ્ર દલીલની પૃષ્ઠભૂમિમાં થઈ છે.
આ પણ વાંચો : West Bengal: કલકત્તા નેશનલ મેડિકલ કોલેજના 80 થી વધુ ડોકટરો કોરોના સંક્રમિત થયા, હોસ્ટેલ ખાલી કરવાનો આદેશ
આ પણ વાંચો : ગોવામાં ભાજપ હેટ્રિક સાથે જીત નોંધાવશે, તમામ 40 બેઠકો પર ચૂંટણી લડશે- પાર્ટીના મહાસચિવ સીટી રવિએ કર્યો દાવો