કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટનો સબ-સ્ટ્રેન(Omicron Sub-Strain BA.2) છૂપી રીતે લોકોને ઝપેટમાં લઈ રહ્યો છે. બ્રિટનનું કહેવું છે કે તેની હાજરી 40 થી વધુ દેશોમાં મળી આવી છે. આ સબ સ્ટ્રેનને નિષ્ણાતો ગંભીરતાથી એટલે લઈ રહ્યા છે કારણ કે તે RT-PCR ટેસ્ટમાં પણ પકડાતો નથી. આ BA.2 સબ-સ્ટ્રેનને ‘સ્ટીલ્થ ઓમિક્રોન'(Stealth Omicron) કહેવામાં આવે છે. આ ખુલાસા બાદ, સમગ્ર યુરોપમાં(Europe) કોરોના સંક્રમણની નવી વેવનું જોખમ વધી ગયું છે. મહત્વનું એ છે કે ગુજરાતમાં(Gujarat) એક સાથે આ સબ-સ્ટ્રેનના 41 કેસ સામે આવ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(World Health Organization) અનુસાર, ઓમિક્રોન વેરિઅન્ટમાં ત્રણ પેટા સ્ટ્રેઈન છે – BA.1, BA.2 અને BA.3.
વિશ્વભરમાં નોંધાયેલા મોટાભાગના ઓમિક્રોનના કેસો BA.1 સબ-સ્ટ્રેનના છે. પણ હવે BA.2 સબ-સ્ટ્રેન ઝડપથી ફેલાઈ રહ્યો છે. 20 જાન્યુઆરીએ જ ડેનમાર્કે(Denmark) અહેવાલ આપ્યો હતો કે દેશમાં સક્રિય ચેપના અડધા કેસોમાં BA.2 Sub Strainના જોવા મળ્યો છે. UK આરોગ્ય તંત્રએ BA.2 ને ‘વેરિઅન્ટ અંડર ઇન્વેસ્ટિગેશન'(Variant under Investigation) તરીકે જાહેર કર્યા છે જે કોઈ પણ વેરિયન્ટને ‘વેરિઅન્ટ ઓફ કન્સર્ન'(Variant of Concern) જાહેર કરતાં પહેલાનું એક પગલું છે. આ સબ-સ્ટ્રેનને લઈને વિશ્વભરમાં ચિંતા વધી છે અને સૌથી મોટી સમસ્યા એ છે કે સબ વેરિયન્ટને RT-PCR ટેસ્ટમાં પણ શોધી શકાતું નથી.
કયા દેશોમાં ‘સ્ટીલ્થ ઓમિક્રોન’ કેસ જોવા મળે છે?
બ્રિટન અને ડેનમાર્ક ઉપરાંત, સ્વીડન, નોર્વે અને ભારતમાં BA.2 સબ-સ્ટ્રેનના કેસ મળી આવ્યા છે. બ્રિટન અને ફ્રાન્સના વૈજ્ઞાનિકોએ સબ-સ્ટ્રેન વિશે પહેલાથી જ ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે તે BA.1 સબ-સ્ટ્રેનથી આગળ નીકળી શકે છે. યુકેએ 10 જાન્યુઆરી સુધીમાં BA.2 Sub-Strain 53 સિક્વન્સ ઓળખી કાઢ્યા છે. સંશોધકોના મતે, BA.2 સબ-સ્ટ્રેઈન BA.1 સાથે 32 સ્ટ્રેઈન શેર કરે છે, તેમ છતાં તેમાં 28 થી વધુ મ્યુટેશન હોઈ શકે છે.
સંશોધકોનું કહેવું છે કે BA.1 માં જે મ્યુટેશન છે તે પીસીઆર ટેસ્ટમાં દેખાય છે. આ Omicronને શોધવાનું સરળ બનાવે છે. બીજી બાજુ, BA.2 માં સમાન મ્યુટેશન નથી, જે તેને શોધવાનું મુશ્કેલ બનાવે છે. BA.2 ભારત અને ફિલિપાઈન્સના ભાગોમાં ઓમિક્રોનના કેસોમાં જોવા મળ્યો છે. ભારતમાં આ સબ સ્ટ્રેનનું મળવું એ વાતનો પુરાવો છે કે તે BA.1 કરતા ડેનમાર્ક, યુકે અને જર્મનીમાં વધુ વધી રહ્યો છે.
ગુજરાતમાં ઓમીક્રોન Sub-Strain BA.2 એન્ટ્રી
દેશ સહિત ગુજરાતમાં પણ ઓમિક્રોને હાહાકાર મચાવ્યો છે. ઓમિક્રોનના પેરન્ટ લિનિયેજ અને સબ લિનિયેજ વેરિઅન્ટની ગુજરાતમાં એન્ટ્રી થઇ છે. એક સાથે ઓમિક્રોનના સબ વેરિઅન્ટના 41 કેસ સામે આવતા વહીવટી તંત્રની ચિંતામાં વધારો થયો છે. તંત્ર દ્વારા ટેસ્ટિંગની સંખ્યામાં વધારો કરાયો છે.
આ પણ વાંચો:
આ પણ વાંચો: