Ram Setuને રાષ્ટ્રીય સ્મારકનો દરજ્જો આપવાની Subramanian Swamyની અરજી પર સુપ્રીમ કોર્ટમાં 9 માર્ચે સુનાવણી

ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ રામ સેતુને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરીને સંરક્ષણની માંગ પર વહેલી સુનાવણીની માંગ કરી છે. ચીફ જસ્ટિસે આ મામલાની સુનાવણી 9 માર્ચે કરવાની ખાતરી આપી છે.

Ram Setuને રાષ્ટ્રીય સ્મારકનો દરજ્જો આપવાની Subramanian Swamyની અરજી પર સુપ્રીમ કોર્ટમાં 9 માર્ચે સુનાવણી
Supreme Court to hear Swamy's plea over Ram Setu
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 23, 2022 | 2:53 PM

ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ (Subramanian Swamy) રામ સેતુને (Ram Setu) રાષ્ટ્રીય સ્મારક (National Heritage) જાહેર કરીને સંરક્ષણની માંગ સાથે વહેલી સુનાવણીનો અનુરોધ કર્યો છે. જે બાદ ચીફ જસ્ટિસે આ મામલાની સુનાવણી 9 માર્ચે કરવાની ખાતરી આપી. યુપીએ શાસન દરમિયાન શરૂ કરાયેલ સેતુ સમુદ્રમ પ્રોજેક્ટ (Sethusamudram Project) હેઠળ, જહાજો માટે રસ્તો બનાવવા માટે રામ સેતુ તોડી પાડવાનો હતો. આ કાર્યવાહી સુબ્રમણ્યમ સ્વામીની કાયદાકીય લડત બાદ બંધ કરી દેવામાં આવી. સ્વામીએ ચીફ જસ્ટિસ એનવી રમના, જસ્ટિસ એએસ બોપન્ના અને જસ્ટિસ હિમા કોહલીની બેંચને કહ્યું કે છેલ્લા ઘણા મહિનાથી અરજીની સુનાવણી થઈ નથી અને તેને કોર્ટની કાર્ય સૂચિમાંથી હટાવી દેવામાં આવી નથી.

સ્વામીએ ગયા વર્ષે 8મી માર્ચે તાત્કાલિક સુનાવણી માટે તેમની અરજી રજૂ કરી હતી. અગાઉ 23 જાન્યુઆરી 2020ના રોજ હાઈકોર્ટે કહ્યું હતું કે તે ત્રણ મહિના પછી સ્વામીની અરજી પર વિચાર કરશે. રામ સેતુને એડમ્સ બ્રિજ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે તમિલનાડુના દક્ષિણપૂર્વ કિનારે પમ્બન ટાપુ અને શ્રીલંકાના ઉત્તરપશ્ચિમ કિનારે મન્નાર ટાપુ વચ્ચે ચૂના પત્થરોની એક સાંકળ છે. પંબન દ્વીપને રામેશ્વરમ દ્વીપ તરીકે પણ ઓળખવામાં આવે છે.

ભાજપના નેતાએ પ્રથમ યુપીએ સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા વિવાદાસ્પદ સેતુસમુદ્રમ શિપ કેનાલ પ્રોજેક્ટ સામે તેમની જાહેર હિતની અરજીમાં (PIL) રામ સેતુને રાષ્ટ્રીય ધરોહર તરીકે જાહેર કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, જ્યાં 2007માં રામ સેતુ પર પ્રોજેક્ટનું કામ અટકાવી દેવામાં આવ્યું. સ્વામીએ કહ્યું કે તેમણે ટ્રાયલના પ્રથમ તબક્કામાં જીત મેળવી છે જેમાં કેન્દ્ર દ્વારા રામ સેતુના અસ્તિત્વનો સ્વીકાર કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે 2017માં કેન્દ્રીય મંત્રીએ તેમની માંગ પર વિચાર કરવા માટે એક બેઠક બોલાવી હતી પરંતુ તે પછી કંઈ થયું નહીં.

સુપ્રીમ કોર્ટે 13 નવેમ્બર 2019ના રોજ કેન્દ્રને રામ સેતુ પર પોતાનું વલણ સ્પષ્ટ કરવા માટે છ અઠવાડિયાનો સમય આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે જો કેન્દ્ર જવાબ નહીં આપે તો સ્વામીને કોર્ટમાં જવાની સ્વતંત્રતા છે.

આ પણ વાંચો:

Politics : જાણો રાજકારણમાં આવવા પહેલા શું કરતા હતા આ દિગ્ગજ નેતાઓ

આ પણ વાંચો:

UP Assembly Election: SPનો આરોપ, લખીમપુર ખેરીમાં અરાજક તત્વોએ EVMમાં ફેવીક્વિક નાખ્યું, નરૈની, બાંદામાં માત્ર ભાજપની કાપલી નીકળી રહી છે

બેંક ખાતામાંથી રુપિયા ટ્રાન્સફર કરી સાયબર ક્રાઇમ કરતી ટોળકી ઝડપાઇ
બેંક ખાતામાંથી રુપિયા ટ્રાન્સફર કરી સાયબર ક્રાઇમ કરતી ટોળકી ઝડપાઇ
નિકોલ પાસેના ભુવાલડી ગામમાં હથિયારો સાથે ધીંગાણુ, 5 લોકોની અટકાયત
નિકોલ પાસેના ભુવાલડી ગામમાં હથિયારો સાથે ધીંગાણુ, 5 લોકોની અટકાયત
ખાનગી બસ અને ડમ્પર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 6 લોકોના મોત
ખાનગી બસ અને ડમ્પર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 6 લોકોના મોત
નદી કાંઠા વિસ્તારના 800 જેટલા મકાનોનું મનપા દ્વારા ડિમોલિશન કરાશે
નદી કાંઠા વિસ્તારના 800 જેટલા મકાનોનું મનપા દ્વારા ડિમોલિશન કરાશે
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
જૂનાગઢમાં દુષ્કર્મ કેસના આરોપીએ કરી આત્મહત્યા
જૂનાગઢમાં દુષ્કર્મ કેસના આરોપીએ કરી આત્મહત્યા
અમરેલીમાં લોકોપાયલટની સતર્કતાથી 8 સિહોનો બચ્ચો જીવ- Video
અમરેલીમાં લોકોપાયલટની સતર્કતાથી 8 સિહોનો બચ્ચો જીવ- Video
અમદાવાદ મનપામાં શાસક અને વિપક્ષ કચરા પર
અમદાવાદ મનપામાં શાસક અને વિપક્ષ કચરા પર
ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે રાજશ્રી કોઠારીના 10 દિવસના રિમાન્ડ મંજૂર
ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે રાજશ્રી કોઠારીના 10 દિવસના રિમાન્ડ મંજૂર
સુરતમાંથી ઝડપાઈ 2.50 કરોડથી વધુની નકલી ચલણી નોટો
સુરતમાંથી ઝડપાઈ 2.50 કરોડથી વધુની નકલી ચલણી નોટો
g clip-path="url(#clip0_868_265)">