પેગાસસ (Pegasus) જાસૂસી કેસની તપાસની માંગ કરતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ (Supreme Court) બુધવાર 27મી ઓક્ટોબરના રોજ પોતાનો ચુકાદો આપ્યો છે. ચીફ જસ્ટિસ એનવી રમના, જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ હિમા કોહલીની ખંડપીઠે, ગત 13 સપ્ટેમ્બરે ઈઝરાયેલ દ્વારા પેગાસસ સ્પાયવેરના (Pegasus spyware) ઉપયોગ કરાયો હોવાથી, તેની સ્વતંત્ર તપાસની માંગ કરતી અરજીઓના સમૂહ પર વચગાળાના નિર્દેશોના મુદ્દા પર પોતાનો આદેશ અનામત રાખ્યો હતો.
ચીફ જસ્ટિસ એનવી રમના, જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ હિમા કોહલીની ખંડપીઠે, ત્રણ સભ્યોની સમિતિ રચવા જણાવ્યુ છે. પેગાસસ જાસૂસી કેસમાં આજે સુપ્રીમ કોર્ટે પોતાનો મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે પેગાસસ જાસૂસી કેસની તપાસ નિષ્ણાત સમિતિને સોંપી દીધી છે. આવો સંકેત કોર્ટ દ્વારા અગાઉ પણ આપવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે 13 સપ્ટેમ્બરે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. કોર્ટે આ મામલે ટિપ્પણી કરતા લોકોની કથિત જાસૂસી પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. આ સમિતિ સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ આરવી રવિેન્દ્રનની દેખરેખ હેઠળ તપાસ કરશે. કોર્ટે એ પણ સ્વીકાર્યું છે કે આ મામલે કેન્દ્ર દ્વારા કોઈ સ્પષ્ટ વલણ લેવામાં આવ્યું નથી.
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં આરોપ કરાયો હતો કે કેન્દ્ર સરકાર પેગાસસ સ્પાયવેર દ્વારા નાગરિકોની જાસૂસી કરી રહી છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એનવી રમન્ના આ મામલાની સુનાવણી કરી રહ્યા છે. આ મામલામાં દાખલ કરાયેલી અરજીમાં તેની તપાસ કોર્ટની દેખરેખ હેઠળ કરાવવાની માંગ કરવામાં આવી હતી. 13 સપ્ટેમ્બરે કોર્ટે આ સંદર્ભમાં કહ્યું હતું કે તે થોડા દિવસોમાં પોતાનો ચુકાદો આપશે.
નાગરિકોના ગોપનીયતાના અધિકારનું રક્ષણ કરવું મહત્વપૂર્ણ
પેગાસસ સ્પાયવેર કેસમાં, ચીફ જસ્ટિસ એનવી રમન્નાએ, CJI જ્યોર્જ ઓરવેલનું એક અવતરણ વાંચ્યું અને આદેશનું ઉચ્ચારણ કરવાનું શરૂ કર્યું. “જો તમારે કોઈ રહસ્ય રાખવું હોય, તો તમારે તેને તમારાથી છુપાવવું પડશે,” તેમણે કહ્યું. સુપ્રીમ કોર્ટ કહે છે કે કેટલાક અરજદારો પેગાસસના સીધા શિકાર છે; આવી ટેક્નોલોજીના ઉપયોગ અંગે ગંભીરતાથી વિચાર કરવાની જવાબદારી કેન્દ્રની છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આપણે માહિતીના યુગમાં જીવીએ છીએ અને આપણે સ્વીકારવું જોઈએ કે ટેકનોલોજી મહત્વપૂર્ણ છે. પરંતુ ગોપનીયતાના અધિકારનું રક્ષણ કરવું એ માત્ર પત્રકારો માટે જ નહીં પરંતુ તમામ નાગરિકો માટે મહત્વપૂર્ણ છે
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
Published On - 11:01 am, Wed, 27 October 21