શરાબ એક્સાઈઝ કૌંભાડમાં કે. કવિતાને જામીન આપતા સુપ્રીમ કોર્ટે ED-CBIને લગાવી ફટકાર

|

Aug 27, 2024 | 4:32 PM

બીઆરએસ નેતા કે. કવિતાને જામીન આપતાં સુપ્રીમ કોર્ટે સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ને સખત ઠપકો આપ્યો છે. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચે આ કેસની સુનાવણી કરી છે. કે. કવિતાની ગત 15 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી.

શરાબ એક્સાઈઝ કૌંભાડમાં કે. કવિતાને જામીન આપતા સુપ્રીમ કોર્ટે ED-CBIને લગાવી ફટકાર

Follow us on

સુપ્રીમ કોર્ટે આજે મંગળવારે બીઆરએસ નેતા કે. કવિતાને મોટી રાહત આપી છે. કોર્ટે કે કવિતાના જામીન મંજૂર કર્યાં છે. જ્યારે, સુપ્રીમ કોર્ટે સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) ને આ કેસમાં કરવામાં આવી રહેલી તપાસની કામગીરી માટે સખત ઠપકો આપ્યો છે. અનેક સવાલો ઉભા કરવાની સાથે ચેતવણી પણ આપી છે. કોર્ટમાંથી જામીન મળ્યા બાદ હવે તેલંગાણાના ભૂતપૂર્વ સીએમ ચંદ્રશેખરની પુત્રી કે. કવિતા આજે સાંજે જેલમાંથી બહાર આવી શકે છે.

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન, જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની ખંડપીઠે ED અને CBIને પૂછ્યું કે, કે. કવિતા કથિત દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડમાં સામેલ હોવાનું સાબિત કરવા માટે તેમની પાસે કઈ વિગતો છે. કોર્ટે કેન્દ્રીય એજન્સીઓની ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે, તેઓ કોઈપણ આરોપીને કેસમાં પસંદ કરી શકે નહીં. શું આ ઔચિત્ય છે, તેમાં દોષ કોનો છે?

સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે જો એજન્સીઓ વધુ ટિપ્પણીઓ ઈચ્છે છે તો અમે તમને ચેતવણી આપીએ છીએ. આ કોર્ટે વારંવાર કહ્યું છે કે, જામીન પરની વિગતો પર ચર્ચા ટાળવી જોઈએ. તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી છે. ટૂંક સમયમાં સુનાવણી પૂર્ણ થવાની કોઈ શક્યતા નથી. જ્યારે, આ એક મહિલાનો મુદ્દો પણ છે. હવે છે. કે. કવિતાની કસ્ટડી જરૂરી નથી. તે 5 મહિનાથી જેલના સળિયા પાછળ છે. નજીકના ભવિષ્યમાં ટ્રાયલ પૂર્ણ થવાની શક્યતા અસંભવ છે.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

એજન્સીના આચરણ સામે ટિપ્પણી કરવા માંગતા નથી- SC

સર્વોચ્ચ અદાલતે કહ્યું કે ED-CBIના વકીલે ASG SV રાજુને કહ્યું કે તે કેન્દ્રીય એજન્સીના વર્તન સામે કોઈ ટિપ્પણી કરવા માંગતી નથી. કે. કવિતા વિરુદ્ધ હાઈકોર્ટે કરેલી ટિપ્પણી યોગ્ય નથી. અપીલકર્તાને રાહત આપવાનો ઇનકાર કરતો સિંગલ જજનો આદેશ એક રસપ્રદ અભ્યાસ છે. આ કોર્ટ દિવસે-દિવસે કહેતી રહી છે કે કોઈ પણ આરોપી સાથે અલગ વર્તન ના કરવું જોઈએ.

સુપ્રીમ કોર્ટે કે. કવિતાને રાહત આપવાની સાથે, તેણીને 10 લાખ રૂપિયાના બે જામીન બોન્ડ ચૂકવવા માટે કહેવામાં આવ્યું છે. આ સિવાય પાસપોર્ટ સરેન્ડર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોર્ટે કે. કવિતાને ચેતવણી આપી હતી કે તે જામીન દરમિયાન પુરાવા સાથે છેડછાડ કરશે નહીં અને સાક્ષીઓને પ્રભાવિત કરશે નહીં. કે. કવિતા વતી વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગી સર્વોચ્ચ અદાલતમાં હાજર થયા, જેમણે એક પછી એક પોતાની દલીલો રજૂ કરી.

Next Article