કોવિશિલ્ડ વેક્સિનની કિંમતની જાહેરાત: જાણો ખાનગી હોસ્પિટલ અને સરકારી હોસ્પિટલમાં ભાવ

|

Apr 21, 2021 | 2:57 PM

સીરમ કંપનીએ આખરે કોરોના વેક્સિન કોવિશિલ્ડના ખાનગી હોસ્પિટલ અને રાજ્ય સરકારની ખાનગી હોસ્પિટલના ભાવ નક્કી કરી દીધા છે.

કોવિશિલ્ડ વેક્સિનની કિંમતની જાહેરાત: જાણો ખાનગી હોસ્પિટલ અને સરકારી હોસ્પિટલમાં ભાવ
File image

Follow us on

ભારતમાં રસીકરણની જંગ 1 મેથી વધુ મજબુત થશે. રાજ્ય સરકારો અને ખાનગી હોસ્પિટલોને રસી કેટલા રૂપિયામાં મળશે તેની જાહેરાટ કરી દેવામાં આવી છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ રાજ્યો અને ખાનગી હોસ્પિટલો માટે રસીના એક ડોઝની કિંમત નક્કી કરી છે, જે મુજબ કોવિશિલ્ડની માત્રા ખાનગી હોસ્પિટલમાં 600 રૂપિયામાં મળશે, જ્યારે સરકારી હોસ્પિટલમાં તેની કિંમત 400 રૂપિયા હશે. એટલે કે સરકારી હોસ્પિટલમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકો 400 રૂપિયા આપીને અને ખાનગી હોસ્પિટલમાં 600 રૂપિયા આપીને રસી મેળવી શકે છે.

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ વધુમાં જણાવ્યું છે કે કંપની કુલ રસી ઉત્પાદનના 50% ભારત સરકારના રસીકરણ કાર્યક્રમને આપશે અને બાકીના 5૦% રસી રાજ્ય સરકારો અને ખાનગી હોસ્પિટલો માટે હશે. જણાવી દઈએ કે અત્યાર સુધી માત્ર ભારત સરકાર જ રસી ખરીદતી હતી, પરંતુ હવે રાજ્ય સરકાર પણ આ રસી ખરીદી શકશે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવેલી ઘોષણા મુજબ, રાજ્ય સરકાર (સરકારી હોસ્પિટલોમાં) માટે રસીના એક ડોઝની કિંમત 400 રૂપિયા થશે, જ્યારે ખાનગી હોસ્પિટલોને 600 રૂપિયાનો ડોઝ મળશે.

આજનું રાશિફળ તારીખ : 14-05-2024
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર

અહીં નોંધનીય છે કે સીરમે દાવો કર્યો છે કે તેની રસીની કિંમત અન્ય વિદેશી રસીના ભાવ કરતા ઓછી છે. તેમણે અન્ય રસીનો ખર્ચ પણ જણાવ્યો છે.

અમેરિકન વેકસીનની કિંમત – ડોઝ દીઠ 1500 રૂપિયા
રશિયન વેકસીનની કિંમત – ડોઝ દીઠ 750 રૂપિયા
ચીની વેકસીનની કિંમત – ડોઝ દીઠ 750 રૂપિયા

તમને જણાવી દઈએ કે આજ સુધી બજારમાં રસી ઉપલબ્ધ નથી અને રસી ઉત્પાદક કંપનીઓ કેન્દ્ર સરકારને માત્રા દીઠ 250 રૂપિયામાં વેચે છે. ભૂતકાળમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે 1 મેથી દેશભરમાં કોરોના રસીકરણનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે, જે યુવાનોને પણ આવરી લેશે. અત્યાર સુધીમાં ફક્ત 45 વર્ષથી વધુ વયની રસી આપવામાં આવી હતી. જોકે, દિલ્હી, પંજાબ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોના મુખ્યમંત્રીઓએ પણ યુવાનોને રસી આપવાની માંગ કરી હતી.

આ પણ વાંચો: ટીકોરી બોર્ડર પર એકત્રીત થવાની તૈયારી, કોરોનાના કહેર વચ્ચે 20,000 ખેડૂતોનું દિલ્હી તરફ પ્રયાણ

આ પણ વાંચો: Corona: મોટાભાગના કોરોના દર્દીઓ કરી રહ્યા છે આ ભૂલ, જેનાથી જીવ પર ઉભું થાય છે જોખમ

Published On - 2:30 pm, Wed, 21 April 21

Next Article