વિકાસની ભેટ ચડેલા વૃક્ષોના મુલ્યને આંકવા માટે સુપ્રીમ કોર્ટે સાત સભ્યની સમિતિની કરી રચના

|

Mar 26, 2021 | 2:35 PM

વિકાસ પ્રોજેક્ટ્સના કારણે બલી ચડેલા વૃક્ષોનું મૂલ્ય આંકવા માટે સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય લીધો છે. સુપ્રીમે આના માટે સાત સભ્યોની સમિતિની રચના કરી છે.

વિકાસની ભેટ ચડેલા વૃક્ષોના મુલ્યને આંકવા માટે સુપ્રીમ કોર્ટે સાત સભ્યની સમિતિની કરી રચના
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

સુપ્રીમ કોર્ટ દ્વારા વિકાસ પ્રોજેક્ટ્સના કારણે બલી ચડેલા વૃક્ષોનું મૂલ્ય આંકવા માટે સુપ્રીમ કોર્ટે સાત સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ વૃક્ષોના આર્થિક મૂલ્યાંકન માટે વૈજ્ઞાનિક અને નીતિ માર્ગદર્શિકા સૂચવશે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે જ્યારે પણ કોઈ પ્રોજેક્ટ માટે વૃક્ષો કાપવાની જરૂર પડે છે ત્યારે સવાલ ઉભો થાય છે કે સંબંધિત સંસ્થા અથવા સત્તા તેના માટે વળતર કેવી રીતે પૂરું પાડી શકે છે. મુખ્ય ન્યાયાધીશ એસએ બોબડે, ન્યાયમૂર્તિ એએસ બોપન્ના અને ન્યાયાધીશ વી. રામસુબ્રમણ્યમની ખંડપીઠે કહ્યું કે “આ બાબતે અમને કોઈ શંકા નથી કે આવા વળતરની ગણતરી કરવી જોઇએ, અને પ્રોજેક્ટની કિંમત પ્રમાણે આની ચૂકવણી કરવી જોઇએ. આવા વળતરની રકમનો ઉપયોગ ચોક્કસપણે વધુ સારા વાતાવરણની દિશામાં થવો જોઈએ. ખાસ કરીને, તેનો ઉપયોગ વનીકરણ વધારવા માટે થવો જોઈએ.” સર્વોચ્ચ અદાલતે વન્યપ્રાણી વિશેષજ્ઞ અને વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાના પૂર્વ અધ્યક્ષ એમ કે રણજીતસિંહ ઝાલાના નેતૃત્વમાં સાત સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે.

આ સમિતિમાં પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના સંયુક્ત સચિવ જિગ્મેત તાકપા અને ભારતીય વન સંરક્ષણ મંડળના ડાયરેક્ટર જનરલ અરૂણસિંહ રાવત પણ સામેલ હશે. જોવા જઈએ તો આ નિર્ણય વાતાવારણ માટે ખુબ ઉચ્ચ નિર્ણય ગણી શકાય. વિકાસ લક્ષી પ્રોજેક્ટ્સના કારણે ઘણી વાર વૃક્ષોનું નિકંદન નીકળી જતું હોય છે. અને આની સીધી અસર પર્યાવરણ અને આબોહવા પર થતું હોય છે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

સુપ્રીમ કોર્ટે કહ્યું કે જે “ઝાડને કાપવાની અનુમતિ આપવામાં આવે, તેના વાસ્તવિક આર્થિક મૂલ્યને આંકવું ખુબ જરૂરી છે. જેમાં પર્યાવરણ પર તેના પ્રભાવના મુલ્ય અને તેની ઉંમરને ધ્યાનમાં રાખવું જોઈએ. આ ગણતરીમાં ઓક્સિજન ઉત્પાદન, કાર્બન ડાયોક્સાઇડ શોષણ, જમીન સંરક્ષણ, પ્રાણીઓ અને પ્રાણીઓના સંરક્ષણ સહિત અન્ય મહત્વપૂર્ણ પરિબળો ધ્યાનમાં લેવા જોઈએ.”

સુપ્રીમના આ આવકાર્ય નિર્ણયને પર્યાવરણ માટે આશીર્વાદ રૂપ ગણી શકાય એમ છે. આપણને જાહેર જીવનમાં પણ ઘણી જગ્યાએ જોવા મળે છે કે પ્રોજેક્સ વિકસાવવા માટે ઘણી જગ્યાએ વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવે છે. અને જેના કારણે પર્યાવરણ પર માઠી અસર પડતી જોવા મળે છે. વિશ્વભરમાં વધી રહેલા ગ્લોબલ વોર્મિંગના પ્રશ્ન સામે લડવા માટે અનેક લોકો અને સંસ્થાઓ આગળ આવી રહી છે. ગ્લોબલ વોર્મિંગએ આજના સમયનો વિકરાળ પ્રશ્ન છે. ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા વિકાસ પ્રોજેક્ટ્સના કારણે બલી ચડેલા વૃક્ષોનું મૂલ્ય આંકવા માટે સુપ્રીમ કોર્ટે સાત સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે.

Published On - 2:35 pm, Fri, 26 March 21

Next Article