પોતાના દુશ્મનોની દરેક નાપાક હરકતોને સમયસર પરાસ્ત કરવાના ઉદ્દેશ્ય સાથે ભારત સમુદ્રમાં પોતાની શક્તિને સતત પ્રચાર કરી રહ્યું છે. સમુદ્રમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવાની દિશામાં ભારત દ્વારા વધુ એક મજબૂત પગલું ભરવામાં આવ્યું છે. માહિતી અનુસાર, સ્વદેશી એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર (ALH) MK-3 એરક્રાફ્ટ (MK III Aircraft) ને ઔપચારિક રીતે INS ઉત્ક્રોશમાં સામેલ કરવામાં આવ્યું છે. અંદમાન અને નિકોબાર કમાન્ડના લેફ્ટનન્ટ જનરલ અજય સિંહે આજે પોર્ટ બ્લેર ખાતે આ વિમાનને ઔપચારિક રીતે INS ઉત્ક્રોશમાં સામેલ કર્યું.
ALH Mk-III એરક્રાફ્ટનું નિર્માણ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (Hindustan Aeronautics Limited) દ્વારા કરવામાં આવે છે. એટલું જ નહીં, તે ‘આત્મનિર્ભર ભારત’ ને પ્રોત્સાહન આપવા અનુરૂપ સરકાર દ્વારા લશ્કરી વિમાનના ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફની જબરદસ્ત છલાંગનું પ્રતિનિધિત્વ કરે છે. અત્યાર સુધીમાં HAL દ્વારા 300 થી વધુ એરક્રાફ્ટની ડિલિવરી કરવામાં આવી છે અને તેનો સશસ્ત્ર દળો દ્વારા ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેના વિવિધ સંસ્કરણોમાં, Mk-III વેરિઅન્ટ એ મરીન વર્ઝન એરક્રાફ્ટ છે. અત્યાધુનિક સેન્સર અને શસ્ત્રોનો સમાવેશ થાય છે જે સમુદ્રમાં ભારતની કુશળતાને વધારવા માટે સેવા આપે છે.
In a boost to maritime security, the indigenous Advanced Light Helicopter (ALH) MK III aircraft was formally inducted at INS Utkrosh by Commander-in-Chief, Andaman and Nicobar Command (CINCAN) Lieutenant General Ajai Singh at Port Blair today. pic.twitter.com/IANJXo0n8Z
— ANI (@ANI) January 28, 2022
ALH Mk III એરક્રાફ્ટ તેના ગ્લાસ કોકપિટ, શક્તિ એન્જિન, અદ્યતન મેરીટાઇમ પેટ્રોલ રડાર, ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ પેલોડ અને નાઇટ વિઝન ઉપકરણો સાથે ભારતના સુદૂર પૂર્વીય સમુદ્રતટ અને ટાપુ વિસ્તારોને સુરક્ષિત કરવામાં બળ ગુણક તરીકે કામ કરશે. આ અત્યાધુનિક એરક્રાફ્ટમાં મેરીટાઇમ સર્વેલન્સ, વિશેષ દળો માટે સપોર્ટ સિસ્ટમ સહિતની ઘણી ક્ષમતાઓ છે. આ પ્રસંગે બોલતા, લેફ્ટનન્ટ જનરલ અજય સિંહે તેને અંદમાન અને નિકોબારની સુરક્ષાને પ્રોત્સાહન તરીકે ગણાવ્યું. તેમણે કહ્યું કે આ વિમાન દેશની સુરક્ષામાં આત્મનિર્ભર બનવાના અને પ્રદેશમાં શાંતિ જાળવવાના દેશના સંકલ્પનું પ્રતિક છે.
આ પણ વાંચો –
આ પણ વાંચો –
આ પણ વાંચો –