Statue of Equality: મહાસંકલ્પ સાકાર, ભવ્ય પ્રતિમાનો વિરાટ આકાર, વિશ્વની બીજી સૌથી ઊંચી પ્રતિમાના અનાવરણ માટે સહસ્રાબ્દી સમારોહની ઉજવણીની થઈ શરૂઆત
Statue of Equality: શ્રી રામાનુજાચાર્ય, જેઓ વૈષ્ણવ ધર્મમાં માનતા હતા, તેઓ ભક્તિ ચળવળના પ્રણેતા હતા તેમની 216 ફૂટ ઉંચી પ્રતિમાનું અનાવરણ થાવા જઈ રહ્યું છે. જે માટે 12 દિવસીય "શ્રી રામાનુજ સહસ્રાબ્દી સમારોહમ"ની ઉજવણી શરૂ થઈ છે.
સ્ટેચ્યૂ એફ ઈક્વાલિટીની (Statue Of Equality) પ્રતિમાના અનાવરણની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. તે વિશ્વની બીજી સૌથી ઊંચી પ્રતિમા છે. આ વિશાળ પ્રતિમા અને આ આખો પ્રોજેક્ટ ચિન્ના જીયાર સ્વામીએ 2013માં વિચાર્યો હતો. પ્રતિમાને અંતિમ વાસ્તવિક આકાર આપતા પહેલા તેણે ઘણા ટ્રાયલ કર્યા હતા. આ પ્રતિમાના નિર્માણની કહાની ઘણી રસપ્રદ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 ફેબ્રુઆરીના રોજ સમાનતાની પ્રતિમાનું અનાવરણ કરશે. આ પ્રતિમા દયા, સુખ અને માનવતાનું પ્રતિક છે. રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ 13 ફેબ્રુઆરીએ 120 કિલો સોનાની પ્રતિમાનું અનાવરણ કરશે. આ મૂર્તિ અહીં ભદ્રવેદીમાં સ્થાપિત 120 કિલો સોનાની 54 ઇંચની વિશેષ મૂર્તિ છે. આ કાર્યક્રમમાં અનેક રાજકીય હસ્તીઓ પણ ભાગ લેશે.
The commencement of 1035 maha yajna has been marked with sowing of nava dhanya; nine types of seeds. Their germination symbolises the progress of the Yajna. #StatueOfEquality pic.twitter.com/YiESGszfK7
— Statue of Equality (@StatueEquality) February 2, 2022
હૈદરાબાદના મુચિંતલ ખાતે આજે સવારે 8.30 વાગ્યે 12 દિવસીય “શ્રી રામાનુજ સહસ્રાબ્દી સમારોહમ” (Sri Ramanuja Sahasrabdi Samaroham)ની ઉજવણી શરૂ થઈ છે. 1,035 કુંડાઓ સાથે 2 થી 14 ફેબ્રુઆરી દરમિયાન 14 દિવસ માટે દરરોજ એક મહાયજ્ઞ કરવામાં આવશે.
અશ્વવાહન પર ભગવાન રામની પૂજા સાથે ઉત્સવોની શરૂઆત થઈ અને પછી વાસ્તુ આરાધના કરવામાં આવી હતી. સાંજે વિશ્વકસેના આરાધના યોજાવાની છે જે પછી અન્ય પૂજાઓ કરવામાં આવશે.
ઉજવણીના ભાગ રૂપે 128 યજ્ઞશાળાઓ બનાવવામાં આવી હતી અને લગભગ 5,000 વેદ પંડિતો અને ઋત્વિકોને વેદના પાઠ કરવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમજ નારાયણ મંત્રનો જાપ 1 કરોડ વખત કરવામાં આવશે. હોમ માટે વિવિધ રાજ્યોમાંથી આશરે 2 લાખ કિલોગ્રામ ગાયનું ઘી મંગાવવામાં આવ્યું છે. મહત્વનું છે કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ram Nath Kovind) 14 ફેબ્રુઆરીએ પૂર્ણાહુતિ કાર્યક્રમમાં હાજરી આપશે.
સંત રામાનુજાચાર્યની પ્રતિમા વિશ્વની બીજી સૌથી ઉંચી બેઠેલી પ્રતિમા
11મી સદીના મહાન સુધારક અને વૈષ્ણવ સંત રામાનુજાચાર્યની 216 ફૂટ ઊંચી પ્રતિમા, જેને સમાનતાની પ્રતિમા (Statue of Equality) તરીકે પ્રસ્થાપીત કરવામાં આવી રહી છે, તેનું અનાવરણ થવાનું છે. મૂર્તિ સ્થળ અને તેનું પરિસર તેલંગાણાના (Telangana) શમશાબાદમાં 45 એકર વિસ્તારમાં ફેલાયેલું છે. ત્રિદંડી શ્રી ચિન્ના જીયાર સ્વામી દ્વારા મૂર્તિ અને સમગ્ર મંદિર પરિસરની કલ્પના કરવામાં આવી છે. તે વિશ્વની બીજી સૌથી ઊંચી બેઠેલી પ્રતિમા છે.
શ્રી રામાનુજાચાર્ય, જેઓ વૈષ્ણવ ધર્મમાં માનતા હતા, તેઓ ભક્તિ ચળવળના પ્રણેતા હતા. તેમણે માયાવાદની વિભાવનાને દૂર કરી અને ઘણી ગેરસમજો દૂર કરવાનું કામ કર્યું. રામાનુજાચાર્યનો જન્મ 1017માં શ્રીપેરુમ્બુદુરમાં થયો હતો. તેમણે સમગ્ર ભારતમાં પ્રવાસ કર્યો. તેઓ તમામ સમાજની જીવનશૈલીને સમજતા હતા. તેમણે ભેદભાવ સામે આધ્યાત્મિક ચળવળને પ્રોત્સાહન આપ્યું હતું.
આ પણ વાંચો:
આ પણ વાંચો: