ગાઝીપૂર સરહદે આક્રોશીત ખેડૂતોને નિયંત્રણમાં લેવા પોલીસે છોડ્યા ટીયરગેસ

|

Jan 26, 2021 | 12:32 PM

કૃષિ કાયદાની નાબૂદી સાથે આંદોલન કરી રહેલા ખેડૂતો, દિલ્લીમાં ટ્રેકટર રેલી યોજે તે પૂર્વે, પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યા હતા. આક્રોશિત ખેડૂતોને નિયંત્રણમાં લેવા માટે પોલીસે ટીયરગેસના (Teargas) સેલ છોડ્યા હતા.

ગાઝીપૂર સરહદે આક્રોશીત ખેડૂતોને નિયંત્રણમાં લેવા પોલીસે છોડ્યા ટીયરગેસ

Follow us on

કૃષિ બીલ ( રદ કરવાની માંગ સાથે છેલ્લા કેટલાય દિવસથી આંદોલન ચલાવી રહેલા ખેડૂતોએ, આજે દિલ્લીમાં ટ્રેકટર રેલી યોજતા પૂર્વે હિંસા આચરી હતી. ગાઝીપૂર સરહદે  કિસાન ગણતંત્ર પૂર્વે ખેડૂતોએ, પોલીસ સાથે ઘર્ષણ કર્યુ હતું. હિસા ઉપર ઉતરી આવેલા ખેડૂતોને નિયત્રિત કરવા માટે, પોલીસે ટિયરગેસના (Teargas) સેલ છોડ્યા હતા. દિલ્લીમાં પ્રજાસત્તાક દિવસે ટ્રેકટર રેલી યોજવા માટે ખેડૂતોએ દિલ્લી પોલીસ પાસે પરવાનગી માંગી હતી. દિલ્લી પોલીસે, ખેડૂતોને શરતી મંજૂરી આપી છે. પરંતુ ટ્રેકટર રેલી શરૂ થાય તે પૂર્વે જ કેટલાક ખેડૂતોએ હિંસા આચરી હતી. કૃષિ બિલ રદ કરવાની માંગ સાથે આદોલન કરી રહેલા આક્રોશીત ખેડૂતોએ, પોલીસે મૂકેલા બેરીકેડ ઉપર ટ્રેકટર ચડાવી દીધા હતા. ટ્રેકટર વડે બેરીકેડ દૂર કરી હતી. સમાચાર સંસ્થાના અહેવાલ આક્રોશીત ખેડૂતોને નિયત્રણમાં લેવા માટે પોલીસે હળવો બળપ્રયોગ પણ કર્યો હતો.

Published On - 12:27 pm, Tue, 26 January 21

Next Article