
સોશિયલ મીડિયામાં નીતિન ગડકરીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો હૈદરાબાદમાં એક સભા યોજાઈ હતી તે દરમિયાનનો હોવાનું જણાય છે. આ વીડિયો ગડકરી એક કિસ્સા વિશે વાત કરે છે.
ગડકરી કહે છે દુબઈના ક્રાઉન પ્રિન્સે એકવાર ભારત આવ્યા હતા અને તે દરમિયાન તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક અનોખી વિનંતી કરી હતી, પ્રિન્સ એ કહ્યું કે 6 મહિના માટ નીતિન ગડકરીને મોકલી દો અને વિનંતી કરવા લાગ્યા હતા.
Union Minister Nitin Gadkari to a gathering:
Dubai Prince told Modi – Do us a favour. Modi ji said what do you want. Prince replied: Please export Gadkari ji to Dubai for 6 months. pic.twitter.com/98k9ZTtFiS
— Piyush Rai (@Benarasiyaa) September 16, 2025
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનો એક જૂનો વીડિયો છે જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ દુબઈના ક્રાઉન પ્રિન્સ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેના હળવી ક્ષણને યાદ કરી રહ્યા છે. નીતિન ગડકરીના મતે, આ ઘટના ત્યારે બની હતી જ્યારે દુબઈના ક્રાઉન પ્રિન્સ ભારતની મુલાકાતે આવ્યા હતા અને દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
હૈદરાબાદના નાગપુરમાં એક કાર્યક્રમમાં સભાને સંબોધીત કરતા ગડકરીએ આ માહિતી આપી હતી કે રાત્રિભોજન દરમિયાન, રાજાએ મજાકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને “નીતિન ગડકરીને છ મહિના માટે દુબઈ મોકલવા” વિનંતી કરી હતી, અને તેમના કામની પ્રશંસા કરી હતી.