OMG : રૂ. 3,419 કરોડનું વીજળી બિલ જોઈને લાગ્યો કરંટ, હોસ્પિટલમાં કરવો પડ્યો દાખલ

|

Jul 27, 2022 | 9:15 AM

જ્યારે વીજ કંપની દ્વારા વીજળીનું બિલ 3,419 કરોડ રૂપિયાનું આવ્યું ત્યારે પ્રિયંકા ગુપ્તા ચોંકી ઉઠી હતી. વીજળી બિલની રકમ વિશે સાંભળીને પ્રિયંકા ગુપ્તાના સસરાને આઘાત લાગતા બીમાર પડ્યા.

OMG : રૂ. 3,419 કરોડનું વીજળી બિલ જોઈને લાગ્યો કરંટ, હોસ્પિટલમાં કરવો પડ્યો દાખલ
Bill of Electricity

Follow us on

મીડિયા રિપોર્ટ મુજબ મધ્ય પ્રદેશના (Madhya Pradesh) ગ્વાલિયરની રહેવાસી પ્રિયંકા ગુપ્તાને જ્યારે 3,419 કરોડ રૂપિયાનું વીજળીનું બિલ (electricity bill) આવ્યું ત્યારે તે ચોંકી ગઈ. વીજળી બિલની રકમ વિશે સાંભળીને પ્રિયંકા ગુપ્તાના સસરા બીમાર પડ્યા. મધ્યપ્રદેશ સરકાર (Government of Madhya Pradesh) સંચાલિત વીજ કંપનીએ તેના માટે “માનવીય ભૂલ”ને જવાબદાર ગણાવી છે. તેમજ ગ્વાલિયર શહેરની શિવ વિહાર કોલોનીમાં રહેતા ગુપ્તા પરિવારને રાહત આપતા રૂપિયા 1,300નું સાચું સુધારેલ બિલ જાહેર કરવામાં આવ્યું છે. પ્રિયંકા  ગુપ્તાના પતિ સંજીવ કાંકણેએ જણાવ્યું હતું કે જુલાઈના વીજળી બિલમાં ઘરેલું વપરાશની રકમ જોઈને તેમના પિતા બીમાર પડ્યા.

તેમણે દાવો કર્યો હતો કે 20 જુલાઈના રોજ મધ્યપ્રદેશ સરકાર સંચાલિત વીજ કંપનીએ જાહેર કરેલ વીજળીનું બિલ મધ્યપ્રદેશ મધ્ય ક્ષેત્ર વિદ્યુત વિતરણ કંપનીના પોર્ટલ દ્વારા ક્રોસ વેરિફાઈ કરવામાં આવ્યું હતું, પરંતુ તે સાચું હોવાનું જાણવા મળ્યું હતું. તેમણે કહ્યું કે બાદમાં વીજ કંપનીનું ધ્યાન દોરતા રાજ્યની વીજળી કંપનીએ તે બિલમાં જરૂરી સુધારો કર્યો હતો. વીજકંપનીના જનરલ મેનેજર નીતિન માંગલિકે જંગી વીજ બિલ માટે માનવીય ભૂલને જવાબદાર ગણાવી અને કહ્યું કે સંબંધિત કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

“એક કર્મચારીએ વીજ બિલ તૈયાર કરવાના સૉફ્ટવેરમાં વપરાશમાં લેવાયેલા યુનિટની જગ્યાએ ગ્રાહક નંબર દાખલ કર્યો હતો, જેના પરિણામે વધુ રકમનું બિલ આવ્યું. વીજ ગ્રાહકને સુધારેલ 1,300 રૂપિયાનું સાચું બિલ આપવામાં આવ્યું છે,” તેમ તેમણે કહ્યું.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

એમપીના ઉર્જા મંત્રી પ્રદ્યુમન સિંહ તોમરે કહ્યું કે ભૂલ સુધારી લેવામાં આવી છે અને સંબંધિત કર્મચારી સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

Published On - 7:57 am, Wed, 27 July 22

Next Article