દિવસ રાત ધમધમતું સુરત ટેકસટાઈલ માર્કેટ આજે પડ્યું શાંત, પુલવામામાં હુમલાના શહીદોને આપી શ્રદ્ધાજંલિ

|

Feb 17, 2019 | 8:34 AM

જમ્મુ કાશ્મીરના પુલવામાના હુમલાને લઈને આખા ભારતમાં વિરોધનો વંટોળ ફાટી નિકળ્યો છે. શહીદોને શ્રદ્ધાજંલિ આપવામાં આવી રહી છે ત્યારે સુરતના ટેકસટાઈલ માર્કેટમાં આજે બંધ પાળવામાં આવ્યો હતો.  TV9 Gujarati   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 22-12-2024 નવા વર્ષમાં મુકેશ અંબાણીના Jio એ યુઝર્સને આપી ભેટ, 20GB ઇન્ટરનેટ મળશે ફ્રી સારા તેંડુલકરે લિઝાર્ડ […]

દિવસ રાત ધમધમતું સુરત ટેકસટાઈલ માર્કેટ આજે પડ્યું શાંત, પુલવામામાં હુમલાના શહીદોને આપી શ્રદ્ધાજંલિ

Follow us on

જમ્મુ કાશ્મીરના પુલવામાના હુમલાને લઈને આખા ભારતમાં વિરોધનો વંટોળ ફાટી નિકળ્યો છે. શહીદોને શ્રદ્ધાજંલિ આપવામાં આવી રહી છે ત્યારે સુરતના ટેકસટાઈલ માર્કેટમાં આજે બંધ પાળવામાં આવ્યો હતો. 

TV9 Gujarati

 

આજનું રાશિફળ તારીખ : 22-12-2024
નવા વર્ષમાં મુકેશ અંબાણીના Jio એ યુઝર્સને આપી ભેટ, 20GB ઇન્ટરનેટ મળશે ફ્રી
સારા તેંડુલકરે લિઝાર્ડ આઈલેન્ડથી શેર કરી સિઝલિંગ તસવીરો, જુઓ
ગુજરાતના જામનગરમાં આ સ્થળો પર ફરવા જાય છે અમીર લોકો, જાણો નામ
Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો
Jaggery Tea : શિયાળામાં ગોળ વાળી ચા પીવાના અનેક ફાયદા ? જાણો બનાવવાની રીત

જમ્મુના પુલવામા ખાતે બનેલી ઘટના બાદ જાણે સમગ્ર દેશ હચમચી ઉઠ્યું છે. સમગ્ર દેશમાં ઠેર-ઠેર પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર સહિતના દેખાવો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે આ મામલે સુરતના ટેક્સટાઇલ્સ ઉદ્યોગ દ્વારા શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ટેક્સટાઇલ્સ વેપારીઓ હાજર રહ્યાં હતા. કેન્ડલ માર્ચ દરમિયાન આર્મી ઓફિસરની પણ હાજરી જોવા મળી હતી. ટેક્સટાઇલ્સ વેપારીઓએ ‘પાકિસ્તાન મુર્દાબાદ’ના નારા લગાવી આતંકી હુમલા સામે પોતાનો રોષ પ્રગટ કર્યો હતો. દેશવાસીઓ દ્વારા શહિદ જવાન અને તેમના પરિવારને સહાનુભૂતિ મળે તે આશ્રયથી સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગ દ્વારા આજે 185 જેટલી માર્કેટ બંધ રાખવાનો નિર્ણય કરી તમામ માર્કેટ બંધ રાખી હતી. 185 માર્કેટના 65 હજારથી પણ વધુ વેપારીઓ પોતાની દુકાનો બંધ રાખી શહીદ વીર જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કરી. આ સાથે જ સુરતના ફૅડરેશન ઑફ સુરત ટેક્સટાઇલ્સ ટ્રેડર્સ ઍસોસિયેશન દ્વારા રાજ્યના મુખ્યપ્રધાન અને વડાપ્રધાન મોદીને પત્ર લખવામાં આવ્યો આ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, આવી ઘટના સમયે સમગ્ર સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ સરકારની પડખે ઊભું છે. આવા આતંકી હુમલા કરનારા આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે.

[yop_poll id=1484]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 11:03 am, Sat, 16 February 19

Next Article