Breaking News: ધારાસભ્ય દળની બેઠકમાં ચર્ચાયું ‘મોટું નામ’, સુવેન્દુ અધિકારી બન્યા રાજ્યના ‘નવા મુખ્યમંત્રી’

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત નોંધાવ્યા બાદ ભાજપે આજે મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાત કરી દીધી છે. સુવેન્દુ અધિકારી રાજ્યના નવા અને ભાજપના પ્રથમ મુખ્યમંત્રી બનશે. ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામ પર મહોર મારવામાં આવી છે. હવે શનિવારે નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે.

Breaking News: ધારાસભ્ય દળની બેઠકમાં ચર્ચાયું મોટું નામ, સુવેન્દુ અધિકારી બન્યા રાજ્યના નવા મુખ્યમંત્રી
| Updated on: May 08, 2026 | 5:39 PM

પશ્ચિમ બંગાળના આગામી મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી હશે, આ નિર્ણય ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં લેવામાં આવ્યો છે. તેમના નામ પર તમામ ધારાસભ્યોએ સહમતી આપી છે અને હવે તે થોડીવારમાં રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. સુવેન્દુ અધિકારીની મુખ્યમંત્રી તરીકે પસંદગી ઐતિહાસિક રહી, કારણ કે પાર્ટીની આ ધારાસભ્ય દળની બેઠકમાં ખુદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નિરીક્ષક તરીકે હાજર રહ્યા હતા.

આવતીકાલે એક શપથ ગ્રહણ સમારોહ યોજાશે

જણાવી દઈએ કે, રવીન્દ્ર જયંતીના અવસરે શનિવારે સવારે 10 વાગ્યે બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. આમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી, ભાજપ અધ્યક્ષ નીતિન નબીન અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન હાજર રહેશે.

આ સાથે જ NDA શાસિત 20 રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે. સમાજના વિવિધ વર્ગોની અગ્રણી હસ્તીઓને પણ આમંત્રિત કરવામાં આવી છે. ધારાસભ્યોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સાથે જ રવીન્દ્ર જયંતી પર યોજાનારા શપથ ગ્રહણ સમારોહમાં બંગાળી સંસ્કૃતિની ઝલક જોવા મળશે.

સુવેન્દુને મુખ્યમંત્રી બનાવવાની પાછળના મુખ્ય કારણો

સુવેન્દુ અધિકારી એવા નેતા છે કે, જેમણે એક વાર નહીં પણ બબ્બે વાર TMC સુપ્રીમો અને પશ્ચિમ બંગાળના તત્કાલીન મુખ્યમંત્રી મમતા બેનર્જીને હરાવ્યા છે. વર્ષ 2021માં નંદીગ્રામમાં હરાવ્યા અને આ વખતે મમતાના ગઢ ભવાનીપુરમાં જઈને પણ મમતા બેનર્જીને પરાજય આપ્યો. આ પછી શુભેન્દુની દાવેદારી વધુ મજબૂત બની ગઈ હતી. સુવેન્દુ અધિકારી ભાજપની જીતના આર્કિટેક્ટ પણ માનવામાં આવે છે, જેમણે ભાજપનો આંકડો 207 સુધી પહોંચાડી દીધો. તેઓ વિરોધ પક્ષના નેતા રહ્યા છે અને સાથે જ તેમની પાસે વહીવટી અનુભવ પણ છે. તેઓ પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહના વિશ્વાસુ પણ છે.

તંત્ર દ્વારા ઘર તોડવામાં આવ્યુ પરંતુ શ્વેતાની હિંમત ન તૂટી, સ્ટ્રીટ લાઈટના સહારે સખત મહેનત કરી ધોરણ 10મા લઈ આવી 94%- Video

Published On - 4:46 pm, Fri, 8 May 26

Follow Us