
આખી દુનિયાએ દુબઈ ની એ ફ્લાય ફ્લાઈટના પાયલટ સ્મિત મચ્છર વિશે જાણ્યુ. સ્મિત મચ્છર કોણ છે? ક્યાંથી આવે છે? કેટલો અભ્યાસ કર્યો છે. કેટલા વર્ષનો પ્લેન ચલાવવાનો અનુભવ છે, તેના માતાપિતા કોણ છે. પરણેલા છે કે અપરિણિત છે? કેટલા બાળકો છે? પત્નીનું નામ શું છે? ક્યાં રહે છે? પૈતૃક ગામ ક્યુ છે? ક્યાનો જમાઈ છ? સહિતની સ્મિતને લગતી તમામ જાણકારી આજે સમગ્ર વિશ્વ પાસે ઉપલબ્ધ છે. આજે સ્મિત મચ્છર પર દુનિયાભરમાંથી શુભેચ્છાઓની વર્ષા થઈ રહી છે. બેશક થવી પણ જોઈએ. આ વીર ભારતીય સપૂતે તેના પોતાના જીવની પણ પરવા કર્યા વિના સમગ્ર નિષ્ઠાથી પોતાની ફરજ નિભાવી અને 180 લોકોને મોતના મુખમાંથી બહાર લાવ્યો છે.
હવે લોકોના મનમાં સૌથી મોટો જે સવાલ ચાલી રહ્યો છે એ એજ છે કે આખરે આ કથિત ઓમાની આતંકી પાયલોટનું નામ કેમ છુપાવવામાં આવી રહ્યુ છે? આની પાછળ લોકો વિવિધ પ્રકારની દલીલ આપી રહ્યા છે કે તેનું નામ જાહેર કરવાથી તપાસ પ્રભાવિત ન થાય તે કારણ હોઈ શકે છે. કોઈ તેને બચાવવાની કોશિશ ન કરે. જો કે અહીં સૌથી મોટો સવાલ એ છે કે માની લો કે કદાચ જો સ્મિત મચ્છર કોકપિટનો દરવાજો ન ખોલી શક્યા હોત અને કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ ગઈ હોત તો શું સ્મિત મચ્છરને નિર્દોષ જાહેર કરી દેવાત. આજે સ્મિત મચ્છરને ભલે હિરો બનાવાઈ રહ્યા હોય. જો સ્મિત મચ્છરે ફ્રેક્શન ઓફ સેકન્ડની અંદર પોતાની અદમ્ય સુજબુજ અને હિંમત બતાવીને પોતાના સાહસનો જે પરિચય આપ્યો છે કદાચ એ ન કરી શક્યા હોત તો આ ભારતીય પાયલોટ પર સવાલ ઉઠત કે નહીં? જો એ પ્લેન ક્રેશ થઈ ગયુ હોત તો સ્મિત મચ્છરને ટાર્ગેટ કરીને શું ભારતને બદનામ ના કરાઈ રહ્યુ હોત?
રાણા અયુબ જેવા લેફ્ટ લોબીના પત્રકારો સોશિયલ મીડિયા X પર ટ્વીટ કરે છે,“ભારતીય દક્ષિણપંથીઓનો ઇઝરાયેલ અને નેતન્યાહૂ પ્રત્યેનો લગાવ આખરે એક જ બાબતમાં રહેલો છે: મુસ્લિમો પ્રત્યેની તેમની તીવ્ર નફરત. મોદી અને નેતન્યાહૂ માટેનો તેમનો આદર પણ એ જ ભાવનામાંથી જન્મે છે , એવા નેતાઓ જે મુસ્લિમોને દબાવી રાખશે અને દુનિયામાં તેમને “તેમની યોગ્ય જગ્યા બતાવશે.”
The Indian right wing’s love affair with Israel and Netanyahu is ultimately rooted in one thing: its visceral hatred of Muslims. Their admiration for Modi and Netanyahu comes from the same impulse- leaders who will subjugate Muslims, and “show them their place” in the world.
રાણા અયુબને એ નથી દેખાતુ કે એક હિંદુ ભારતીયે 180 લોકોના જીવ બચાવ્યા છે જેની સામે એક ઓમાની આતંકી પાયલોટે 180 લોકોના જીવ લેવાની કોશિશ કરી.
રાણા અયુબ તો ઠીક છે પહેલેથી જ દેશ વિરોધી લખાણો માટે કુખ્યાત છે. પરંતુ દેશના લીડર ઓફ ઓપોઝિશન કહેવાતા, નેતા વિપક્ષ રાહુલ ગાંધીએ આ ઘટના પર આ લખાય છે ત્યાં સુધી સ્મિત મચ્છરને અભિનંદન આપતો કે તેમના જલદી સ્વસ્થ થવા માટેની એક નાનકડી પોસ્ટ પણ સોશિયલ મીડિયા પર ક્યાંય કરી નથી. હાલ રાહુલ ગાંધી 2જી ઓક્ટોબરે મોદી સરકારને કેવી રીતે ઘેરવી તેની તૈયારીઓમાં એટલા વ્યસ્ત છે કે એક ભારતીય પાયલોટના અદમ્ય સાહસ, બહાદૂરી માટે બે શબ્દો લખવાનો પણ તેમની પાસે સમય નથી. આજકાલ રાહુલ ગાંધી રીલ બનાવી રહ્યા છે. જ્યાં જાય છે ત્યાંથી એક રીલ બનાવી લે છે પરંતુ આ ભારતીય પાયલોટની બહાદૂરી પર કેમ કોઈ રીલ ન બનાવી? તેના કોઈ જવાબ નથી.
બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર મંચ પરથી સ્મિત મચ્છરનુ નામ લઈને તેની ફરજનિષ્ઠાની પ્રશંસા કરી, તેને ભારતનું ગૌરવ ગણાવ્યુ. તેના માતાપિતા સાથે પણ ટેલિફોનિક વાતચીત કરી. 2જી ઓક્ટોબરે પીએમ મોદીએ સ્મિત મચ્છર થોડા સ્વસ્થ થયા અને વાત કરી શકે તેવી સ્થિતિમાં આવ્યા તો તેમની સાથે પણ વીડિયો કોલ પર વાતચીત કરીને તેમની તબિયત જાણી. જે સમગ્ર દેશએ જોયુ. તેમને અભિનંદન પાઠવ્યા. તેમના માતાપિતાની પરવરિશની પ્રશંસા કરી. ત્યાં સુધી કહ્યુ કે સાચી અહિંસાનો સંદેશ શું હોઈ શકે તે સ્મિત મચ્છરે તેના કાર્ય દ્વારા કરી બતાવ્યુ છે.
હાલ સવાલ એ ઉઠી રહ્યા છે કે આખરે એવી તો કઈ મોડસ ઓપરેન્ડી છે જેની અંદર જો કોઈ ભારતીય સારુ કામ કરી દે અને જો એ હિંદુ હોય તો તમામે તમામ ડાબેરી લોબીના લોકો તેને ઈગ્નોર કરવાનું શરૂ કરી દે છે. આવુ જ આપણે કેપ્ટન અભિનંદનના સમયે પણ જોયુ હતુ. હાલ શા માટે વિદેશી મીડિયાના એકપણ પત્રકાર ઓમાનના એ આતંકી પાયલોટનું નામ નથી પૂછી રહ્યા. રાણા અયુબ જેવા પત્રકારને કેમ એ ઓમાની આતંકી પાયલોટ નું નામ જાણવામાં રસ નથી. આખરે શા માટે તેમણે ભારતીય પાયલટ પર હુમલો કર્યો? એ ઓમાની પાયલટ કોના માટે કામ કરી રહ્યો હતો? કોના મિશન પર હતો? કોણે તેને આખા પ્લેનને હાઈજેક કરવાનું કહ્યુ હતુ? કેમ કોઈ આ સવાલ નથી પૂછી રહ્યુ ?
ઈઝરયેલી રિપોર્ટ્સના જણાવ્યા અનુસાર એ ઓમાની આતંકી પાયલટે સ્મિત મચ્છર પર “અલ્લાહુ અકબર” બોલીને હથોડી વડે હુમલો કર્યો, ના માત્ર ઈઝરાયેલી રિપોર્ટ્સ પ્લેનમાં સવાર 166 ઈઝરાયેલી લોકોનું પણ સ્પષ્ટ કહેવુ છે, “એ આતંકી પાયલટે અલ્લાહુ અકબર બોલીને હુમલો કર્યો હતો, અમે કોકપિટથી એ અવાજ સાંભળ્યા હતા.”
આજે આપણે ખૂલીને સ્મિત મચ્છરનું નામ લઈ રહ્યા છીએ. આપણે જોયુ કે એ એક સાચો દેશભક્ત અને કર્મનિષ્ઠ વ્યક્તિ છે. પોતાની ડ્યુટી સાથે એક ટકાનું પણ કોમ્પ્રોમાઈઝ ન કર્યુ. જરા કલ્પના કરી જુઓ હજારો ફીટની ઉંચાઈએ પ્લેન ઉડી રહ્યુ છે. તમે પ્લેન ચલાવી રહ્યા છો, અચાનક તમારા પર હિચકારો તીક્ષ્ણ હથિયાર વડે હુમલો થાય છે, એ સમયે શું માનસિક સ્થિતિ હોય. ખુદને બચાવવાની કે પ્લેનમાં સવાર યાત્રિકોને બચાવવાની. સામાન્ય મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોઈએ તો એ સમયે માણસ પોતાની વિચારવાની શક્તિ જ ગુમાવી દે છે. પરંતુ આ પાયલટે તેની અદમ્ય સુજબુઝનો પરિચય આપ્યો. ઓમાની પાયલટનો પ્રતિકાર પણ કર્યો અને પ્લેનને પણ બચાવવાનો પ્રયાસ કર્યો. બેભાન થવાની સ્થિતિમાં પણ તેમણે કોકપિટ પરનો પોતાનો કંટ્રોલ ન ગુમાવ્યો, ફરીવાર પ્લેનને ઉંચાઈ પર લઈ ગયા.
જો કદાચ આ પ્લેન ક્રેશ થઈ જતુ તો સમગ્ર વિશ્વમાં વર્લ્ડવોર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હોત. ફરી ઈઝરાયેલ અને મિડલ ઈસ્ટ વચ્ચે યુદ્ધની સ્થિતિ વણસી ગઈ હોત. સ્મિત મચ્છરના એક સાહસભર્યા કાર્યથી માત્ર 180 નાગરિકોના જીવ જ નથી બચ્યા સમગ્ર વિશ્વ વધુ એક યુદ્ધની આગમાં હોમાતુ પણ બચ્યુ છે પરંતુ રાણા અયુબને આ નથી દેખાતુ. ઈઝરાયેલી કે મોદી માટે કોઈને પ્રેમ હોય કે ન હોય, સ્મિત મચ્છર ભારતીય છે અને તેના ભારતીય હોવા પર સમગ્ર દેશવાસીઓને ગર્વ છે. તેના કાર્ય પર સૌને ગર્વ છે.
પરંતુ રાણા અયુબ જેવી છીછરી માનસિક્તા પાલનારા લોકો આ ઘટનાને પણ હિંદુ-મુસ્લિમના ચશ્માથી જોઈ રહ્યા છે. પ્લેનમાં સવાર સેંકડો યાત્રિકો જ્યારે કહી રહ્યા છે કે હુમલો કરનાર પાયલટ “અલ્લાહુ… અકબર..” બોલ્યો હતો તો તેના પર રાણા અયુબ એક શબ્દ નથી લખતી. કારણ કે આના પર લખે તો તેને જ્યાંથી ફન્ડીંગ થઈ રહ્યુ છે એ તેના આકાઓ નારાજ થઈ જાય. સમગ્ર દુનિયા જાણે છે કે રાણા અયુબ જેવા પત્રકારો કોના માટે કામ કરી રહ્યા છે અને ભારત કે ભારતીયો વિશે ખરાબ બોલવાનો, લખવાનો જ તેમનો એકમાત્ર નેરેટિવ અને એજન્ડા રહ્યો છે.
વડાપ્રધાન મોદીએ સ્મિત મચ્છર સાથેના વીડિયો કોલમાં કહ્યુ કે આપણે જીવ બચાવનારા લોકો છીએ. વર્તમાન સમયમાં જ્યારે સોશિયલ મીડિયા પર આ ઘટનાને લઈને અનેક પ્રકારની અફવાઓ અને કોન્સ્પિરેસીની થિયરી વાયરલ થઈ રહી છે ત્યારે પીએમની આ વાતો ઘણી ગહન અને મહત્વપૂર્ણ છે. કેટલાક લોકો ઘટના માટે ઈઝરાયેલને હાલ દોષી ગણાવી રહ્યા છે કે આ મોસાદ અને યહુદીઓનું ફોલ્સ ફ્લેગ ઓપરેશન હતુ. જે લોકોને ભારત અને ઈઝરાયેલની મિત્રતા આંખમાં કણાની જેમ ખટકે છે તેમને ભારતને ટાર્ગેટ કરવાનો મોકો મળી જતો જો ઘટના કંઈક બીજા સ્વરૂપે સામે આવતી.
Published On - 3:09 pm, Fri, 2 October 26