મજબૂત ઉપાય ઓછો કરી શકશે દેશમાં કોરોનાની ત્રીજી લહેરનો ખતરો: એક્સપર્ટ

|

May 07, 2021 | 6:47 PM

દેશમાં કોરોના વાયરસની બીજી લહેર વચ્ચે ત્રીજી લહેરની ચેતવણીના એક દિવસ પછી કેન્દ્ર સરકારના નિષ્ણાતોએ કહ્યું છે કે, આ પગલાના જોખમને મજબૂત પગલા દ્વારા ઘટાડી શકાય છે. શુક્રવારે કોરોના વાયરસની સ્થિતિ અંગે પત્રકાર પરિષદ વખતે કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કે વિજય રાઘવને કહ્યું હતું કે જો આપણે ચેપ સામે કડક પગલાં લઇશું તો કોરોના વાયરસની ત્રીજી લહેરની અસર દરેક જગ્યાએ જોવા મળશે નહીં.

મજબૂત ઉપાય ઓછો કરી શકશે દેશમાં કોરોનાની ત્રીજી લહેરનો ખતરો: એક્સપર્ટ
મજબૂત ઉપાય ઓછો કરી શકશે દેશમાં કોરોનાની ત્રીજી લહેરનો ખતરો

Follow us on

દેશમાં Corona વાયરસની બીજી લહેર વચ્ચે ત્રીજી લહેરની ચેતવણીના એક દિવસ પછી કેન્દ્ર સરકારના નિષ્ણાતોએ કહ્યું છે કે, આ પગલાના જોખમને મજબૂત પગલા દ્વારા ઘટાડી શકાય છે. શુક્રવારે કોરોના વાયરસની સ્થિતિ અંગે પત્રકાર પરિષદ વખતે કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કે વિજય રાઘવને કહ્યું હતું કે જો આપણે ચેપ સામે કડક પગલાં લઇશું તો કોરોના વાયરસની ત્રીજી લહેરની અસર દરેક જગ્યાએ જોવા મળશે નહીં.

વિજય રાઘવને કહ્યું કે અસરકારક પગલાં અપનાવવામાં આવશે તો Corona ની  ‘ત્રીજી લહેરનો ખતરો સ્થાનિક સ્તરે, જિલ્લાઓ, શહેરો અને રાજ્યોમાં આપણે કોરોના વાયરસ સામેના પગલાઓને કેટલી અસરકારક રીતે લાગુ કરીશું તેના પર નિર્ભર રહેશે.’ નોંધપાત્ર વાત એ છે કે એક દિવસ પહેલા કે.કે. વિજય રાઘવને કહ્યું હતું કે દેશમાં કોરોના વાયરસનો ચેપ જે દરથી ફેલાઈ રહ્યો છે તેના આધારે, એમ કહી શકાય કે ત્રીજી લહેર આવવાની આવશે અને તેને કોઇ રોકી શકશે નહિ.

આરોગ્ય મંત્રાલયના અધિક સચિવ આરતી આહુજાએ જણાવ્યું કે 12 રાજ્યોમાં કોરોના સૌથી વધુ કેસો નોંધ્યા છે. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, ગુજરાત, તમિલનાડુ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, હરિયાણા અને બિહાર છે. આ સિવાય મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, છત્તીસગઢ, ગુજરાત, મધ્યપ્રદેશ, તેલંગાણા અને ઝારખંડ એવા રાજ્યો છે જ્યાં કોરોના વાયરસના કેસમાં ઝડપથી વધારો થયો હતો પરંતુ હવે આ કેસ ધીરે ધીરે ઘટવા લાગ્યા છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આરતી આહુજાએ કહ્યું કે આ રાજ્યોમાં Corona ના કેસો વધી રહ્યા છે, ‘કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, હરિયાણા, ઓડિશા અને ઉત્તરાખંડ એવા રાજ્યો છે જ્યાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. આ ઉપરાંત પંજાબ, જમ્મુ-કાશ્મીર, આસામ, હિમાચલ પ્રદેશ, પુડ્ડુચેરી, મેઘાલય, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડમાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે.

Published On - 6:44 pm, Fri, 7 May 21

Next Article