કોન્ટ્રેક્ટ ફાર્મિંગ પર કાયદો ઘડનાર તમિલનાડુ બન્યું દેશનું પ્રથમ રાજ્ય

|

Oct 30, 2019 | 12:27 PM

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કૃષિ પેદાશ અને પશુધન કરાર ખેતી અને સેવાઓ (પ્રમોશન અને સગવડતા) અધિનિયમને મંજૂરી આપતા કોન્ટ્રેક્ટ ફાર્મિંગ પર કાયદો ઘડનાર તમિલનાડુ દેશનું પહેલું રાજ્ય બન્યું છે. રાજ્ય સરકારે સત્તાવાર રજૂઆતમાં જણાવ્યું હતું કે વધારે ઉત્પાદન અથવા બજાર ભાવમાં વધઘટ સમયે કાયદો ખેડૂતોના હિતોનું રક્ષણ કરશે. ખેડૂતોને પૂર્વ નિર્ધારિત ભાવે ચુકવણી કરવામાં આવશે, જે […]

કોન્ટ્રેક્ટ ફાર્મિંગ પર કાયદો ઘડનાર તમિલનાડુ બન્યું દેશનું પ્રથમ રાજ્ય

Follow us on

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કૃષિ પેદાશ અને પશુધન કરાર ખેતી અને સેવાઓ (પ્રમોશન અને સગવડતા) અધિનિયમને મંજૂરી આપતા કોન્ટ્રેક્ટ ફાર્મિંગ પર કાયદો ઘડનાર તમિલનાડુ દેશનું પહેલું રાજ્ય બન્યું છે. રાજ્ય સરકારે સત્તાવાર રજૂઆતમાં જણાવ્યું હતું કે વધારે ઉત્પાદન અથવા બજાર ભાવમાં વધઘટ સમયે કાયદો ખેડૂતોના હિતોનું રક્ષણ કરશે. ખેડૂતોને પૂર્વ નિર્ધારિત ભાવે ચુકવણી કરવામાં આવશે, જે ખરીદદારો સાથે કરાર કરતી વખતે નક્કી કરવામાં આવી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આવા કરાર એગ્રી માર્કેટિંગ અને એગ્રી બિઝનેસ વિભાગના નિયુક્ત અધિકારીઓ પાસે નોંધણી કરાવવી પડશે. તમિલનાડુ રાજ્ય કોન્ટ્રેક્ટ ફાર્મિંગ અને સેવાઓ (પ્રમોશન અને સુવિધા) ઓથોરિટી તરીકે ઓળખાતી છ સભ્યોની એક સંસ્થાની રચના કરવામાં આવશે. આ કાયદાના યોગ્ય અમલની ખાતરી થાય અને કરારની ખેતીના પ્રમોશન અને ઉત્તમ કામગીરી માટે રાજ્ય સરકારને સૂચનો આપવામાં આવે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: બાળકોના માતા-પિતા રહો સાવધાન! વોટરપાર્કમાં ડૂબવાથી બાળકનું થયું મોત

કાયદાના ભાગ રૂપે ઇનપુટ્સ, ફીડ અને ઘાસચારો, ટેકનોલોજી દ્વારા ઉત્પાદન અને ઉત્પાદકતામાં સુધારો કરવા માટે ખેડૂતોને ખરીદદારોનો ટેકો મળી શકશે. જો કે કેન્દ્ર અથવા રાજ્ય સરકાર અથવા ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા પ્રતિબંધિત કોઈ પણ પેદાશો કોન્ટ્રેક્ટ ફાર્મિંગ હેઠળ આવરી લેવામાં આવશે નહીં. તમિલનાડુના મુખ્યપ્રધાન કે. પલાનીસ્વામીએ અધિકારીઓને નિયમોના અંતિમ સ્વરૂપને પૂર્ણ કરવા અને કાયદાનું વહેલી તકે અમલીકરણ કરવા સૂચના આપી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article