Supreme Court: દેવાળીયા કંપનીઓને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત હવે નહીં ચાલે ચેક બાઉન્સનો કેસ

|

Mar 02, 2021 | 5:19 PM

ચેક બાઉન્સ કેસમાં Supreme Courtએ એક મોટો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે વ્યવસ્થા આપી કે જે કંપનીઓ દિવાળીયા પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે તેમના વિરુદ્ધ ન તો ચેક બાઉન્સનો મામલો શરુ કરી શકાય કે ન તો એને ચાલુ રાખી શકાય.

Supreme Court: દેવાળીયા કંપનીઓને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત હવે નહીં ચાલે ચેક બાઉન્સનો કેસ

Follow us on

ચેક બાઉન્સ કેસમાં Supreme Courtએ એક મોટો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે વ્યવસ્થા આપી કે જે કંપનીઓ દિવાળીયા પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે તેમના વિરુદ્ધ ન તો ચેક બાઉન્સનો મામલો શરુ કરી શકાય કે ન તો એને ચાલુ રાખી શકાય. કોર્ટે કહ્યુ કે આવી કંપનીઓને ઈનસોલ્વેન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (IBC)ના પ્રાવધાન હેઠળ સંરક્ષણ મળેલું છે. આ સાથે જ કોર્ટે આ કંપનીઓ વિરુદ્ધ કાયદાકીય પ્રક્રિયા પર રોક લગાવી દીધી છે. જો કે સુપ્રીમ કોર્ટે ન્યાયિક પ્રક્રિયા પર રોકનો લાભ ડાયરેકટર્સ અથવા તો ચેક પર હસ્તાક્ષર કરવાવાળાઓને નથી આપ્યો. કોર્ટે કહ્યું કે આવા કેસમાં તેમના વિરુદ્ધ અપરાધિક કેસ ચાલુ રહેશે.

 

IBC હેઠળ મળી રાહત

ન્યાયાધીશ આર.એફ. નરીમનની અધ્યક્ષતાવાળી ખંડપીઠ સામે કાયદાકીય મુદ્દા આવ્યા કે શું નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની ધારા 138/141 અંતર્ગત પ્રક્રિયા ચાલુ રાખવા IBCની કલમ 14 અંતર્ગત સંરક્ષણ મળી જાય છે. સાથે જ ન્યાયિક પ્રક્રિયા પણ થંભી જાય છે. ખંડપીઠમાં ન્યાયમૂર્તિ નવીન સિન્હા અને ન્યાયમૂર્તિ એમ જોસેફ પણ સામેલ હતા. ખંડપીઠે મુંબઈ અને કોલકાતા હાઈકોર્ટના નિર્ણય પર અસહમતિ દર્શાવી, જેમાં વ્યવસ્થા આપવામાં આવી હતી કે  IBC હેઠળ દેવાળીયા કંપનીઓ વિરુદ્ધ ચેક બાઉન્સનો કેસ ચાલુ રાખી શકાય છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

આ પણ વાંચો: બેંક ખાતામાં Email ID અપડેટ કરવું છે એકદમ સરળ, જાણો આ ત્રણ રીત

Next Article