કોરોનાના કારણે થયેલા મૃત્યુ પર રાજ્ય અને કેન્દ્રને સુપ્રીમ કોર્ટનો નિર્દેશ, 10 દિવસમાં આપવું પડશે વળતર

|

Feb 04, 2022 | 11:39 PM

સર્વોચ્ચ અદાલતે પુનરોચ્ચાર કર્યો કે વળતરની માગ કરતી અરજીઓને તકનીકી આધાર પર નકારી ન શકાય અને જો કોઈ તકનીકી ખામી જણાય તો સંબંધિત રાજ્યોને ભૂલ સુધારવાની તક આપવી જોઈએ.

કોરોનાના કારણે થયેલા મૃત્યુ પર રાજ્ય અને કેન્દ્રને સુપ્રીમ કોર્ટનો નિર્દેશ, 10 દિવસમાં આપવું પડશે વળતર
Supreme Court (File Photo)

Follow us on

સુપ્રીમ કોર્ટે (Supreme Court) શુક્રવારે તમામ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ આપ્યો છે કે તેઓ કોવિડ-19 (Covid-19) ના ફેલાવા સામે લડવા માટે રાજ્ય કાનૂની સેવા પ્રાધિકરણ (SLSA) ના સભ્ય સચિવ સાથે સંકલન કરવા નોડલ અધિકારીની નિમણૂક કરે. જેથી કોરોનાના કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારોને ચૂકવણી કરી શકાય. આ સાથે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે રાજ્યો પાસેથી માહિતી મળ્યા બાદ મહત્તમ 10 દિવસની અંદર પીડિતોને વળતર ચૂકવવામાં આવે. જસ્ટિસ એમ.આર. શાહ અને જસ્ટિસ બી.વી. નાગરત્નાની બેન્ચે રાજ્ય સરકારોને આદેશ આપ્યો છે કે તેઓ આજથી (શુક્રવાર) એક સપ્તાહની અંદર સંબંધિત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળને નામ, સરનામું અને મૃત્યુ પ્રમાણપત્ર સહિત સંપૂર્ણ વિગતો પ્રદાન કરે. સાથે જ કહ્યું કે જો તેમાં નિષ્ફળ જશે તો આ બાબતને ખૂબ ગંભીરતાથી લેવામાં આવશે.

મહત્તમ 10 દિવસની અંદર ચુકવવામાં આવે વળતર

સર્વોચ્ચ અદાલતે પુનરોચ્ચાર કર્યો હતો કે વળતરની માગ કરતી અરજીઓને ટેકનિકલ આધારો પર નકારી કાઢવામાં ન આવે અને જો કોઈ ટેકનિકલ ખામી જણાય તો સંબંધિત રાજ્યોને ભૂલ સુધારવાની તક આપવી જોઈએ કારણ કે રાજ્યનું અંતિમ ધ્યેય લોકોને થોડી રાહત આપવાનું છે. પીડિતોને આશ્વાસન અને વળતર આપવું પડશે. કોર્ટે કહ્યું કે રાજ્યોએ દાવો પ્રાપ્ત થયાની તારીખથી મહત્તમ 10 દિવસની અંદર પીડિતોને વળતર ચૂકવવાના તમામ પ્રયાસો કરવા જોઈએ.

આ પહેલા પણ કોર્ટે આપ્યો હતો આ આદેશ

કોર્ટે કહ્યું કે તેણે તેના અગાઉના આદેશમાં કહ્યું હતું કે રાજ્ય સરકારોએ તેમના પોર્ટલ પર નોંધાયેલા કોવિડ -19 સંબંધિત મૃત્યુની સંપૂર્ણ વિગતોની સાથે જ તે વ્યક્તિઓની સંપૂર્ણ વિગતો આપવી જોઈએ જેમને વળતરની રકમ ચૂકવવામાં આવી છે, પરંતુ તેમ છતાં, એવું લાગે છે કે મોટાભાગના રાજ્યોએ માત્ર આંકડા આપ્યા છે અને કોઈ સંપૂર્ણ વિગતો આપી નથી.

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ

બેન્ચે જણાવ્યું હતું કે સંપૂર્ણ વિગતો આપતા અગાઉના આદેશનો હેતુ ઓછામાં ઓછા એવા કેસોની તપાસ કરવાનો હતો કે જે રાજ્ય સરકારો પાસે નોંધાયેલા છે અને જેમાં વળતર માટે યોગ્ય અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો નથી.

 

આ પણ વાંચો :  Punjab: ગુરદાસપુરમાં રાજનાથ સિંહ બોલ્યા- પંજાબની અર્થવ્યવસ્થા કથળી, છેલ્લા 5 વર્ષમાં યુપીની અર્થવ્યવસ્થા 21 લાખ કરોડ રૂપિયા પર પહોંચી

Next Article