સામાજિક કાર્યકર્તા શાંતિ દેવીનું નિધન, વડાપ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો, સામાજિક કામ માટે મળ્યો હતો પદ્મશ્રી

|

Jan 17, 2022 | 12:56 PM

શાંતિ દેવી એક જાણીતા સામાજીક કાર્યકર્તા હતા. તેમનો જન્મ 18 એપ્રિલ 1934માં બાલાસોર જિલ્લાના એક જમીનદાર પરિવારમાં થયો હતો.

સામાજિક કાર્યકર્તા શાંતિ દેવીનું નિધન, વડાપ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો, સામાજિક કામ માટે મળ્યો હતો પદ્મશ્રી
Shanti Devi and PM Modi (PC- PM Modi Twitter Handle)

Follow us on

સામાજિક કાર્યકર્તા અને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત શાંતિ દેવી (Shanti Devi)નું ઓડિશા (Odisha)ના રાયગડા જિલ્લાના ગુનુપુરમાં તેમના નિવાસસ્થાન પર નિધન થયું છે. તેમના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ શોક વ્યક્ત કર્યો છે. ટ્વીટર પર તેમને લખ્યું કે ‘શાંતિ દેવીજીને ગરીબો અને વંચિતોની આવાજ તરીકે યાદ કરવામાં આવશે. તેમને દુ:ખોને દુર કરીને અનેએક સ્વસ્થ ન્યાયપૂર્ણ સમાજ બનાવવા માટે નિસ્વાર્થ ભાવથી કામ કર્યુ. તેમના નિધનથી દુ:ખી છું. મારા વિચારો તેમના પરિવાર અને અસંખ્ય ચાહકો સાથે છે. શાંતિ દેવીએ સમાજ માટે ઘણા સારા કાર્યો કર્યા છે. જે હંમેશ માટે યાદ રહેશે.’

શાંતિ દેવી એક જાણીતા સામાજીક કાર્યકર્તા હતા. તેમનો જન્મ 18 એપ્રિલ 1934માં બાલાસોર જિલ્લાના એક જમીનદાર પરિવારમાં થયો હતો. 17 વર્ષની ઉંમરમાં બે વર્ષની કોલેજ બાદ તેમના લગ્ન મહાત્મા ગાંધીના અનુયાયી ડોક્ટર રતા દાસ સાથે થયા, ત્યારબાદ તે તેના પતિ સાથે અવિભાજિત કોરાપુટ રહેવા ગઈ. શાંતિ દેવીએ 1952માં કોરાપુટ જિલ્લામાં જમીન સત્યાગ્રહ આંદોલન સાથે પોતાને જોડ્યા.

ત્યારે તેમને જમીનદારો દ્વારા જબરદસ્તીથી પકડવામાં આવ્યા. આદિવાસી લોકોની જમીનને છોડાવવા માટે સંઘર્ષ કર્યો. ત્યારબાદ તે બોલનગીર, કાલાહાંડી અને સંબલપુર જિલ્લામાં ભૂદાન આંદોલનમાં સામેલ થઈ ગયા. તેમને ગોપાલનબાડી સ્થિત આશ્રમમાં ભૂદાન કાર્યકર્તાઓને પ્રશિક્ષણ આપ્યું. જેની સ્થાપના માલતી દેવી (ઓડિશાના પૂર્વ મુખ્યપ્રધાન નબા કુષ્ણ ચૌધરીની પત્ની)એ કરી હતી.

2021માં મળ્યો પદ્મશ્રી એવોર્ડ

શાંતિ દેવી ગાંધીવાદી અનુયાયી આચાર્ય વિનોબા ભાવેને 1955-56માં મળ્યા. તેમની વિચારધારાથી પ્રેરિત થઈ, તેમને આદિવાસીઓ, નિરાશ્રિત મહિલાઓ અને અનાથ છોકરીઓના વિકાસ માટે કામ કરવાનું શરૂ કર્યુ અને તેમના ભૂદાન આંદોલનમાં ભાગ લીધો. તેમને અનાથો અને ગરીબ બાળકોના પુનર્વસન માટે સેવા સમાજ આશ્રમની સ્થાપના 1964માં રાયગઢ જિલ્લાના ગુનુપુર ખાતે કરવામાં આવી હતી.

તેમને ગનપુરમાં પણ એક આશ્રમ સ્થાપિત કર્યો. શાંતિદેવીએ આદિવાસી છોકરીઓને આગળ વધારવા માટે ખુબ કામ કર્યુ. તેમણે શિક્ષણ દ્વારા આદિવાસી છોકરીઓના ઉત્થાન માટે તેમનું અમૂલ્ય યોગદાન આપ્યું હતું. સમાજ સેવામાં ઉત્કૃષ્ટ કાર્ય માટે વર્ષ 2021માં તેમને દેશનો સૌથી પ્રતિષ્ઠિત નાગરિક એવોર્ડમાંથી એક પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: PM મોદીની સુરક્ષામાં ગેરરીતિના કેસની તપાસ કરી રહેલા ન્યાયાધીશ ઈન્દુ મલ્હોત્રાને SFJએ ધમકી આપી, કહ્યું કે તપાસ કરવા દેશે નહીં

Published On - 12:54 pm, Mon, 17 January 22

Next Article