એર સ્ટ્રાઈક પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હુંકાર, દેશવાસીઓને આપ્યો ખાસ સંદેશો : ‘મેં દેશ નહીં ઝૂંકને દૂંગા ‘

|

Feb 26, 2019 | 9:17 AM

2019 લોકસભાની ચૂંટણી પહેલાં વડાપ્રધાન મોદી ફરી 2014 ના જૂના રંગમાં આવી ગયા છે. આજે રાજસ્થાનના ચુરૂમાં રેલી સંબોધી રહ્યા છે, આ તેમને ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઈક પછી પહેલી જાહેર રેલી છે. પોતાના નિવેદન પહેલાં જ તેમને લોકોને નમન કરતાં અભિવાદન કર્યું હતું. પોતાની સભાની શરૂઆત કરતાં સમયે જ તેમણે કહ્યું કે, […]

એર સ્ટ્રાઈક પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હુંકાર, દેશવાસીઓને આપ્યો ખાસ સંદેશો : મેં દેશ નહીં ઝૂંકને દૂંગા

Follow us on

2019 લોકસભાની ચૂંટણી પહેલાં વડાપ્રધાન મોદી ફરી 2014 ના જૂના રંગમાં આવી ગયા છે. આજે રાજસ્થાનના ચુરૂમાં રેલી સંબોધી રહ્યા છે, આ તેમને ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઈક પછી પહેલી જાહેર રેલી છે. પોતાના નિવેદન પહેલાં જ તેમને લોકોને નમન કરતાં અભિવાદન કર્યું હતું.

પોતાની સભાની શરૂઆત કરતાં સમયે જ તેમણે કહ્યું કે, આજે દેશનો મિજાજ અલગ છે. દેશના લોકોને વિશ્વાસ અપાવું છું કે દેશ સુરક્ષિત હાથોમાં છે. વડાપ્રધાન મોદીએ સાથે જ કહ્યું કે, 2014માં મેં કહ્યું હતું કે સોગંદ છે મને આ માટીની મેં દેશ ઝુંકને નહીં દુંગા.

આ પણ વાંચો : આજની તારીખે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું તો ભારત પાકિસ્તાનને કરી શકે છે દુનિયાના નકશામાંથી ગાયબ, તમને નહીં ખબર હોય ભારતીય સેનાની તાકાત

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

વડાપ્રધાન મોદીએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની કવિતા વાંચીને પોતાનું સંબોધન કર્યું હતું.

સોગંદ મુજે ઈસ મિટ્ટી કી મેં દેશ નહીં મિટને દૂંગા

મેં દેશ નહીં રૂકને દૂંગા, મેં દેશ નહીં ઝૂંકને દૂંગા

મેરા વચન હૈ ભારત માં કો તેરી શીશ નહીં ઝૂકને દૂંગા

સોંગદ મુઝે ઈસ મિટ્ટી કી મેં દેશ નહીં મિટને દૂંગા

સોમવારે વડાપ્રધાન મોદીએ દિલ્હી ખાતે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક દેશને સમર્પિત કર્યું હતું. જેના પર તેમણે કહ્યું કે, દેશની સેનાને પહેલું સ્મારક મળ્યું છે. અમારી સરકારે પૂર્વ સૈનિકોને OROP આપવાનો વાદો કર્યો હતો તેના માટે અમે 35 હજાર કરોડ રૂપિયા આપ્યા છે. અમે દેશની સેવામાં જોડાયેલા છે.

વડાપ્રધાન મોદી પહેલી વખત એર સ્ટ્રાઈક પછી જાહેરમાં સંબોધન આપ્યા હતા. આ સાથે જ તેમણે દેશવાસીઓને વિશ્વાસ અપાવ્યો કે આજે દેશ સુરક્ષિત હાથોમાં છે અને તેને આગળ વધારતાં રહીશું.

મોદીએ કહ્યું કે,  જે દેશમાં જે ખુશીનો માહોલ છે તેના માટે દેશના વીર જવાનો જવાબદાર છે.

Next Article