પ્રવાસી મજૂરો માટે મહત્વનો નિર્ણય, તમામ રાજ્યો 31 જુલાઇ સુધી ‘વન નેશન વન રાશન કાર્ડ’ યોજના લાગુ કરે : SC

|

Jun 29, 2021 | 1:47 PM

સુ્પ્રીમ કોર્ટે પ્રવાસી મજૂરો માટે નિર્ણય લીધો છે અને તમામ રાજ્યોને વન નેશન વન રાશન કાર્ડ યોજના 31 જુલાઇ સુધી લાગુ કરવા માટે કહ્યુ છે.

પ્રવાસી મજૂરો માટે મહત્વનો નિર્ણય, તમામ રાજ્યો 31 જુલાઇ સુધી વન નેશન વન રાશન કાર્ડ યોજના લાગુ કરે : SC
સુપ્રીમ કોર્ટ (ફાઇલ ફોટો)

Follow us on

કોરોનાકાળ અને લોકડાઉનના કારણે મુશ્કેલીનો સામનો કરી રહેલા પ્રવાસી મજુરો માટે સુપ્રીમ કોર્ટે રાહત ભરેલો નિર્ણય લીધો છે. મંગળવારે સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને આદેશ આપ્યો છે કે, One Nation, One Ration Card (વન નેશન વન રાશન કાર્ડ) યોજના 31 જુલાઇ સુધી ફરજિયાત રુપથી લાગુ કરે.

સાથે જ પ્રવાસી મજૂરો માટે કોમ્યુનિટી કિચન ચલાવે. સુપ્રીમ કોર્ટે અસંગઠિત મજૂરોનું રજિસ્ટ્રેશન કરવા માટે પણ કહ્યુ છે. આ માટે એક પોર્ટલ બનાવવામાં આવી રહ્યુ છે. આદેશ પ્રમાણે કેન્દ્ર સરકાર રાશન આપે અને રાજ્ય સરકાર તે પ્રવાસી મજુરને આપે.

સુપ્રીમ કોર્ટના આદેશના મુ્દ્દા

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
  • કેન્દ્ર સરકારે અસગંઠિત અને પ્રવાસી મજૂરના રજિસ્ટ્રેશ માટે એનઆઈસી સાથે પરામર્શ કરી પોર્ટલ વિકસિત કરવાનો આદેશ આપ્યો.
  • કેન્દ્રને પ્રવાસી મજૂર માટે રાજયની માગ અનુસાર ખાદ્યાન્ન વહેંચવાનો નિર્દેશ કર્યો
  • રાજ્ય 31 જુલાઇ સુધી પ્રવાસી મજૂરોને સુકુ રાશન ઉપલબ્ધ કરાવવાની યોજના લાવશે. આવી યોજના મહામારી ચાલુ રહે ત્યાં સુધી રહેશે.
  • જે રાજ્યોએ ‘વન નેશન વન રાશન કાર્ડ’ યોજના લાગુ નથી કરી તેમને 31 જુલાઇ સુધી લાગુ કરવાનો આદેશ.

રાજ્યોને નિર્દેશ આપવામાં આવ્યો છે તમામ પ્રતિષ્ઠાન ઠેકેદારોનું આંતરરાજ્ય પ્રવાસી કામગાર અંતર્ગત રજિસ્ટ્રેશન કરવામાં આવે. આપને જણાવી દઇએ કે સુપ્રીમ કોર્ટે એક્ટિવિસ્ટ અંજલી ભારદ્વાજ, હર્ષ મંદર અને જગદીપની પીટિશન પર સુનાવણી બાદ 11 જૂને પોતાનો નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો.

આ પીટિશનમાં કહેવામાં આવ્યુ હતુ કે કોરોના અને લોકડાઉનના કારણે પ્રવાસી મજૂરો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. આ કારણે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને નિર્દેશ આપવા જોઇએ જેથી મજૂરોને રાહત મળે.

ગયા વર્ષે લોકડાઉન બાદ સુપ્રીમ કોર્ટે મજૂરોના દુ:ખોનુ સંજ્ઞાન લીધુ હતું અને રાજ્યોના પ્રવાસી મજૂરો પાસેથી ભાડુ ન લેવુ, ટ્રેન અને બસમાં રહે ત્યાં સુધી મફત ભોજન આપવુ જેવા અનેક નિર્દેશ કર્યા હતા. આ સિવાય સુપ્રીમ કોર્ટે રાજ્યોને અનેક નિર્દેશ આપ્યા હતા, તેનાથી મજૂરોને રાહત મળી હતી. આ મામલે એકટિવિસ્ટ અંજલિ ભારદ્વાજ, હર્ષ મંદર અને જગદીપ છોકરે જનહિત અરજી કરી હતી.

Next Article