Rajasthan: ખાટુશ્યામજીના મેળામાં થઈ નાસભાગ, અકસ્માતમાં ત્રણ મહિલાઓનાં મોત

|

Aug 08, 2022 | 9:34 AM

સીકરમાં ખાટુશ્યામજી (khatushyamjji) માસિક મેળામાં ભાગદોડ મચી જવાથી ત્રણ મહિલાઓના મોત થયા હતા અને અન્ય અનેક લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત સોમવારે સવારે 5 વાગ્યાની આસપાસ થયો હતો.

Rajasthan: ખાટુશ્યામજીના મેળામાં થઈ નાસભાગ, અકસ્માતમાં ત્રણ મહિલાઓનાં મોત
Khatushyamji stampede

Follow us on

રાજસ્થાનના (Rajasthan) સીકરમાં ખાટુશ્યામજીના (Khatushyamji) માસિક મેળામાં મોટો અકસ્માત થયો હતો. અહીં મેળામાં નાસભાગમાં ત્રણ મહિલાઓના મોત થયા હતા. આ અકસ્માતમાં ત્રણ મહિલાઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય અનેક લોકો ઘાયલ થયા હતા. તમામને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, સોમવારે સવારે 5 વાગે મંદિરના પ્રવેશદ્વાર ખોલતાની સાથે જ ભીડ વધુ હોવાથી નાસભાગ મચી ગઈ હતી. નાસભાગમાં ત્રણ મહિલા શ્રદ્ધાળુઓ દબાઈ ગઈ હતી અને ઘટનાસ્થળે જ મૃત્યુ પામી હતી.

પોલીસે તપાસ કરી શરૂ

અકસ્માતમાં જીવ ગુમાવનાર મહિલા પૈકી એક હિસારની હતી, જ્યારે અન્ય બેની ઓળખ થઈ શકી નથી. આ મામલામાં ઘાયલ 2 લોકોને જયપુર રિફર કરવામાં આવ્યા છે. જ્યારે એકની સારવાર ખાટુશ્યામજી સીએચસીમાં ચાલી રહી છે. ઘટના બાદ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

મોડી રાતથી જ મંદિરમાં ભક્તોની ભીડ જામી હતી

ખાટુશ્યામજીમાં પુત્રા એકાદશીનો માસિક મેળો ભરાયો હતો, જેમાં દર્શન માટે મોડી રાતથી જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટવા લાગ્યા હતા. દરમિયાન સવારની આરતી માટે દરવાજા બંધ કરવામાં આવતાં દર્શનાર્થીઓમાં નાસભાગ મચી ગઈ હતી અને ભીડને કારણે 3 મહિલાઓના મોત થયા હતા.

પીએમ મોદીએ દુર્ઘટના પર કર્યો શોક વ્યક્ત

પીએમ મોદીએ પણ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે, સીકરમાં ખાટુશ્યામજીના મંદિરમાં નાસભાગ મચી જવાથી થયેલી દુર્ઘટના દુઃખદ છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના, હું ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની ઈચ્છા કરું છું. અહીં, સીકરમાં ખાટુશ્યામજીના મંદિરમાં થયેલા અકસ્માત પર મુખ્યમંત્રી અશોક ગેહલોતે પ્રતિક્રિયા આપી છે. સીએમએ ટ્વીટ કરીને લખ્યું કે, સીકરમાં ખાટુશ્યામજીના મંદિરમાં નાસભાગને કારણે 3 મહિલા ભક્તોના મોત ખૂબ જ દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ છે. મારી ઊંડી સંવેદના શોકગ્રસ્ત પરિવાર સાથે છે, ભગવાન તેમને આ આઘાત સહન કરવાની શક્તિ આપે અને દિવંગતના આત્માને શાંતિ આપે.

Published On - 7:58 am, Mon, 8 August 22

Next Article