
રોકડ કેસમાં ફસાયેલા જસ્ટિસ યશવંત વર્માને સુપ્રીમ કોર્ટ તરફથી ઠપકો મળ્યો છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે, આ અરજી દાખલ થવા જેવી હતી જ નહી. જસ્ટિસ વર્માએ તેમની વિરુદ્ધ ઈસ્યું કરાયેલા રિપોર્ટને રદ કરવાની માંગ કરતી અરજી દાખલ કરી હતી.
અદાલતનું કહેવું છે કે, આ અરજી દાખલ થવી જ ન જોઈએ. જસ્ટિસ વર્માએ અરજી દાખલ કરીને તેમના વિરુદ્ધ જાહેર થયેલા રિપોર્ટને રદ કરવાની માંગ કરી હતી. હકીકતમાં, ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશે, જસ્ટિસ વર્મા વિરુદ્ધ તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિ રચી હતી.
સોમવારે સુનાવણી દરમિયાન જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ પીએસ નરસિંહે અરજી દાખલ કરવાની પ્રક્રિયા અંગે સવાલ ઉઠાવ્યા. અદાલતે કહ્યું કે, માંગવામાં આવેલી પ્રાથમિક રાહત સુપ્રીમ કોર્ટ વિરુદ્ધ છે. અરજીમાં જસ્ટિસ વર્માએ આંતરિક તપાસ સમિતિની રિપોર્ટને અમાન્ય જાહેર કરવાનો અનુરોધ કર્યો છે, જેમાં તેમને રોકડ કેસ વિવાદમાં દોષી જાહેર કરવામાં આવ્યા છે.
પીઠે જજ વર્માની અરજીમાં રજૂ થયેલા પક્ષકારોને પ્રશ્ન કર્યો કે, તેમને તેમની અરજી સાથે આંતરિક તપાસ રિપોર્ટ પણ જોડવી જોઈએ હતી. જસ્ટિસ વર્માના વકીલ કપિલ સિબ્બલે જણાવ્યું કે, અનુચ્છેદ 124 (ઉચ્ચતમ ન્યાયાલયની સ્થાપના અને રચના) હેઠળની પ્રક્રિયા છે અને કોઈ પણ ન્યાયાધીશ વિશે જાહેર ચર્ચા થઈ શકતી નથી.
સિબ્બલે જણાવ્યું, “સંવિધાનિક વ્યવસ્થા અનુસાર સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર વીડિયો અપલોડ કરવો, જાહેર ટિપ્પણી કરવી અને મીડિયા દ્વારા જજ પર આરોપ મૂકવો એ પ્રતિબંધિત છે.” પીઠે જવાબ આપ્યો કે, “ તમે તપાસ સમિતિ સામે હાજર કેમ ન થયા? તમને લાગ્યું કે સમિતિ તમારી તરફેણમાં નિર્ણય લેશે.”
Published On - 9:03 pm, Mon, 28 July 25