Sikkim: 100 બૌદ્ધ ભિક્ષુઓ કોરોના પોઝિટિવ, બૌદ્ધ મઠો પર વિશેષ ધ્યાન આપતી રાજ્ય સરકાર

|

May 24, 2021 | 4:23 PM

Sikkim: સિક્કિમમાં લગભગ 100 બૌદ્ધ ભિક્ષુ (100 Bauddhist Monks) કોરોના સંક્રમિત (Corona Positive) થયા છે. જેને લઈને રાજ્ય સરકાર તેના પર વિશેષ ધ્યાન આપી રહી છે. ગંગટોકથી 30 કિલોમીટર દૂર વિશ્વ ઘરોહર સ્થળ રૂમટેક મઠમાં ધર્મ ચક્ર કેન્દ્રના 37 બૌદ્ધ ભિક્ષુ કોરોનાગ્રસ્ત મળી આવ્યા છે.

Sikkim: 100 બૌદ્ધ ભિક્ષુઓ કોરોના પોઝિટિવ, બૌદ્ધ મઠો પર વિશેષ ધ્યાન આપતી રાજ્ય સરકાર
પ્રતિકાત્મક તસવીર

Follow us on

Sikkim: સિક્કિમમાં લગભગ 100 બૌદ્ધ ભિક્ષુ (100 Bauddhist Monks) કોરોના સંક્રમિત (Corona Positive) થયા છે. જેને લઈને રાજ્ય સરકાર તેના પર વિશેષ ધ્યાન આપી રહી છે. ગંગટોકથી 30 કિલોમીટર દૂર વિશ્વ ઘરોહર સ્થળ રૂમટેક મઠમાં ધર્મ ચક્ર કેન્દ્રના 37 બૌદ્ધ ભિક્ષુ કોરોનાગ્રસ્ત મળી આવ્યા છે.

 

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ત્યારે સિક્કિમમાં ગુંજન મઠને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. કારણ કે અહીં 61થી વધારે ભિક્ષુકો કોરોના સંક્રમિત મળી આવ્યા છે. જેઓને સરમસા ગાર્ડન આઈસોલેશન સેન્ટરમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. ગંગટોકના ઉપ મંડળ મેજિસ્ટ્રેટ રોબિન સેવાએ જણાવ્યું કે મઠને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. સાથે સંક્રમિત ભિક્ષુઓના સંપર્કમાં આવેલા તમામ લોકોને ટ્રેસ કરવામાં આવી રહ્યા છે અને તેઓનું પણ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે જ સિક્કિમ સરકારે વધુ એક સપ્તાહ સુધીનું લોકડાઉન વધારી દીધું છે.

 

મઠને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો

અહી ગુંજન મઠમાં 61થી વધારે ભિક્ષુકો કોરોના સંક્રમિત મળી આવ્યા છે. જેઓને સરમસા ગાર્ડન આઈસોલેશન સેન્ટરમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. ગંગટોકના ઉપ મંડળ મેજિસ્ટ્રેટ રોબિન સેવાએ જાણવું કે મઠને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.

 

સિક્કિમ સરકારે વધુ એક સપ્તાહ સુધીનું લોકડાઉન વધાર્યું

દેશભરમાં કોરોનાની બીજી લહેર હાહાકાર મચાવી રહી છે અને રાજ્યમાં પણ તેની પકડ મજબૂત કરી રહી છે. તેવામાં સ્થિતિ કાબૂ કરવા માટે લોકડાઉન એજ માત્ર ઉપાય છે. ત્યારે આ ગંભીર પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને સિક્કિમ સરકારે વધુ એક સપ્તાહનો લોકડાઉન વધારવાનો નિર્ણય લીધો હતો.

 

એક દિવસમાં 324 એક્ટિવ કેસ નોંધાયા

સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યુ કે રવિવારે સિક્કિમમાં એક દિવસમાં 324 કેસ નોંધાયા છે. જેને કારણે અત્યાર સુધી આંકડો 13,132 સુધી પહોંચી ગયો છે. જ્યારે ત્રણ લોકોના મૃત્યુ બાદ મૃત્યુ આંક 224 થયો છે.

 

સિક્કિમમાં 9,381 લોકો કોરોનાથી સાજા થયા

જાણકારી મુજબ હિમાલયી રાજ્યમાં અત્યારે 3,317 એક્ટિવ કેસ છે અને 9,381 લોકો અત્યાર સુધીમાં સાજા થયા છે. તાજેતરના આંકડાઓની જો વાત કરવામાં આવે તો પૂર્વ સિક્કિમ, પશ્ચિમ સિક્કિમ અને દક્ષિણ સિક્કિમમાં કુલ મળીને કોરોનાના 204 કેસ છે.

 

આ પણ વાંચો : Vaccination: બાળકો માટે કોરોના વૅક્સીનની તૈયારી પૂરજોશમાં, વર્ષના અંત સુધીમાં WHO તરફથી મળી શકે છે લાયસન્સ

Next Article