Lakhimpur Violence : સુપ્રીમ કોર્ટ (Supreme court) 3 ઓક્ટોબર થયેલી હિંસાની સુનાવણી બુધવારે કરશે. લખીમપુર હિંસા (Lakhimpur Violence)માં ચાર ખેડૂતો સહિત આઠ લોકોના મોત થયા હતા.
ચીફ જસ્ટિસ એનવી રમણ, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ હિમા કોહલીની બેન્ચ આ મામલે સુનાવણી કરશે. આ જ ખંડપીઠે 8 ઓક્ટોબરે આઠ લોકોની ‘ક્રૂર’ હત્યામાં ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) સરકારની કાર્યવાહી પર અસંતોષ વ્યક્ત કર્યો હતો. આ કેસમાં અત્યાર સુધી કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રા સહિત 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
CJI ને લખેલા પત્રમાં બે વકીલો (Lawyers)એ આ ઘટનાની ઉચ્ચ સ્તરીય ન્યાયિક તપાસની માંગણી કરી હતી, જેમાં CBIને પણ સામેલ કરવી જોઈએ. આ પછી જ સુપ્રીમ કોર્ટે (Supreme Court) આ મામલાની સુનાવણી શરૂ કરી.
3 ઓક્ટોબરે ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય (Deputy Chief Minister Keshav Prasad)ની મુલાકાત સામે ખેડૂતોનું એક જૂથ વિરોધ કરી રહ્યું હતું. ત્યારે લખીમપુરમાં એક SUV કારે ચાર ખેડૂતોને કચડી નાખ્યા. ગુસ્સે ભરાયેલા પ્રદર્શનકારીઓએ ભાજપના બે કાર્યકરો અને એક ડ્રાઈવરને માર માર્યો હતો, જ્યારે એક સ્થાનિક પત્રકારની પણ હિંસામાં હત્યા થઈ હતી.
કોર્ટે 8 ઓક્ટોબરે લખીમપુર હિંસા (Lakhimpur Violence) કેસમાં સુનાવણી દરમિયાન આરોપીની ધરપકડ ન કરવા માટે ઉત્તર પ્રદેશ સરકારના પગલા પર સવાલ ઉઠાવ્યા હતા અને પુરાવા સાચવવાનો નિર્દેશ આપ્યો હતો. ખંડપીઠે કહ્યું હતું કે, કાયદો તમામ આરોપીઓ માટે સમાન રીતે લાગુ થવો જોઈએ અને સરકારે આઠ લોકોની ક્રૂર હત્યાની તપાસમાં વિશ્વાસ પેદા કરવા માટે આ અંગે તમામ પગલાં લેવા પડશે. 8 ઓક્ટોબરે રાજ્ય સરકારના વકીલે સુપ્રીમ કોર્ટને ખાતરી આપી હતી કે, આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે ખેડૂતો (Farmers)ના ઘણા સંગઠનો ગયા વર્ષે નવેમ્બરથી ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની માંગણી માટે આંદોલન કરી રહ્યા છે. પંજાબથી શરૂ થયેલું આ આંદોલન ધીમે ધીમે દિલ્હી, હરિયાણા અને ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)માં પણ ફેલાયું. જેના કારણે ખેડૂતો ભાજપ સરકારનો વિરોધ કરી રહ્યા છે. ભાજપ સરકારના મંત્રીઓ જ્યાં પણ કોઈ પણ કાર્યક્રમ માટે જાય છે ખેડૂતો પણ ત્યાં પહોંચે છે અને વિરોધ કરે છે.
આ પણ વાંચો : Aryan Khan Drug Case : આર્યન ખાનનું કાઉન્સેલિંગ સાચું છે કે છેતરપિંડી ? NCPએ NCBને પૂછ્યું, વીડિયો રેકોર્ડિંગ બતાવો
આ પણ વાંચો : Surat : સુરત જિલ્લા આવેલા ઔધોગિક એકમોમાં ફાયર સેફટી અને મજુર કાયદાનું પાલન ઝીરો, કલેક્ટરને રજુઆત
Published On - 3:57 pm, Tue, 19 October 21