NIA પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા, ડોકટર શાહિન તબીબોનું બ્રેઈન વોશ કરતી હતી

દિલ્હી વિસ્ફોટની NIA દ્વારા કરાતી તપાસમાં કાવનારો ખુલાસા થયા છે. ડોકટર શાહીનને લઈને એક ખુલાસો એવો થયો છે કે, ડો. શાહીન ડોક્ટરોનું બ્રેઈન વોશ કરતી હતી. જેથી તેમને આતંકવાદી પ્રવૃત્તિઓ માટે તૈયાર કરી શકાય. NIA પૂછપરછમાં ખુલાસો થયો કે તેણીને ખાસ તાલીમ મળી હતી.

NIA પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા, ડોકટર શાહિન તબીબોનું બ્રેઈન વોશ કરતી હતી
| Edited By: | Updated on: Nov 23, 2025 | 12:24 PM

દિલ્હી વિસ્ફોટ બાદ, દેશભરની વિવિધ એજન્સીઓ તપાસમાં રોકાયેલી છે. દરેક એજન્સી આરોપીઓની પુછપરછ અને પુરાવાઓને સાંકળીને દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસે 1,000 થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે અને સેંકડો લોકોની ધરપકડ કરી છે. દિલ્હી વિસ્ફોટ કેસમાં ધરપકડ કરાયેલા મુઝમ્મિલ, ડોકટર શાહીન અને ડોકટર આદિલ હાલમાં પોલીસ રિમાન્ડ પર છે. પૂછપરછ દરમિયાન, તેઓએ અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. રિમાન્ડ દરમિયાનની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે ડોકર શાહીનને ઉત્તર પ્રદેશમાં ડોક્ટરોનું બ્રેઈન વોશ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.

પૂછપરછમાં એ પણ ખુલાસો થયો કે ડોકટર શાહીનને ઉત્તર પ્રદેશમાં ડોક્ટરોનું બ્રેઈન વોશ કરવા માટે ઔપચારિક રીતે તાલીમ આપવામાં આવી હતી. ધીમે ધીમે તેમને કાશ્મીર મોડ્યુલના ભાગ રૂપે કામ કરવા માટે તૈયાર કરવામાં આવ્યા હતા. કાનપુર અને સહારનપુરના ત્રણ ડોક્ટરો ડોકટર શાહીનના સંપર્કમાં હતા. આ ત્રણ ડોક્ટર શાહીનના સંગઠનમાં જોડાવાના હતા ત્યારે આ કેસમાં ઝડપી કાર્યવાહીથી રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ લોકોની ધરપકડ કરવામાં આવી.

શાહીન ઉત્તર પ્રદેશમાં ડોક્ટરોનું બ્રેઈન વોશ કરતી હતી

યુપી એટીએસ અને એનઆઈએ દ્વારા પૂછપરછ દરમિયાન કાનપુર અને સહારનપુરના ત્રણ ડોક્ટરો ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. દિલ્હી બોમ્બ વિસ્ફોટ બાદ, તપાસ એજન્સીઓ ઝડપથી આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ કરી રહી છે. તપાસ એજન્સીઓના સૂત્રોના જણાવ્યા અનુસાર, મુઝમ્મિલ અને ડોકટર આદિલે ડોકટર. શાહીનનું બ્રેઈન વોશ કર્યું હતું. તેમને અન્ય ડોક્ટરોને પ્રભાવિત કરવા માટે ડોકટર શાહિતને તાલીમ આપી હતી. તેણીને તેના સમુદાયના ડોક્ટરોને કેવી રીતે ઉશ્કેરવા અને તેમને ભારત વિરુદ્ધ તૈયાર કરવા તે અંગે સૂચના આપવામાં આવી હતી.

શાહીન ત્રણ ડોક્ટરોના સંપર્કમાં હતી. આ હેતુ માટે તેણીને વીડિયો પૂરા પાડવામાં આવ્યા હતા. એવું કહેવાય છે કે સહારનપુર અને કાનપુરના ત્રણ ડોક્ટરો તેના પ્રભાવમાં આવ્યા હતા. જોકે, તેમને આતંકવાદી પ્રવૃત્તિઓ વિશે કોઈ વાસ્તવિક માહિતી આપવામાં આવી ના હતી. શાહીન આ ડોક્ટરો સાથે ત્રણ-ચાર વખત મળી હતી. તે તેમને આતંકવાદી સંગઠન સાથે જોડે તે પહેલાં, તેની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ ત્રણ પાસપોર્ટ, પાકિસ્તાન-થાઇલેન્ડનો પ્રવાસ કરનાર આતંકી ડોકટર શાહિનની પુછપરછમાં D-6 કોડનો થયો ચોંકાવનારો ખુલાસો