Sourav Gangulyની તબિયતમા સુધારો, ઓક્સિજન સપોર્ટ દૂર કરાતા ચાહકોનાં જીવમાં આવ્યો જીવ

|

Jan 03, 2021 | 12:17 PM

ભારતીય  ક્રિકેટ  કંટ્રોલ  બોર્ડના અધ્યક્ષ  Sourav Ganguly ની હાલત હાલ સ્થિર છે. પૂર્વ ભારતીય કેપ્ટનને શનિવારે 2 જાન્યુઆરીના રોજ હાર્ટ એટેક આવ્યો હતો.  જેની બાદ તેમને કોલકતાના વૂડલેન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા હતા.   જો કે તેની બાદ તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામા આવી હતી.  હાલ  સૌરભ ગાંગુલીની  તબિયતમા સુધાર આવ્યો છે. તેમજ ઓક્સિજન લેવલમા પણ સુધાર […]

Sourav Gangulyની તબિયતમા સુધારો, ઓક્સિજન સપોર્ટ દૂર કરાતા ચાહકોનાં જીવમાં આવ્યો જીવ

Follow us on

ભારતીય  ક્રિકેટ  કંટ્રોલ  બોર્ડના અધ્યક્ષ  Sourav Ganguly ની હાલત હાલ સ્થિર છે. પૂર્વ ભારતીય કેપ્ટનને શનિવારે 2 જાન્યુઆરીના રોજ હાર્ટ એટેક આવ્યો હતો.  જેની બાદ તેમને કોલકતાના વૂડલેન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા હતા.   જો કે તેની બાદ તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામા આવી હતી.  હાલ  સૌરભ ગાંગુલીની  તબિયતમા સુધાર આવ્યો છે. તેમજ ઓક્સિજન લેવલમા પણ સુધાર આવ્યો છે. જ્યારે બપોરે  હોસ્પિટલ હેલ્થ બુલેટિન જાહેર કરશે.

આ પૂર્વે ગઇકાલે મોડી સાંજે તેમની પુત્રી સનાએ તેમની હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી. તેમજ પિતા સૌરવ ગાંગુલી તબિયત સુધારા પર હોવાનું  મીડિયાને જણાવ્યું હતું.  આ દરમ્યાન આજે પશ્ચિમ બંગાળમાં સીએમ મમતા બેનર્જીએ હોસ્પિટલમા તેમના ખબર અંતર પૂછ્યા હતા. જ્યારે કેન્દ્રીય ગુહ મંત્રી અમિત શાહે પણ ગાંગુલીના પત્ની સાથે સૌરવ ગાંગુલીની તબિયત અંગે ખબર  અંતર પૂછયા હતા.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ દરમ્યાન ભારતના મહાન બેટસમેન સચિન તેંદુલકરે સૌરવ ગાંગુલીની તબિયત પૂછી હતી. સચિને  સૌરવના પત્ની ડોલા ગાંગુલીને ફોન કર્યો હતો. તેમણે સૌરવની હાલત સ્થિર હોવાનું જણાવ્યું હતું. સચિન ઉપરાંત લતા મંગેશકરે પણ સૌરવ ગાંગુલીના પત્ની ડોનાને ફોન  કરીને તેમના આરોગ્ય અંગે જાણકારી મેળવી હતી.

Next Article