તેલંગણામાં પણ લહેરાવ્યો જીતનો ઝંડો! ગત ચૂંટણીમાં 7 ટકા વોટ આ વખતે થયા ડબલ

હાલમાં તેલગંણાની કમાન ચંદ્રશેખર રાવ પાસે છે. જેઓ 2014 થી તેલંગાણાના મુખ્યમંત્રી પદ પર છે. હવે કેસીઆરનું 2023માં હેટ્રિકનું સપનું ચકનાચૂર થતું જોવા મળી રહ્યું છે. વાસ્તવમાં વિધાનસભા ચૂંટણીના વલણો પ્રમાણે કોંગ્રેસ આ ચૂંટણી જંગમાં આગળ વધતી જોવા મળી રહી છે.

તેલંગણામાં પણ લહેરાવ્યો જીતનો ઝંડો! ગત ચૂંટણીમાં 7 ટકા વોટ આ વખતે થયા ડબલ
Follow Us:
| Updated on: Dec 03, 2023 | 2:52 PM

તેલંગાણાની 119 વિધાનસભા બેઠકો માટે મતદાનની ગણતરી ચાલી રહી છે. હાલમાં રાજ્યની કમાન ચંદ્રશેખર રાવ પાસે છે. જેઓ 2014 થી તેલંગાણાના મુખ્યમંત્રી પદ પર છે. હવે કેસીઆરનું 2023માં હેટ્રિકનું સપનું ચકનાચૂર થતું જોવા મળી રહ્યું છે. વાસ્તવમાં વિધાનસભા ચૂંટણીના વલણો પ્રમાણે કોંગ્રેસ આ ચૂંટણી જંગમાં આગળ વધતી જોવા મળી રહી છે.

સમાચાર લખાય છે ત્યાં સુધી કોંગ્રેસ 64, BHRS 40, BJP 8, AIMIM 6 અને CPI 1 સીટ પર આગળ છે. વાત કરીએ ભાજપની તો ગત ચૂંટણીમાં ભાજપે માત્ર એક સીટ પર જીત મેળવી હતી. ત્યારે ચૂંટણી પંચની વેબસાઈટ અનુસાર હાલ આવી રહેલા વલણોમાં ભાજપ 8 સીટ પર આગળ ચાલી રહી છે. ગત ચૂંટણીમાં 7 ટકા મત મળ્યા હતા જે હાલના વલણો પ્રમાણે જોઈએ તો 14 ટકા વોટ થયા છે એટલે કે સીધા ડબલ થયા છે. ત્યારે બીઆરએસને 47 ટકા વોટ મળ્યા હતા. હાલ તેલંગણામાં કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે.

AIMIMએ ખાતું ખોલાવ્યું, ચારમિનાર જીત્યો

બીજ તરફ બીઆરએસ ઉમેદવાર અને મંત્રી તલસાની શ્રીનિવાસ યાદવ સનથનગર વિધાનસભાથી જીત્યા છે. તેણે સનથનગરમાં જીતની હેટ્રિક ફટકારી હતી. અત્યાર સુધી આ સીટ પર સતત કોઈ જીતી શક્યું નથી. હવે તલસાણીના ખાતામાં હેટ્રિકનો રેકોર્ડ નોંધાયો છે. AIMIMના મીર ઝુલ્ફીકાર અલી ચારમિનારથી જીત્યા છે. આ ચૂંટણીમાં તેમણે ભાજપની મેઘા રાણી અગ્રવાલને હરાવ્યા હતા. 2018માં પણ આ સીટ ઓવૈસી બ્રધર્સની પાર્ટી પાસે હતી.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

તેલંગાણાના સ્પીકર 23 હજાર મતોથી જીત્યા

તેલંગાણા વિધાનસભાના સ્પીકર પોચારામ શ્રીનિવાસ રેડ્ડી બાંસવાડા બેઠક પરથી જીત્યા છે. BRSના શ્રીનિવાસ રેડ્ડીએ કોંગ્રેસના ઉમેદવાર એનુગુ રવિન્દર રેડ્ડીને 23,582 મતોના માર્જિનથી હરાવ્યા. ભાજપે આ સીટ પરથી લક્ષ્મી નારાયણને મેદાનમાં ઉતાર્યા હતા.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">