રાજધાની દિલ્લી (Delhi) જહાંગીરપુરી (Jahangirpuri ) વિસ્તારમાં શનિવારે કુશલ સિનેમા પાસે તોફાન થયુ હતુ. જણાવવામાં આવી રહ્યું છે કે હનુમાન જન્મમહોત્સવના (Hanuman Jayanti) શોભાયાત્રા પર અચાનક પથ્થરમારો થયા બાદ તોફાન થયુ હતુ. લગભગ એક કલાક સુધી અરાજકતાનો માહોલ રહ્યો હતો. ભારે પથ્થરમારો થયો હતો અને તલવારો સાથે લોકો ધસી આવ્યા હતા. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ ઉપર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેના કારણે 6 પોલીસકર્મી ઘાયલ થયા છે. અન્ય ઘણા લોકો પણ ઘાયલ થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને જહાંગીરપુરી વિસ્તારના સીસીટીવી ફૂટેજ સ્કેન કરી રહી છે.
પોલીસે તોફાન કેસમાં તપાસ શરૂ કરી છે. વિસ્તારમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ અને સોશિયલ મીડિયા પર ચાલી રહેલા વીડિયો ફૂટેજની તપાસ કરીને લગભગ છ તોફાનીની ઓળખ કરવામાં આવી છે. શંકાના આધારે લગભગ એક ડઝન લોકોની પૂછપરછ માટે અટકાયત પણ કરવામાં આવી છે. મોડી રાત સુધી પોલીસની ઘણી ટીમો ઘટનાસ્થળેથી સમગ્ર ઘટનાની કડીઓ એકત્રિત કરવામાં વ્યસ્ત છે. અટકાયત કરાયેલા લોકોને અલગ-અલગ જગ્યાએ લઈ જઈ પૂછપરછ કરવામાં આવી હતી.
પોલીસે જહાંગીરપુરીમાં રમખાણો અંગે વિવિધ ફોજદારી કલમો હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસે હુલ્લડ, સરકારી કામમાં અવરોધ, જાહેર અમે ખાનગી મિલકતને નુકસાન પહોંચાડવા સહિતની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે. ઘાયલ પોલીસકર્મીઓના નિવેદન પણ નોંધવામાં આવશે.
દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં થયેલા રમખાણોમાં છ પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઘાયલોમાં દિલ્હી પોલીસના એક સબ ઈન્સ્પેક્ટર પણ સમાવેશ થાય છે. દિલ્હી પોલીસના સબ ઈન્સ્પેક્ટરે જણાવ્યું કે ભીડમાંથી ગોળી ચલાવવામાં આવી હતી જે તેમને વાગી હતી. તેમણે કહ્યું કે બંને બાજુથી એક-એક હજાર લોકોની ભીડ હતી. અને બંને તરફથી પથ્થરમારો થયો હતો.
જહાગીરપુરી વિસ્તારમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહીત વધારાના પોલીસને તહેનાત કરીને ભારે જહેમત બાદ સમગ્ર સ્થિતિને કાબુમાં લીધી હતી. જો કે, હાલ સ્થિતિ કાબુમાં હોવાનું પોલીસનું કહેવુ છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ