
National Film Awards 2025: ભારત સરકારે આજે 1 ઓગસ્ટે 71માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિજેતાઓના નામ જાહેર કર્યા છે. આ વર્ષે કૂલ 332 ફિચર અને 115 નોન ફિચર ફિલ્મો હરિફાઈમાં હતી. આપને જણાવી દઈએ કે આ તમામ ફિલ્મો 2023માં એટલે કે 1 જાન્યુઆરી થી 31 ડિસેમ્બર વચ્ચે રિલીઝ થઈ હતી. લાંબા સમય સુધી જ્યુરીએ આ ફિલ્મોને જોયા પરખ્યા બાદ સરકારને આ યાદી સોંપી હતી. ચાલો તમને જણાવીએ કોણ કોમ છે આ વર્ષના વિનર્સ
આપને જણાવી દઈએ કે બોલિવુડના કિંગખાન ગણાતા શાહરૂખને ફિલ્મ ‘જવાન’ માટે બેસ્ટ એક્ટરનો નેશનલ ઍવોર્ડ મળ્યો છે. શાહરૂખ અને વિક્રાંત મેસીને સંયુક્ત પુરસ્કાર મળ્યો છે. એક્ટર વિક્રાંત મેસીને ફિલ્મ ’12 વી ફેલ’ માટે ઍવોર્ડ મળ્યો છે. આપને જણાવી દઈએ કે આવુ પ્રથમવાર થયુ છે જ્યારે બે લોકોને નેશનલ ઍવોર્ડ મળ્યો છે. આ જાહેરાત બાદ વિક્રાંત મેસી અને શાહરૂખ ખાનના ફેન્સ ઘણા ખુશ છે.
ઉલ્લેખનીય છે કે શાહરૂખ ખાનની 35 વર્ષની કારકિર્દીનો આ પ્રથમ નેશનલ ઍવોર્ડ છે. અત્યાર સુધીમાં વિવિધ કેટેગરીમાં શાહરૂખમાં 100 થી વધુ પુરસ્કાર મળી ચુક્યા છે. જેમા નેશનલ એવોર્ડ એકપણ ન હતો. જો કે એ કસર પણ આજે પુરી થઈ ગઈ અને શાહરૂખની ઝોળીમાં નેશનલ ઍવોર્ડ પણ હવે આવી ગયો છે.
આ ઉપરાંત આ વર્ષે રાણી મુખર્જીને ‘મિસેજ ચેટર્જી વર્સેઝ નોર્વે’ માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે. જ્યારે ‘કટહલ’ ફિલ્મને સર્વશ્રેષ્ઠ હિંદી ફિલ્મનો પુરસ્કાર મળ્યો છે. આ ફિલ્મમાં સાન્યા મલ્હોત્રા, રાજપાલ યાદવ, નેહા સરાફ, અને વિજય રાજ સહિતના કલાકારો છે. ‘કટહલ’ ફિલ્મનું નિર્દેશન યશોવર્ધન મિશ્રાએ કર્યુ છે અને એક્તા કપૂર ફિલ્મના નિર્માતા છે. આ ફિલ્મ વર્ષ 2023માં 19 મે એ રિલીઝ થઈ હતી અને દર્શકોને ખૂબ પસંદ આવી હતી. જો તમે પણ આ ફિલ્મ જોવા માગો છો તો તેને નેટફ્લિક્સ પર જોઈ શકો છો.
Published On - 7:58 pm, Fri, 1 August 25