
દિલ્હી લિકર પોલિસી કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જામીન મળી ગયા છે. CBI કેસમાં સુપ્રીમ કોર્ટે તેમને આ જામીન આપ્યા છે. આ પહેલા કેજરીવાલને પણ ED સંબંધિત એક કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ચૂક્યા છે.
દિલ્હી લિકર પોલિસી કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જામીન મળી ગયા છે. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ભુઈનિયા બંનેએ કેજરીવાલને જામીન આપ્યા હતા. CBI કેસમાં સુપ્રીમ કોર્ટે તેમને આ જામીન આપ્યા છે. કેજરીવાલને 10 લાખના બોન્ડ પર જામીન મળ્યા છે. કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં બે અરજી દાખલ કરી હતી. પ્રથમ જામીન અરજી અને બીજી સીબીઆઈ દ્વારા કરાયેલી ધરપકડ અને રિમાન્ડને પડકારવામાં આવી હતી.
કેજરીવાલને ED કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ચૂક્યા છે, જ્યારે આ કેસ સીબીઆઈ દ્વારા ધરપકડ અને નિયમિત જામીન સાથે સંબંધિત છે. કેજરીવાલને ED કેસમાં 12 જુલાઈએ સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા હતા. તે જ સમયે, હવે સુપ્રીમ કોર્ટે સીબીઆઈ કેસમાં પણ કેજરીવાલને જામીન આપી દીધા છે. ED કેસમાં વચગાળાના જામીન મળ્યા બાદ CBIએ 26 જૂને અરવિંદ કેજરીવાલની તિહાર જેલમાંથી ધરપકડ કરી હતી.
સુપ્રીમ કોર્ટે કેજરીવાલની જામીન અરજી પર 5 સપ્ટેમ્બરે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની બેંચે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
ગત સુનાવણી દરમિયાન અરવંદ કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ ઘણી દલીલો રજૂ કરી હતી.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
Published On - 11:03 am, Fri, 13 September 24