Telangana: સીએમ KCR ઉપર કોંગ્રેસના ચાબખા, કહ્યુ દારૂની દુકાનોથી ચલાવો છો સરકાર, બિહાર અને ગુજરાત જેવા ડ્રાય સ્ટેટ પાસેથી કંઇક શીખો

|

May 14, 2022 | 8:31 AM

કોંગ્રેસના(Congress) વરિષ્ઠ નેતા વી. હનુમંત રાવે(V.hanumant rao) તેલંગાણા સરકારની કડક આલોચના કરી હતી અને તેલંગાણાને ડ્રાય સ્ટેટ (Alcohol-free) બનાવવા આહ્વાહન કર્યું હતું. કોંગ્રેસના વરિષ્ઠ નેતા વી. હનુમંત રાવે રાજ્યમા ચાલતી દારૂની દુકાનો માટે તેલંગાણા સરકારની કડક ટીકા કરી હતી.

Telangana: સીએમ KCR ઉપર કોંગ્રેસના ચાબખા, કહ્યુ દારૂની દુકાનોથી ચલાવો છો સરકાર, બિહાર અને ગુજરાત જેવા ડ્રાય સ્ટેટ પાસેથી કંઇક શીખો
CM Chandrashekhar rao

Follow us on

કોંગ્રેસના(Congress) વરિષ્ઠ નેતા વી. હનુમંત રાવે(V.hanumant rao) તેલંગાણા સરકારની કડક આલોચના કરી હતી અને તેલંગાણાને ડ્રાય સ્ટેટ (Alcohol-free) બનાવવા આહ્વાહન કર્યું હતું. કોંગ્રેસના વરિષ્ઠ નેતા વી. હનુમંત રાવે રાજ્યમા ચાલતી દારૂની દુકાનો માટે તેલંગાણા સરકારની કડક ટીકા કરી હતી. કોંગ્રેસના(Congress) વરિષ્ઠ નેતા વી. હનુમંત રાવે(V.hanumant rao) તેલંગાણા સરકારની કડક આલોચના કરી હતી અને તેલંગાણાને ડ્રાય સ્ટેટ (Alcohol-free) બનાવવા આહ્વાહન કર્યું હતું. કોંગ્રેસના વરિષ્ઠ નેતા વી. હનુમંત રાવે રાજ્યમા ચાલતી દારૂની દુકાનો માટે તેલંગાણા સરકારની કડક ટીકા કરી હતી તેમણે  તેલંગાણાને શરાબ મુક્ત બનાવવા માટે આહ્વાહન કર્યું હતું.

તેમણે કહ્યું કે તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ (K Chandrashekar Rao) દારૂની દુકાનો દ્વારા મળતા રાજસ્વ દ્વારા રાજ્ય ચલાવે છે. તેમના મતે 18-20 વર્ષની વયના યુવાનોની માનસિકતા ખરાબ થઈ રહી છે અને આ યુવાનો દારૂના વ્યસની બની રહ્યા છે. કોંગ્રેસ નેતાએ આરોપ લગાવ્યો હતો કે દારૂ પીધા બાદ લોકો ઝડપથી ગુના આચરે છે. રાવે કહ્યું કે આ મુદ્દે તેઓ કોંગ્રસ નેતા રાહુલ ગાંધી સાથે વાત કરશે અને તેલંગાણાના કોંગ્રેસ નેતાઓ સાથે બેઠક કરશે તેમજ તેનું સમાધાન પણ શોધશે.

એએનઆઇ સાથે વાત કરતા રાવે કહ્યું કે પહેલા અંબરપેટ વિધાનસભા ક્ષેત્રમાં ફક્ત એક જડ દારૂની દુકાન હતી. પરંતુ હવે આ વિધાનસભા ક્ષેત્રમાં કુલ 20 દુકાનો થઈ ગઈ છે. તેમણે અહીંયાં દેશની રાજધાની દિલ્લીનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું કે દિલ્લીમાં 3-4 કિલોમીટરના ક્ષેત્રમાં ફક્ત 1 જ શરાબની દુકાન છે. એવા રાજ્યમાં વિકાસ જુઓ. બિહાર અને ગુજરાત શરાબ મુક્ત રાજ્ય છે એવામાં અમારું રાજ્ય આવું કેમ ન બની શકે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

દારૂના મુદ્દે વિપક્ષી પાર્ટી કરી ચૂકી છે સીએમ કેસીઆર પર શાબ્દિક હુમલો

દારૂના મુદ્દે પાછલા કેટલાક મહિનાઓથી સીએમ કેસીઆર પર વિપક્ષ શાબ્દિક હુમલો કરી રહ્યો છે. ભાજપ તેલંગાણા અધ્યક્ષ અને સાંસદ બંદી સંજય કુમારે પણ કહ્યું હતું કે મુખ્યમંત્રી નશાની હાલતમાં તેલંગાણાની સરકાર ચલાવી રહ્યા છે. તેમણે કહ્યું કે પીએમ મોદી જ્આં એક જ દિવસમાં 18 કલાક મહેનત કરે છે ત્યાં કેસીઆર 18 કલાક ફક્ત દારૂ પીને સમય વિતાવે છે.

રેડમાં પકડાયેલા છે 100 થી વધુ લોકો

તેમણે આ વાત પોલીસે બંજારા હિલ્સની રેડિસન હોટલમાં પોલીસ પુડિંગ એન્ડ મિંક પબમાં પાડેલા દરોડા બાદ કરી હતી. આ દરોડામાં 100થી વધુ લોકોને દારૂ તથા નશીલી દવાનું સેવન કરતા ઝડપી પાડવામાં આવ્યા હતા. સંજય કુમારે આરોપ લગાવ્યો હતો કે નશીલા પદાર્થોના મામલે મોટા ભાગના લોકો તેલંગાણા રાષ્ટ્ર (TRS)સમિતિના હતા.

Next Article